કંપનીને વેચ્યા પછી ફક્ત 2 રૂપિયામાં ખરીદી અને હવે સાત દિવસમાં કમાઈ લીધા 2268 કરોડ રૂપિયા

જેટ એયરવેઝ અને કિંગફિશર એયરલાઇન્સની બરબાદીની સ્ટોરીમાં પણ બીજી કંપનીઓનો નફો છુપાયેલો છે. જેટ એયરવેઝના નરેશ ગોયલ અને કિંગફિશરના વિજય માલ્યાને કારણે બેંકોનું અરબો રૂપિયાનું દેવું ડૂબી ગયું. પણ એનાથી ઉલટું વ્યાજબી ભાવે વિમાન સેવા આપતી કંપની સ્પાઇસજેટની માર્કેટ કેપ ફક્ત 7 દિવસમાં 3836 કરોડ રૂપિયા વધી ગઈ છે.

એટલું જ નહિ કંપનીના ફાઉન્ડર અજય સિંહને પણ 2268 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. સ્પાઇસજેટના શેયર ખરીદવા વાળા નિર્દેશકોને પણ 47% ફાયદો થયો છે. ત્યાં ઈન્ડિગોની માર્કેટ કેપ પણ 6 મહિનાની અંદર બે ગણી થઇ ગઈ છે.

પોતાની જ કંપની વેચવા માટે મજબુર થયા હતા અજય સિંહ :

વર્ષ 2005 ની વાત છે. આ સમયે ભારતની એવિએશન ઇન્ડસ્ટ્રી પોતાની ઝડપ પકડી રહી હતી. અજય સિંહે પણ એની સાથે આગળ વધવાનો વિચાર કર્યો, અને એમણે સ્પાઈસજેટની શરૂઆત કરી. પરંતુ વર્ષ 2010 થી કંપનીને ઘણી ખોટ જવા લાગી, તો એમણે વર્ષ 2014 માં કંપનીને મારન પરિવારને વેચી દીધી. કલાનિધિ મારને નફો મેળવવા માટે સ્પાઇસજેટને ખરીદી હતી, પણ તે એવું કરવામાં નિષ્ફળ રહ્યા.

સ્થિતિ એવી થઇ ગઈ કે, સ્પાઇસજેટ તેલ કંપનીઓ, એયરપોર્ટ ઓથોરિટી અને એયરલાઇન લીઝિંગ કંપનીઓના પૈસાની ચુકવણીને સતત ડિફોલ્ટ કરી રહી હતી. મારનને હવે સ્પાઇસજેટ બોજ સમાન લાગવા લાગી. એટલે એમણે એને વેચી દેવાનું નક્કી નક્કી કર્યુ. મારને સ્પાઈસજેટને વેચવાની ઓફર અજય સિંહને જ આપી અને અજય સિંહે બંધ થવાની અણીએ પહોંચેલી કંપનીની 58% ભાગીદારી ખરીદી લીધી.

મારને ફક્ત 2 રૂપિયામાં અજય સિંહને વેચી હતી સ્પાઈસજેટ :

મારન અને અજય સિંહ વચ્ચે થયેલા સ્પાઈસજેટના સોદાની રકમનો ખુલાસો આજ સુધી નથી થયો. જો કે શેયર ટ્રાન્સફરને લઈને કલાનિધિ મારને દિલ્લી હાઈકોર્ટમાં આપેલી યાચિકામાં કહ્યું હતું કે, અજય સિંહે સ્પાઈસજેટ કંપની માટે ફક્ત 2 રૂપિયાની ચુકવણી કરી છે. પોતાની યાચિકામાં કલાનિધિ મારને કહ્યું કે, સ્પાઈસજેટ અને અજય સિંહે શેયર પરચેઝ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કર્યુ છે. મારને કંપની પર ઇન્કમ ટેક્ષ અને સર્વિસ ટેક્ષની ચુકવણી ન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ફક્ત 6 મહિનામાં બમણા આકારની થઈ ઈન્ડીગો :

ભારતની બીજી એયરલાઈન્સ કંપની ઈન્ડીગોને પણ જેટ એયરવેઝ સંકટને કારણે મોટો ફાયદો થયો છે. એની માર્કેટ કેપ 6 મહિનામાં 27 હજાર કરોડથી વધીને બમણી 59 હજાર 813 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 19 ઓક્ટોબરે આના શેયર 831 રૂપિયા પર હતા, જે હવે 1574 કરોડ પર છે. ઈન્ડિગોના ચેયરમેન રાહુલ ભાટિયાને પણ સારો એવો નફો થયો છે.

સ્પાઇસજેટને 47% ફાયદો :

પ્રતિસ્પર્ધીઓએ ઘૂંટણ ટેકવી દીધા હતા એટલે સ્પાઇસજેટના શેયર ઉછળીને 138 રૂપિયા સુધી પહોંચી ગયા. જે 11 એપ્રિલના રોજ તે 94.20 રૂપિયા હતા. કંપનીના શેયરના નવા ભાવના હિસાબે માર્કેટ વેલ્યુએશન 8162 કરોડ રૂપિયા થઇ ગઈ. ત્યાં પાંચ વર્ષ પહેલાની કિંમત સાથે સરખામણી કરીએ, તો કંપનીના શેયરનો ભાવ 13.82 રૂપિયા હતો. એટલે હવે કંપનની કિંમત 10 ગણી વધી ગઈ છે.

વિચારવા જેવી વાત છે કે, જેટ એયરવેઝ સંકટ પર કોઈ સમાધાન ન નીકળવાથી ગુરુવારે એના શેયર પોતાના વર્ષના નીચલા સ્તર 164 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીનું વેલ્યુએશન એક જ દિવસમાં લગભગ 30% ઓછું થઇ ગયું.

જેટ એયરવેઝના આકાશ પર કબ્જો કરવા માટે કંપની વધારશે પોતાનો વિમાનનો સમૂહ :

એયરલાઈને ગુરુવારે જણાવ્યું કે, તે પોતાના વિમાનના કાફલામાં વિસ્તાર કરશે અને બીજા 6 બોઇંગ 737-800 એનજી વિમાનને એમાં શામેલ કરશે. આ વિમાન લાંબા સમય માટે ભાડા પર લેવામાં આવશે. નાણાકીય સંકટમાં ફસાયેલી ખાનગી વિમાન સેવા કંપની જેટ એયરવેઝના વિમાનનો કાફલો સમેટાવાનો સિલસિલો શરુ થયા પછી, સ્પાઈસજેટે કુલ 27 વિમાનોને જલ્દી જ પોતાના કાફલામાં શામેલ કરવાની ઘોષણા કરી છે.

એ પહેલા એણે બે અલગ અલગ ઘોષણાઓ કરી જણાવ્યું હતું કે, 16 બોઇંગ 737 વિમાન તથા 5 બોમ્બાર્ડિયર ક્યુ 400 વિમાન જલ્દી જ એમના કાફલામાં શામેલ થશે.

સૌથી આગળ સ્પાઇસજેટ :

જેટ એયરવેઝે શુક્રવારે પોતાની બધી ફ્લાઇટ અસ્થાયી રૂપથી બંધ કરવાની ઘોષણા કરી છે. અને એના બજારની ભાગીદારી પર કબ્જો જમાવવાની હોડમાં હાલમાં સ્પાઇસજેટ સૌથી આગળ છે. સ્પાઇસજેટે જણાવ્યું છે કે, એમના વધારાના વિમાનો માટે ‘ન વાંધા પ્રમાણપત્ર (अनापत्ति प्रमाणपत्र)’ પ્રાપ્ત કરવા માટે એમણે નાગર વિમાનન મહાનિદેશાલય (Directorate General of Civil Aviation) પાસે અરજી કરી છે. નિયામક તરફથી અનુમતિ મળવા પર 10 દિવસની અંદર વિમાન એમના કાફલામાં શામેલ થઇ જશે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.