ભારતીય લોકો ખાવા પીવાના ઘણા શોખીન હોય છે. એટલે આપણા રસોડામાં એક થી એક જોરદાર વસ્તુઓ હોય છે. એ ખાવા પીવાની વસ્તુઓ માંથી દહીં પણ એક ખાસ વસ્તુ છે. જે લગભગ દરેક ઘરમાં મળી આવે છે. ઘણી વાર દહીં ન જામવાને કારણે તમારે દુકાન પર ભાગવું પડે છે. પણ દહીં તો તમે ખાઈને જ રહો છો. દહીં ઘણાં બધા લોકોને પસંદ હોય છે. માટે એમને ખાવામાં દહીં તો જોઈએ જ છે. દહીં જેટલું સ્વાદિષ્ટ લાગે છે, એના કરતા વધારે આરોગ્યવર્ધક પણ હોય છે. તો આવો જાણીએ, કે અમારા લેખમાં તમારા માટે શું ખાસ છે.
હંમેશા મહિલાઓ રાત્રે દહીં જમાવવા માટે મૂકે છે, જે સવાર સુધીમાં તૈયાર થઇ જાય છે. પરંતુ ઘણી વાર તેઓ દહીં જમાવવાનું ભૂલી જાય છે, જેથી એમને મુશ્કેલી થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે દહીંને જામવા માટે એક રાત જેટલો સમય લાગે છે, ત્યારે જઈને દહીં જામે છે. પરંતુ જો અમે કહીએ કે હવે તમે ફક્ત 2 કલાકમાં દહીં જમાવી શકો છો તો. મિત્રો તમારે હેરાન થવાની જરૂર નથી. કારણ કે અમે તમારા માટે એની સરળ રીત લઈને આવ્યા છીએ, જેનાથી તમે ફક્ત 2 કલાકમાં ઘટ્ટ, મીઠુ અને સ્વાદિષ્ટ દહીં જમાવી શકો છો.
ફક્ત 2 કલાકમાં જમાવો સ્વાદિષ્ટ દહીં :
જો તમે રાત્રે દહીં જમાવવાનું ભૂલી ગયા છો, અને તમારા ઘરે મહેમાન આવવાના છે, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે તમે ફક્ત 2 કલાકમાં દહીં જમાવી શકો છો. બસ એના માટે તમારે એક નાનકડું કામ કરવું પડશે. અને એ કામ છે કે તમારે આ લેખ આખો વાંચવો પડશે. કારણ કે હવે અમે તમને 2 કલાકમાં દહીં કેવી રીતે જમાવવું એની સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ.
2 કલાકમાં દહીં જમાવવાની રીત :
સૌથી પહેલા ઘટ્ટ દૂધને એક મોટા વાસણમાં લો. ત્યારબાદ બચેલું થોડું દહીં, જેને સામાન્ય ભાષામાં મેળવણ કહે છે એ લો. હવે એક નાના વાસણમાં એ દહીં નાખો. જો તમે એ જમાવવા માટેનું દહીં ફ્રીઝમાં રાખ્યું છે, તો એને બીજું દહીં જમાવવાના અડધો કલાક પહેલા બહાર કાઢી લો. કારણ કે ઠંડુ દહીં દૂધમાં નાખવાથી દહીં નથી જામતું. એટલા માટે એ મેળવવા માટેના દહીંને ફ્રીઝ માંથી કાઢી લો, જેથી તે ઓરડાના તાપમાનમાં નોર્મલ થઇ જાય, અને નવું દહીં જમાવવામાં મુશ્કેલી નહિ થાય. સાથે જ એ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખો કે મેળવણ વાળું દહીં વધારે જૂનું નહિ હોય.
દહીં જમાવવા માટે સૌથી પહેલા દૂધને ઉકાળી લો અને ઠંડુ કરી લો. અને જો દૂધ પહેલાથી જ ઉકાળેલું છે તો ફરીથી ઉકાળો નહિ, અને ત્યારબાદ ચમચીથી દૂધને ઠંડુ કરો, એનાથી મલાઈ નથી જામતી. હકીકતમાં મલાઈ જામવા પર દહીં નથી જામતું, એટલા માટે આ વાતનું ધ્યાન રાખો. ત્યારબાદ એક કૂકરમાં એક ગ્લાસ પાણી ઉકાળો અને પછી ગેસ બંધ કરો. ત્યારબાદ એક કાચના વાસણ અથવા ચિનાઈ માટીના વાસણમાં હલકું ગરમ દૂધ અને મેળવણ વાળું દહીં મિક્સ કરો. ત્યારબાદ કૂકરમાં એ મિશ્રણ વાળું કાચનું કે ચિનાઈ માટીનું તમે જે વાસણ લિધું હોય તે મૂકીને એનું ઢાંકણ બંધ કરી દો. હવે કુકરનું ઢાંકણ બે કલાક પછી જ ખોલવું. બે કલાક પછી જયારે તમે એનું ઢાંકણ ખોલશો તો તમને જામેલું દહીં મળશે.
ક્લિક કરી ને જાણો >>> દહીંમાં મીઠું નાખીને ખાવા વાળા 99 ટકા લોકો નથી જાણતા આ વાત ખુબ જ સ્વાસ્થ્ય વર્ધક વાત