20 રૂપિયાની આ શીશી ખેડૂતોને કરી શકે છે માલામાલ, વાચો આખી જાણકારી શું છે કેવીરીતે વગેરે

ખેતી કરતા ખેડૂતોમાં સૌથી વધુ પૈસા ખાતર ઉપર ખર્ચો થાય છે. ડીએપી યુરીયા અને બીજા ફર્ટીલાઈઝર એક રીતે ખુબ મોંઘો હોય છે તે તેમના સતત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. પહેલાની જેમ અત્યારે ખેતરમાં છાણ નો ઉપયોગ ઓછો કરવામાં આવે છે અને પાક ના પૂળા (પુલાવી વગેરે) ખતરમાં નથી નાખતા, જેના લીધે જમીનમાં કાર્બન તત્વ ઘટી રહ્યું છે.

તેનું કારણ જૈવિક ખરીદવાથી કમ્પોસ્ટ (ખાતર) બનાવવામાં ખુબ સમય લાગે છે. ખાતર મંગાવવામાં સરકારના પણ ડોલર ખર્ચાય છે એટલા માટે જૈવિક ખેતી અને ખેડૂત પોતે પણ ખાતર બનાવે તેના માટે માહિતગાર કરી રહ્યા છીએ.

ભારત સરકારના કૃષિ વિભાગના જૈવિક કૃષિ કેન્દ્રે પણ એક ડીં કમ્પોઝર બનાવ્યું છે. રાષ્ટ્રીય જૈવિક ખેતી કેન્દ્રે આવી રીતે વેસ્ટ ડીંકપોજર ની 40 મી.લી. શીશી ની કિંમત 20 રૂપિયા રાખવામાં આવેલ છે. સંસ્થાનો દાવો છે તેનાથી થોડી વારમાં ઘણા સો લીટર તૈલી ખાતર તૈયાર (લીક્વીડ ખાતર) તૈયાર થઇ જાય છે.

તે ઉપરાંત તમે તેની મદદથી ઘરેલું કચરામાંથી ઘણી કડક જમીન માટે ઉત્તમ ખાતર પણ તૈયાર કરી શકો છો. તેની સૌથી મોટી ખાસિયત છે કે તે માત્ર 20 રૂપિયા (40 મી.લી.) માં આવે છે અને બીજી વાત એ છે કે તેને કોઈ પ્રાઇવેટ કંપની નહી પરંતુ સરકાર પોતે જ આપી રહી છે.

તેનો ઉપયોગ કરવા માટે આપવામાં આવે છે તાલીમ

તેનો ઉપયોગ પાકની સિંચાઈ, તૈયાર પાકમાં છંટકાવ અને બીજ ના શોધન માં કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર ન માત્ર આ પ્રોડક્ટ બહાર પાડે છે પરંતુ ખેડૂતોને તેને ઉપયોગ કરવાની તાલીમ પણ આપે છે. તેના માટે કાયદેસર વિડીયો પણ બનાવવામાં આવેલ છે. ખેતીવાડીમાં રસાયણો નો ઉપયોગ ને ઓછો કરવા માટે ના કારણથી જ તેનું નિર્માણ કરવામાં આવેલ છે. કેન્દ્ર મુજબ, જે ખેડૂતો એ તેનો ઉપયોગ કર્યો છે, તેમના ન માત્ર પૈસા જ બચે છે પણ સારું ઉત્પાદન પણ મેળવેલ છે.

ખેડૂતો મેળવી રહ્યા છે ફાયદો

કેન્દ્રના નિર્દેશક ડોક્ટર કિશન ચન્દ્ર એ આ બાબતે એક વિડીયો પણ અપલોડ કર્યો છે, જેમાંતેના ફાયદા વિષે જણાવી રહ્યા છે. ચંદ્રા કહે છે કે બધા ખેડૂત બિન્દાસ તેનો ઉપયોગ કરી શકો છો. તેમણે જણાવ્યું કે પહેલા આવી જાતના ફોર્મ્યુલા ને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝને વેચી દેવામાં આવતું હતું અને તે પ્રોડક્ટ બનાવીને બજારમાં લાવતા હતા. પણ તેની ક્વોલેટી યોગ્ય હોતી ન હતી એટલા માટે આ વખતે સરકારે એ નિર્ણય કર્યો કે વેસ્ટ ડીંકપોજર ને સરકાર પોતે જ ખેડૂતો સુધી પહોચાડશે.

કેવી રીતે કામ કરે છે આ પ્રોડક્ટ

આ એક નાની એવી શીશીમાં હોય છે. ઉપયોગ કરવા માટે 200 લીટર પાણીમાં 2 કિલો ગોળ ની સાથે તેને નાખીને સારી રીતે ભેળવી દો. ઉનાળામાં બે દિવસ અને શિયાળામાં 4 દિવસ સુધી તેને રાખો. ત્યાર પછી તે ઉપયોગ કરવા માટે તૈયાર થઇ જાય છે. આ બસ્સો લીટર મિશ્રણ માંથી એક ડોલ મિશ્રણને ફરી 200 લીટર પાણીમાં ભેળવી લો. આવી રીતે આ મિશ્રણ બનાવતા રહો અને ખેતીની સિંચાઈ કરતી વખતે પણીમાં આ મિશ્રણને નાખતા રહો. ડ્રીપ સિંચાઈ સાથે પણ આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. તેનાથી આખા ખતરમાં તે ફેલાઈ જશે. તે ઉપરાંત પાકની બીમારીને દુર કરવા માટે દર મહીના માં એક વખત વેસ્ટ ડીંકપોજર નો છંટકાવ કરી શકો છો.

આવી રીતે બનાવો ખાતર અને બીજ નું શોધન

કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે 1 ટન કુડા કચરામાં 20 લીટર વેસ્ટ ડીંકપોજર નું તૈયાર મિશ્રણ છાટી દો. તેની ઉપર એક પડ પાથરી દો અને પછી મિશ્રણનો છંટકાવ કરો. પછી બધું ઢાકી ને મૂકી રાખો. લગભગ 40 દિવસમાં કમ્પોસ્ટ ખાતર તૈયાર થઇ જશે. કેન્દ્ર પાસેથી મળેલ જાણકારી મુજબ એક શીશી માંથી 20 કિલો બીજ નું શોધન કરી શકાય છે. એક શીશી ડીકમ્પોસ્ટ ને 30 ગ્રામ ગોળ માં ભેળવી દો. આ મિશ્રણ 20 કિલો બીજ માટે પુરતું છે. શોધન ના અડધા કલાક પછી બીજ ની વાવણી કરી શકો છો.

આવો રોતે મેળવો પ્રોડક્ટ

વેસ્ટ ડીંકપોજર રાષ્ટ્રીય જૈવિક ખેતી કેન્દ્ર ના બધા રીજનલ સેન્ટર ઉપર મળી આવે છે. આ ગાજીયાબાદ, બેંગ્લોર, ભુવનેશ્વર, પંચકુલા, ઇમ્ફાલ, જબલપુર, નાગપુર અને પટના ના રીજનલ સેન્ટર માંથી મેળવી શકો છો.

વિડીયો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.


Posted

in

,

by

Tags: