20 રૂપિયાનો નવો સિક્કો : 12 ખૂણાના સિક્કાથી દ્રષ્ટિહીનને રહેશે સરળતા, જાણો બીજી અનેક ખૂબીઓ.

નોટબંધી પછી સરકારે ઘણા પ્રકારની નવી નવી ચલણી નોટો બહાર પાડી છે. અને ઘણા સિક્કા પણ બહાર પાડ્યા છે. અને તેમાં પણ ૨૦ રૂપિયાનો જે સિક્કો બહાર પાડ્યો છે, તેની એક ખાસ વિશેષતા છે અને એ વિશેષતા એ છે કે તેની ડીઝાઈન એક ખાસ પ્રકારની છે, તેના ખૂણા એવી રીતે ડીઝાઈન કરવામાં આવ્યા છે કે દષ્ટિહીન વ્યક્તિને પણ તે ઓળખવામાં મુશ્કેલી પડતી નથી.

2016 માં નોંટબંધી પછીથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઘણા નવી નોટ બહાર પાડી છે. અલગ અલગ રંગોમાં હોવાના કારણે તેને સપ્તરંગી નોટ પણ કહેવામાં આવે છે. હવે સરકાર નવા પ્રકારના સિક્કા બહાર પાડવા જઈ રહી છે. આ નવા સિક્કાનો આકાર કંઈક એવો હશે, જેનાથી દૃષ્ટિહીન લોકોને ઓળખવામાં સરળતા રહેશે. નવી સિક્કાઓમાં 20 રૂપિયાના સિક્કા પણ શામેલ છે.

નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ આ સિક્કા બહાર પાડ્યા છે. પ્રધાનમંત્રી એ કહ્યું કે તેની વિશેષતાને કારણે આ સિક્કા દૃષ્ટિહીનો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. પી.એમ. મોદીએ કહ્યું કે સરકાર દિવ્યાંગ હિતેચ્છુ છે અને બાબતોને લઇને ખૂબ જ સંવેદનશીલ છે. 20 રૂપિયાના નવા સિક્કાઓમાં 12 ખૂણા છે. બીજા સિક્કાઓનો આકાર ગોળ છે.

મીડિયાના અહેવાલો ઉપર વિશ્વાસ કરીએ તો 20 રૂપિયાના સિક્કામાં 65 ટકા તાંબાના હશે, જેનો બહારનો ભાગ હશે તેમાં 15 ટકા ઝીંક અને 20 ટકા નિકેલ હશે. તેના અંદરના ભાગમાં 75 ટકા તાંબુ અને 20 ટકા ઝીંક અને પાંચ ટકા નિકેલ હશે.

આ સિક્કાનો આકાર કંઈક એવો હશે કે દૃષ્ટિહીન લોકો સરળતાથી સિક્કાને ઓળખી શકશે. સરકાર તરફથી જાહેર એક અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દ્રષ્ટિહીનો માટે વધુ સરળતા પૂરી પાડવા માટે સિક્કાઓની નવી શ્રેણીમાં જુદી જુદી નવી વિશેષતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ખાસ કરીને દૃષ્ટિહીનો માટે તૈયાર કરવામાં આવેલા આ સિક્કાને તો એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેનાથી તેઓ મુશ્કેલી વગર તેને ઓળખી શકે. નાણા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા જાહેરનામામાં આ માહિતી આપવામાં આવી છે. જય જય ગરવી ગુજરાત.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.