દીકરી અને દીકરામાં કોઈ ફરક નથી હોતો. આજના સમયમાં એવું કોઈ કામ નથી જે છોકરીઓ ન કરી શકે. આજે છોકરીઓ પોતાના કુટુંબનો સહારો બની રહી છે. એવી દીકરીઓ ઉપર ન માત્ર તેમના પરિવાર વાળાને ગર્વ છે, પરંતુ સમાજ પણ તેની ઉપર ગર્વ કરવા ઉપર મજબુર છે. એવી જ એક વાર્તા ઉત્તર પ્રદેશના કુશીનગર જીલ્લાની બે બહેનોની છે. પિતાને લકવા થઇ ગયા પછી જ્યોતિ અને નેહાએ પરિવારને બે ટંકના રોટલા માટે ઓશિયાળા બનાવી દીધા. ઉપરથી પિતાની દવાના ખર્ચ અલગ. બન્ને માસુમને કાંઈ સમજાતું ન હતું કે કેવી રીતે આ પરિવારને સંકટ માંથી ઉગારવું.
જ્યોતિ અને નેહાના પિતા ધંધાથી વાણંદ હતા અને તેમનું એક સલુન હતું. પરંતુ લકવા ગ્રસ્ત થઇ ગયા પછી પિતા પોતાની દુકાન ખોલી શકતા ન હતા. તેથી દીકરીઓએ પોતાના પિતાની દુકાન ફરીથી ખોલવાનું નક્કી કર્યુ. પિતાને તેના સલુન ઉપર લઇ ગઈ. દુકાન ખોલી, તેની સફાઈ કરી. કાચ ઉપર જામેલી ધૂળને સાફ કરી. બન્નેએ સલુનમાં વાળ અને દાઢી બનાવવાનું શરુ કરી દીધું. છોકરી હોવાને કારણે તેને તેમાં તકલીફ પડી રહી હતી.
આમ તો બન્ને બહેનોએ પોતાના નામ બદલીને દીપક અને રાજુ કરી લીધા. લોકો સાથે તે બન્ને બહેનો પુરુષોની જેમ વાત કરવા લાગી. આવી રીતે બન્ને બહેનો દિવસ આખો વાળ કાપીને અને દાઢી બનાવીને ૪૦૦ થી ૫૦૦ રૂપિયા સુધી કમાવા લાગી. તેવામાં પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. જ્યોતિએ ૧૨ માં ધોરણ અને નેહાએ ૧૦ માં ધોરણ સુધી અભ્યાસ કર્યો. આમ તો પછી તેમણે અભ્યાસ છોડવો પડ્યો.
જ્યોતિ અને નેહાની હિમ્મતનું ઉદાહરણ બની ગયું આ સલુન, હવે માત્ર ગોરખપુરમાં જ નહિ પરંતુ આખા દેશમાં પ્રસિદ્ધ થઇ ગયુ છે. આમ તો પહેલા બન્ને બહેનો બ્યુટીપાર્લર ખોલવા માંગતી હતી. પરંતુ પછી તેમણે એ નિર્ણયને બદલીને જેન્ટ્સ સલુન ખોલવાનો નિર્ણય કર્યો. સમાજ શું કહેશે એની ચિંતા કર્યા વગર પિતા પરિવાર ઉપર આવેલી મુશ્કેલીનો સામનો કરવા માટે આજે પણ સલુન ચલાવી રહી છે. પરંતુ ઉંમર વધવા પછી હવે લોકો તે બન્ને છોકરી ઓની હિમ્મત વિષે જાણી ગયા છે.
જયારે આ વાત આસપાસના વિસ્તારમાં ફેલાઈ, તો કુશીનગરના ધારાસભ્ય મણી ત્રિપાઠી અને જોઈન્ટ મેજીસ્ટ્રેટ અભિષેક પાંડેય બનવારી ટોલા ગામ આવેલા તેમના ઘેર આવ્યા, અને બન્ને બહેનોને સન્માનિત કરી. જોઈન્ટ મેજીસ્ટ્રેટ અભિષેક પાંડેય તરફથી કહેવામાં આવ્યું, કે દીકરીઓનો પ્રયત્ન નારી સશક્તિકરણનું સુંદર ઉદાહરણ છે. તેમણે કહ્યું કે ગામડાના પરિવેશમાં રહેનારી આ દીકરીઓએ સમાજની ચિંતા કર્યા વગર પિતા પરિવાર ઉપર આવેલી મુશ્કેલીને પોતાના ખંભા ઉપર લઇ લીધી તેના કારણે જ બન્ને સન્માનની હક્કદાર છે. અને તેમણે જણાવ્યું કે વહેલી તકે તેમને આર્થિક રીતે થોડી મદદ કે સન્માનની રકમ તરીકે આપવા માટેની ભલામણ કરવામાં આવશે. તેઓ આ કામ વહેલી તકે શાસનને પત્ર લખીને ભલામણ કરી કરવામાં આવશે.