1 લિટરમાં 20 km ની માઈલેજ આપે છે દેશની સૌથી સસ્તી 8 સીટર કાર, અત્યારે બુક કરવા પર મળશે 1.5 લાખની છૂટ

આજ કાલના પેટ્રોલ ડીઝલની મોંઘવારીના જમાનામાં લોકો સારી એવરેજ વાળી ગાડીઓની પસંદગી કરતા જોવા મળે છે. એવી જ એક કાર વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને રેનોલ્ટ લોજી (Renault Lodgy) વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે દેશ એવી કાર છે જે ૮ સીટમાં સૌથી વધુ આરામદાયક છે.

જો તમે મોટી ફેમીલી માટે કોઈ સારી કાર ખરીદવા વિષે વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એક એવી કાર વિષે જણાવી રહ્યા છીએ, જેમાં મોટામાં મોટી ફેમીલી સરળતાથી આવી જાય છે. રેનોલ્ટ લોજી (Renault Lodgy) દેશની એ કાર છે જે ૮ સીટમાં સૌથી વધુ આરામદાયક અને અનુકુળ છે.

એન્જીન અને પાવરની વાત વાત કરવામાં આવે, તો રેનાલ્ટ લોજીમાં ૧૪૬૧ સીસીનું ૪ સિલેંડર વાળું એન્જીન આપવામાં આવ્યું છે. જો કે  ૮૩ બીએચપીનો પાવર અને ૨૦૦ ન્યુટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. ૭-૮ સીટના ઓપ્શનમાં આવનારી આ કારમાં ૬ સ્પીડ મેનુઅલ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. માઈલેજની વાત કરવામાં આવે તો આ કાર પ્રતિ લીટરમાં ૧૯.૯૮ કી.મી. માઈલેજ આપી શકે છે. મોટાભાગે ગતીની વાત કરવામાં આવે તો તે કારમાં ૧૭૦ કી.મી. પ્રતિ કલાકની સ્પીડથી દોડી શકે છે. આ કાર માત્ર ૧૩ સેકન્ડમાં ૧ થી ૧૦૦ કી.મી. પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. તે એક સૌથી વધુ અનુકુળ ૮ સીટની કાર છે જે સારા ફીચર્સ સાથે સજ્જ થઇને આવશે.

ફીચર્સ

ફીચર્સની વાત કરવામાં આવે તો આ કારમાં ઓટોમેટીક કલાઈમેટ કંટ્રોલ, પાવર સ્ટેયરીંગ, પાવર વિન્ડો, વ્હીલ કવર, એસી અને મ્યુઝીક સીસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવશે. સેફટી ફીચર્સની વાત કરવામાં આવે તો આ કારમાં એયરબેગ્સ, સેન્ટ્રલ લોકીંગ અને ચાઈલ્ડ સેફટી લોક જેવા ફીચર્સ આપવામાં આવશે. આ એક સૌથી વધુ અનુકુળ ૮ સીટની કાર છે જે ઉત્તમ ફીચર્સ સાથે સજ્જ થઇને આવશે.

રેનોલ્ટ આ સમયે પોતાની જોરદાર કાર લોજી ઉપર ગ્રાહકોને ૧.૫ લાખ રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. લોજીનું Standard અને RXE મોડલ ઉપર ૫૦ હજાર રૂપિયા ડિસ્કાઊંટ આપવામાં આવી રહ્યું છે. Stepway મોડલ ઉપર ગ્રાહકોને ૧ લાખ રૂપિયા રોકડા ડિસ્કાઊંટ આપવામાં આવી રહ્યું છે. તેની સાથે ૫ હજાર રૂપિયાની એક્સ્ટ્રા કોર્પોરેટ ડિસ્કાઊંટ પણ આપવામાં આવી રહ્યું છે. ભારતમાં રેનોલ્ટ લોજીની સરખામણી મહિન્દ્રા મરાજો સાથે થાય છે.

કિંમત :

કિંમતની વાત કરવામાં આવે તો રેનોલ્ટ લોજીની એક્સ શોરૂમ ઉપરની કિંમત લગભગ ૮.૬૩ લાખ થી ૧૨.૧૨ લાખ રૂપિયા હોઈ શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.