બોલિવૂડની એવી 20 જોડીઓ, જેમણે સાથે જીવવા-મારવાના જોયા સપના, પછી આવી રીતે થઇ ગયા અલગ

બોલિવૂડની એવી 20 જોડીઓ જેમને જોઈને લાગતું કે આજીવન એકબીજા સાથે રહશે પણ આ કારણે થયા અલગ.

બોલીવુડમાં ઘણી એવી ઓન-સ્ક્રીન જોડીઓ છે, જેમણે પોતાના અફેયરથી આપણે બધાને આશ્ચર્યચકિત કર્યા છે. તેમણે જેવું વિચાર્યું હતું તેમના જીવનમાં એવું ન થયું. એટલા માટે તેમની વચ્ચે જલ્દી બ્રેકઅપ થઇ ગયા છે. તો આવો એક નજર કરીએ એવી જ થોડી ચર્ચિત વ્યક્તિઓની લવ લાઈફ ઉપર.

બોલીવુડમાં ઘણી એવી ઓન-સ્ક્રીન જોડીઓ છે, જેમણે પોતાના અફેયરથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેમાંથી ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ તો એવા પણ છે, જેમણે વાસ્તવિક જીવનમાં પણ એક બીજાને એવો જ પ્રેમ આપ્યો, જેવો ફિલ્મી પડદા ઉપર આપણને જોવા મળ્યો હતો. તેમના જીવનમાં કોઈ દંભ ન હતો. એવા ઘણા કારણો હતા જેમણે વાસ્તવિક જીવનમાં પણ તેમને સાથે રહેવા માટે રાજી કરી લીધા.

પરંતુ આશ્ચર્યની વાત એ છે તેમાંથી ઘણા એવા કલાકારો પણ છે, જેમની લવ લાઈફ તેમની ગણતરી મુજબ નથી ચાલી શકી અને પાછળથી તેમના બ્રેકઅપ થઇ ગયા. તો આવો એક નજર કરીએ એવા જ થોડા ફિલ્મી કલાકારોની લવ લાઈફ ઉપર.

1) સલમાન ખાન અને એશ્વર્યા રાય

જે ફિલ્મમાં સલમાન ખાન અને એશ્વર્યા રાય સાથે જોવા મળ્યા, તેમાં બંનેએ પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા. ફિલ્મોમાં આ બંનેને જોઇને લાગતું હતું, જેમ કે ખરેખર આ બંને એક બીજા માટે જ બન્યા છે. ‘હમ દિલ દે ચુકે સનમ’ માં બંનેએ ઉત્તમ અભિનય કર્યો હતો. આ ફિલ્મ પછી મીડિયામાં તેમની પ્રેમ કહાનીઓ વિષે લખવામાં આવતું રહેતું હતું. ઝડપથી તે બંનેને બોલીવુડના સૌથી ચર્ચિત જોડી તરીકે જોવા લાગ્યા.

પરંતુ પાછળથી ધીમે ધીમે આ સંબંધો બગડવાના સમાચારો આવવા લાગ્યા. વાત એટલી હદે બગડી ગઈ કે ગાળો દેવાથી લઈને અપમાનિત કરવા અને હેરાન કરવા સુધી પહોચી. આ રીતે બંનેના સંબંધ લાંબા સમય સુધી ન ટકી શક્યા. સલમાન દ્વારા એશ્વર્યા રાયને મારઝૂડ કરવાના સમાચારો ન્યુઝમાં હેડલાઈન બનવા લાગ્યા.

આગળ જતા વાત વધુ બગડી જાય, તે ડરથી એશ્વર્યા રાયે સલમાન ખાન સાથે સંબંધોનો અંત લાવવાનો નિર્ણય કર્યો, અને પછી વર્ષ 2007માં એશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું. એશ્વર્યાને એક દીકરી છે જેનું નામ આરાધ્યા છે, તે પોતાના કુટુંબ સાથે આનંદમય જીવન પસાર કરી રહી છે.

2) સલમાન ખાન અને કેટરીના કૈફ

એક સમય હતો જયારે સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી બોલીવુડની સૌથી હીટ જોડી માનવામાં આવતી હતી. ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે જ બંનેને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો. ‘મૈને પ્યાર કયું કિયા’ અને ‘ટાઈગર જિંદા હૈ’ બંને ફિલ્મોમાં તેમણે સુંદર અભિનય કર્યો હતો. આગળ જતા બંનેએ એક બીજાને ડેટિંગ કરવાનું શરુ કરી દીધું. પરંતુ ટૂંક સમયમાં જ બંને વચ્ચે સંબંધો બગડવાના સમાચાર આવવા લાગ્યા. આગળ જતા તેમના સંબંધ પણ તૂટી ગયા.

આમ તો ફેંસ માટે આ વાત ઉપર વિશ્વાસ કરવો સરળ નથી. એવી વાતો પણ સાંભળવા મળી છે કે ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ માં રણબીર કપૂર સાથે કામ કરવા અને તેની સાથે નજીક આવવાને કારણે જ બધું થયું. હાલમાં એક કલાકાર તરીકે સલમાન અને કેટરીના આજે પણ સાથે મળીને ફિલ્મોમાં કામ કરી રહ્યા છે, પરંતુ અંગત જીવનમાં બંને એક બીજાથી અલગ થઇ ગયા છે.

3) રણબીર કપૂર અને કેટરીના કૈફ

ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ થી રણબીર કપૂર અને કેટરીના કૈફ વચ્ચે પ્રેમની શરુઆત થઇ હતી. પાછળથી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરુ કરી દીધું હતું. સલમાન સાથે બ્રેકઅપ થયા પછી કેટરીના, રણબીર કપૂર સાથે દરેક જગ્યાએ જોવા મળતી હતી.

તે સમયે રણબીર કપૂરનું દીપિકા પાદુકોણ સાથે ડેટિંગની પણ ઘણી ચર્ચા થઇ રહી હતી. પરંતુ કહાનીમાં તે સમયે ટ્વીસ્ટ આવી ગયું, જ્યારે તેને ખબર પડી કે રણબીરની લાઈફમાં તો અભિનેત્રી નરગીસ ફખરીની એન્ટ્રી થઇ ગઈ છે. ત્યાર પછી કેટરીના અને રણબીરના બ્રેકઅપ થઇ ગયા.

4) રણવીર સિંહ અને અનુષ્કા શર્મા

જયારે ‘બેન્ડ બાઝા બારાત’ ફિલ્મ રીલીઝ થઇ હતી તો, તે સમયે ફિલ્મમાં રણવીર સિંહ અને અનુષ્કા શર્માના અભિનયની ઘણી ચર્ચા થઇ હતી. થોડા સમયમાં જ અનુષ્કા અને રણવીર સિંહની જોડીને ફિલ્મી પડદા ઉપર પસંદ કરવામાં આવ્યા.

વાસ્તવિક જીવનમાં પણ તે બંને એક બીજા સાથે પ્રેમ કરી બેઠા હતા. બંને અંગત જીવનમાં ઘણા વધુ રોમાન્ટિક હતા. ત્રણ વર્ષ સુધી એક બીજા સાથે પ્રેમ કર્યા પછી તેમણે એક બીજાથી અલગ થવાનો નિર્ણય લીધો. હાલમાં અનુષ્કા શર્માએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કરી લીધા છે, અને થોડા સમયમાં તે તે માતા બનવાની છે.

5) શાહિદ કપૂર અને કરીના કપૂર

‘ફિદા’ અને ‘જબ વી મેટ’ ફિલ્મમાં શાહિદ કપૂર અને કરીના કપૂર બંનેએ સાથે મળીને કામ કર્યું હતું. આ ફિલ્મો રીલીઝ થયા પછી બંનેએ ડેટિંગ કરવાનું શરુ કરી દીધું હતું. તેમના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જયારે તે એક બીજા વગર રહી શકતા ન હતા પરંતુ, સૈફ સાથે ‘ટશન’ ફિલ્મમાં કામ કર્યા પછી કરીના તેની તરફ વધુ ધ્યાન આપવા લાગી. એ તો કારણ છે કે કરીના અને શાહિદના સંબંધ લાંબો સમય ન ચાલ્યા અને બંને અલગ થઇ ગયા.

પાછળથી શાહિદ કપૂરનું નામ વિદ્યા બાલમ સાથે પણ જોડાયેલું જોવા મળ્યું. બંનેએ ફિલ્મ ‘કિસ્મત કનેક્શન’ માં સાથે કામ કર્યું હતું. છેવટે શાહિદ કપૂર અને કરીના એક બીજાથી હંમેશા માટે અલગ થઇ ગયા. કરીનાએ સૈફ અલી ખાન સાથે અને શાહિદ કપૂરે આગળ જતા મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધા.

6) જોન અબ્રાહમ અને બિપાશા બસુ

જોન અબ્રાહમ અને બિપાશા બસુ નવ વર્ષ સુધી સાથે રહ્યા હતા. એક બીજા સાથે ઘણા લાંબા સમય લીવ ઈન રીલેશનશીપમાં પણ રહ્યા હતા. બંને લગ્ન બંધનમાં બંધાવાના જ હતા, ત્યારે અચાનકથી તેમના જીવનમાં કાંઈક એવું બન્યું કે સંબંધોમાં કડવાશ ઉભી થઇ ગઈ. અંગત વાતોને લઈને બંનેના વિચારોમાં મતભેદ ઉભા થઇ ગયા.

તે સમયે એવા સમાચારો પણ આવ્યા હતા કે આ જોડી પોતાના સંબંધોને લઈને ઘણા વધુ અસલામતી અનુભવવા લાગ્યા હતા. જોને તો ત્યાં સુધી કહ્યું હતું કે, આ બધી બાબતો બિપાશાની ફિલ્મી કારકિર્દીના પતનનું કારણ બની છે. આજે બંને કલાકારો અલગ થઇ ગયા છે અને પોતાનું અલગ જીવન જીવી રહ્યા છે.

7) વિવેક ઓબેરોય અને એશ્વર્યા રાય

એક સમય એવો હતો જયારે એશ્વર્યા રાય અને વિવેક ઓબેરોયની જોડી બોલીવુડની સૌથી સારી જોડી માનવામાં આવતી હતી. ‘કયું હો ગયા ના’ ફિલ્મના શુટિંગ દરમિયાન જ બંનેને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. આ ફિલ્મમાં એશ્વર્યા રાય અભિનેતા વિવેક ઓબેરોય સાથે સાથી કલાકારની ભૂમિકામાં હતી, પરંતુ પાછળથી બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયો. તેની પાછળનું કારણ એ બતાવવામાં આવે છે કે સલમાન ખાને બંનેને ઘણું સારું નરસુ કહ્યું હતું.

સમાચારો મુજબ સલમાને બંને સ્ટારને ફોન ઉપર ધમકી પણ આપી હતી. ત્યાર પછી વહેલી તકે વિવેક અને એશ વચ્ચે બ્રેકઅપના સમાચારો સમાચાર પત્રોમાં છવાઈ ગયા. તે સમયે એવા પણ સમાચારો આવ્યા હતા કે વિવેકની કારકિર્દી એટલી સારી ચાલી રહી ન હતી જેટલી કે એશ્વર્યા રાયની. કેટલાક સમાચાર પત્રો તે વાતને પણ ચમકાવી રહ્યા હતા કે એશ્વર્યા રાયે જાણી જોઇને અભિષેક બચ્ચનની છાપ અને તેની કારકિર્દીને ધ્યાનમાં રાખીને વિવેક સાથે જાતે જ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. જેથી ખોટી કંટ્રોવર્સીમાં ફસાવા માંથી પોતાને બચાવી શકે.

8) અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી

ખિલાડી કુમાર, એટલે અક્ષય કુમારનું નામ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે. તેમાંથી ઘણી સાથે તો તેના લફરાની ઘણી ચર્ચા પણ ચાલી હતી. તેમાંથી એક નામ એવું પણ છે જેની સાથે અક્ષય કુમારના લફરા ઘણો લાંબો સમય સુધી ચાલ્યા હતા, તે હતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી. બોલીવુડમાં સૌથી વધુ હોટ અને સીજલિંગ માનવામાં આવતી જોડીઓ માંથી એક તેમની જોડી પણ હતી. જેની ચર્ચા દરેક જગ્યાએ સાંભળવા મળતી હતી.

ફિલ્મ ‘મૈ ખેલાડી તું અનાડી’ થી લઈને ‘ચુરા કે દિલ મેરા’ ગીતના શુટિંગ દરમિયાન તેમની વચ્ચે પ્રેમ, જુસ્સો અને રોમાંસ પોતાની ચરમ સીમા ઉપર હતો. વહેલી તકે તેમની વસાવેલી દુનિયા લુટાઈ ગઈ. તે સમયે શિલ્પા તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે, અક્ષય કુમારે તેને ટ્વિન્કલ ખન્ના માટે દગો આપ્યો છે.

અક્ષયે ટ્વિન્કલ અને તેને મળવા માટે બે અલગ અલગ સમય નક્કી કર્યા હતા. તે શિલ્પાને જણાવ્યા વગર ટ્વિન્કલને મળવા જતો હતો. શિલ્પા તેને કોઈ પણ કિંમતે તે સહન કરી શકી ન હતી, એટલા માટે અક્ષય કુમાર સાથે સંબંધ તોડી નાખ્યા.

એક ઈન્ટરવ્યું દરમિયાન શિલ્પાએ કહ્યું હતું કે, ‘હું ક્યારેય સપનામાં પણ એવું વિચારી શકતી ન હતી કે અક્ષય મને મળવા માટે બે અલગ અલગ ટાઈમ બનાવશે અને આ બધું અમારા સંબંધો વચ્ચે બનશે. મારા મનમાં ટ્વિન્કલ પ્રત્યે કોઈ પણ ખોટી ભાવના નહી. હું તેનાથી જરાપણ નારાજ નથી. જો મારા પ્રેમી જ મને દગો આપી રહ્યા છે, તો તેમાં ટ્વિન્કલની શું ભૂલ છે? તેમાં કોઈ પણ સ્ત્રીનો કોઈ દોષ નથી. તે માત્ર અક્ષયની ભૂલ છે.

9) વિક્રમ ભટ્ટ અને સુષ્મિતા સેન

આ જોડીની ચર્ચા પોતાના સમયમાં આખા શહેરમાં હતી અને તેમની વચ્ચે ચાલી રહેલા રોમાન્સે ઘણા બીજા લોકોને પણ તેના માટે પ્રેરિત કર્યા હતા. સુષ્મિતાએ પણ જાહેરમાં તે વાતનો સ્વીકાર કર્યો હતો કે નિર્દેશક વિક્રમ ભટ્ટ તેની સાથે મુલાકાત કર્યા પછી પોતાની પત્નીને છૂટાછેડા આપવા માંગતા હતા. પરંતુ તે સમયના સંબંધો પાર ઉતરી ન શક્યા અને ટૂંક સમયમાં જ વિવાદો અને આરોપો વચ્ચે ગૂંચવાઈને પુરા થઇ ગયા.

એ પણ જાણવા મળ્યું કે વિક્રમ ભટ્ટનું કોઈ બીજી મહિલા સાથે લફરું ચાલી રહ્યું છે. આગળ જતા પછી વાત ક્યારેય આગળ ન વધી શકી અને સુષ્મિતા અને વિક્રમે છેવટે પોતાના માટે અલગ અલગ રસ્તા પસંદ કરી લીધા. હાલમાં સુષ્મિતા મોડલ રોહમન શોલને ડેટ કરી રહી છે.

10) રાજ કપૂર અને નરગીસ

રાજ કપૂર અને નરગીસની જોડી, બોલીવુડની જોડી સૌથી ઉત્તમ જોડીઓ માંથી એક હતી. જે ક્યારેય એક બીજા સાથે લગ્ન ન કરી શક્યા. ‘શ્રી 420’ ફિલ્મના ગીત ‘પ્યાર હુવા ઈકરાર હુઆ’ માં બંને વચ્ચે સુંદર કેમેસ્ટ્રી જોવા મળી હતી. તેમણે માત્ર ઓન-સ્ક્રીન જ નહિ પરંતુ ઓફ-સ્ક્રીન રોમાન્સ પણ કર્યો હતો.

બંને વચ્ચે કેમેસ્ટ્રી ઘણી સારી હતી અને કહેવામાં આવે છે કે તેમના સંબંધ લગભગ 7 થી 8 વર્ષ સુધી ચાલ્યા, પરંતુ દુર્ભાગ્યની વાત એ હતી કે પાછળથી નરગીસને એક પરણિત પુરુષ સાથે પ્રેમ થઇ ગયો અને તે વાત જાણ્યા પછી પણ તેને તે પુરુષ સાથે રહેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સ્થિતિ ત્યાં સુધી પહોચી ગઈ કે તેમણે કાયદાકીય સલાહ પણ લઇ લીધી, જેથી તે શક્ય ન હતું અને છેવટે આ બંનેની જોડી ન બની શકી.

11) દિલીપ કુમાર અને મધુબાલા

દિલીપ કુમાર અને મધુબાલાએ ‘મોગલે આઝમ’ સહીત ઘણી બીજી સુપરહિટ ફિલ્મોમાં એક સાથે કામ કર્યું હતું, તે દરમિયાન બંનેને પ્રેમ થઇ ગયો હતો, જે સેટ બહાર વાસ્તવિક જીવનમાં પણ વહેલી તકે જોવા મળ્યો હતો. પરંતુ તેમના જીવનમાં ખુશીઓ વધુ સમય સુધી ટકી ન શકી. થોડા સમય પછી તેમના સંબંધો તૂટી ગયા.

પોતાની આત્મકથા- ‘ધ સબસ્ટાંસ એન્ડ ધ શૈડો’ માં દિલીપ કુમારે પોતે ખુલાસો કર્યો હતો કે, ‘મધુબાલાના પિતા તેમના સંબંધોને એક વ્યવસાયની દ્રષ્ટિએ જોતા હતા અને ઈચ્છતા હતા કે તેનું ફિલ્મી દુનિયાથી અલગ કારકિર્દી હોય, પરંતુ એ વાત તે સમયે એક કલાકાર તરીકે તેમને જરાપણ પસંદ આવી ન હતી. તે સ્થાન ઉપર આવીને એક સુપર સ્ટાર માટે એવું કરવું તેમના માટે સરળ ન હતું અને ત્યાર પછી તે મધુબાલાના જીવન માંથી દુર થઇ ગયા.

12) અમિતાભ બચ્ચન અને રેખા

અમિતાભ બચ્ચન અને રેખાની જોડીએ એક નહિ પરંતુ બોલીવુડમાં ઘણી ઉત્તમ ફિલ્મો આપી છે. ‘મિસ્ટર નટવરલાલ’, ‘ગંગા કી સોગંધ’ અને ‘સિલસિલા’ જેવી ફિલ્મોમાં તેમના અભિનયને જોઇને એવું લાગે છે, માનો કે બંને એક બીજા માટે જ બન્યા હોય. તે સમયે બંને જ્યાં પણ જતા, ત્યાં તેની રીલેશનશીપની ચર્ચા શરુ થઇ જતી હતી. આમ તો બંનેએ ક્યારે પણ પોતાના સંબંધોની વાત સ્વીકારી નથી. એટલા માટે તેમનું પ્રેમ ભરેલું જીવન હંમેશા એક કોયડા જેવું જ બનીને રહી ગયું.

જાણવા મુજબ, તેમના જીવનમાં પ્રેમની શરુઆત ‘દો અંજાને’ (1976) માં આવેલી ફિલ્મથી થઇ હતી. તે સમયે બીગ બી પહેલાથી જ એક પરણિત વ્યક્તિ હતા. તે કારણ હતું કે લોકો તેના સંબંધોને લઈને તમામ પ્રકારની વાતો કરવા લાગ્યા હતા. તેની ઉપર નજર પણ રાખવામાં આવતી હતી. ફિલ્મો સિવાય ક્યારે પણ એક સાથે ન મળી શકે, પાછળથી બંનેને દુઃખ સાથે એક બીજાથી અલગ થવું પડ્યું હતું.

13) મિથુન ચક્રવર્તી અને શ્રીદેવી

ફિલ્મોના શુટિંગ દરમિયાન મિથુન ચક્રવર્તી અને શ્રીદેવી એકબીજાની નજીક આવી રહ્યા હતા. હકીકતમાં શ્રીદેવીને એક તોડનારી સ્ત્રી કહેવામાં આવે છે., જેણે મિથુનની વસાવેલી દુનિયા ઉજ્જડ બનાવી દીધી હતી. શ્રીદેવીએ જે સમયે મિથુનના જીવનમાં પ્રવેશ કર્યો હતો. તે સમય તેના લગ્ન યોગિતા બાલી સાથે થઇ ચુક્યા હતા. સમાચારોના જણાવ્યા મુજબ, જયારે શ્રીદેવીને ખબર પડી કે મિથુનના છૂટાછેડા નથી થયા અને તે તેને દગો આપી રહ્યો છે, જેવો તે દાવો કરતી હતી, તો તેણે તેની સાથે સંબંધ તોડી નાખ્યો.

પાછળથી શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કરી લીધા. મિથુન અને શ્રીદેવી બોલીવુડની સૌથી ચર્ચિત જોડીઓ માંથી એક છે, જે લગ્ન બંધનમાં ન બંધાઈ શક્યા. પરંતુ વર્ષ 2018માં શ્રીદેવી આ દુનિયાને વિદાય આપીને ચાલી ગઈ. તેના ગયા પછી ઇન્ડસ્ટ્રીને ઘણો મોટો ઝટકો લાગ્યો હતો.

14) રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ

રણબીર અને દીપિકા બોલીવુડના સૌથી લોકપ્રિય કલાકારો માંથી એક છે. જેની રીલેશનશીપના સાક્ષી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી રહી હતી બંને વચ્ચે પ્રેમથી લઈને એટલી હદે પહોચી ગયા હતા કે તે એક બીજા સાથે લગ્ન કરવા વિષે વિચારવા લાગ્યા હતા. ‘યે જવાની હૈ દીવાની’ અને ‘તમાશા’ જેવી ફિલ્મો કર્યા પછી બંને એકબીજાથી ઘણા નજીક આવી ગયા. પરંતુ બંને વચ્ચે સંબંધ જેવા દેખાતા હતા વાસ્તવમાં તેવા હતા નહિ.

પાછળથી બંનેના પણ બ્રેકઅપ થઇ ગયા. એક ઈન્ટરવ્યુંમાં, રણબીર કપૂરે તે વાત સ્વીકારી હતી કે તેમણે દીપિકાને દગો દીધો હતો. તે સમયે તેમણે એ કહ્યું હતું, ‘હા મેં દગો દીધો છે, આ બધું જીવનમાં અનુભવની ખામીને કારણે જ થયું હતું. હું કોઈપણ જાતની લાલચમાં પડવા માંગતો ન હતો, એટલા માટે એવું કર્યું છે.’

15) સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ

કલાકાર તરીકે બંનેની પહેલી મુલાકાત તે સમયે થઇ જયારે તેણે ‘સ્ટુડેંટ ઓફ ધ ઈયર’ ફિલ્મમાં કામ કરવાનું શરુ કર્યું હતું. ફિલ્મ પૂરી થયા પછી એવું સાંભળવામાં આવ્યું કે બંનેએ એક બીજાને ડેટ કરવાનું શરુ કરી દીધું છે અને બહાર દરેક જગ્યાએ સાથે ફરવા લાગ્યા છે. પરંતુ જો તેમના કહેવા મુજબ તેમની વચ્ચે તે સમયે એવું કાંઈ પણ ન હતું. એક ઈન્ટરવ્યુંમાં વાત કરતા આલિયા ભટ્ટે કહ્યું હતું, ‘આમ તો સિદ્ધાર્થ એક સારો માણસ છે, પરંતુ તેની સાથે અફેયર હોવાની કોઈ શક્યતા નથી.

16) શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપડા

પ્રસંશકોએ ‘કમીને’ ફિલ્મમાં શાહિદ અને પ્રિયંકા ચોપડાને ઓન-સ્ક્રીન રોમાન્સને ખુબ જ પસંદ કર્યો હતો. વાસ્તવમાં તે એ સમય હતો જયારે બંનેની પ્રેમ કહાની શરુ જ થઇ રહી હતી, લોકોને એ વાતની ખબર પડી ગઈ હતી કે બંને એક બીજા સાથે સમય પસાર કરી રહ્યા છે. પાછળથી એક એવો સમય પણ આવ્યો જયારે બંને વચ્ચે કેમેસ્ટ્રી પૂરી થઇ ગઈ. તે એક બીજાથી અલગ થઇ ગયા.

17) ડીનો મોરિયા અને બિપાશા બસુ

આ બંને કલાકારો વચ્ચે જે રીતે સુંદર કેમેસ્ટ્રી સ્ક્રીન ઉપર જોવા મળતી હતી, તેની દર્શકો દ્વારા ઘણી પ્રસંશા થઇ હતી. બંને વચ્ચે કામને કારણે સંબંધો વધતા પાછળથી એક બીજાને ડેટ કરવા સુધી પહોચી ગયા. ફિલ્મ ‘રાજ’ માં બંને વચ્ચે રોમાન્સ દર્શકોને ઘણો પસંદ આવ્યો હતો. બંનેની જોડી એક બીજા સાથે ઘણી સુંદર લાગતી હતી પરંતુ તેમનો પ્રેમ પાર ન પડી શક્યો અને બંને આગળ જતા એક બીજાથી અલગ થઇ ગયા.

18) હરમન બાવેજા અને પ્રિયંકા ચોપડા

ફિલ્મ ‘લવ સ્ટોરી 2050’ ના તુરંત પછી, હરમન બાવેજા અને પ્રિયંકા ચોપડાને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો અને તે વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ હતી. વહેલી તકે બધાને આ સંબંધ વિષે ખબર પડી ગઈ. બંને વચ્ચે રોમાન્સની અફવાઓ પણ ઉડવા લાગી. આમ ઓ જીવનમાં વાત બગડતી ગઈ અને પાછળથી બધાને તેના બ્રેકઅપ વિશે જાણ થઇ.

19) અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર

બોલીવુડમાં અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની સગાઈ તુટવાની વાત આજ સુધી કોયડો બનેલો છે. તેની સાથે જોડાયેલા લોકો માટે તે કોઈ મોટા આઘાતથી ઓછું ન હતું. આજ સુધી કોઈને ખબર ન પડી શકી કે છેવટે બંનેની સગાઈ કેમ તૂટી? બંનેના બ્રેકઅપને લઈને મીડિયામાં તે સમયે ઘણી બધી બાબતો છાપવામાં આવી હતી. એવી વાતો આવી કે, કરિશ્મા કપૂરની માં પોતાની દીકરીના સંબંધ માટે એક છોકરો શોધી રહી હતી.

મીડિયામાં તે સમયે સમાચાર એવા પણ આવ્યા હતા કે કરિશ્માની માતાને તે વાતનો ડર હતો કે ક્યાંક એવું ન બને કે લગ્નજીવનમાં આગળ જતા અભિષેક કરિશ્માની સારી રીતે કાળજી ન લઇ શકે. તે તમામ બાબતોને કારણે કરિશ્માની માતાએ જાણી જોઇને આ સંબંધ વિષે ના કહી દીધી હતી. અને બીજી તરફ એવી વાતો પણ સાંભળવા મળી હતી કે, અભિષેક બચ્ચનની માતાએ લગ્ન પછી ફિલ્મોમાં કામ કરવાની મનાઈ કરી હતી. તે વાત ઉપર કરિશ્મા અને તેમના કુટુંબના લોકો રાજી ન થયા અને પાછળથી બંનેની સગાઈ તૂટી ગઈ.

20) અક્ષય કુમાર અને રવિના ટંડન

અક્ષય કુમાર અને રવિના ટંડનની જોડી બોલીવુડની સૌથી ચર્ચિત જોડીઓ માંથી એક છે. વર્ષ 1994 માં પ્રદર્શિત ફિલ્મ ‘મોહરા’ માં બંનેના અભિનયને લોકોએ ઘણી પ્રસંશા કરી હતી. ફિલ્મમાં ફિલ્માવવામાં આવેલા ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ ઉપર બંનેની સુંદર કેમેસ્ટ્રીએ સેટ ઉપર ધમાલ મચાવી દીધી હતી.

પાછળથી એવા સમાચાર આવ્યા કે બંનેએ છાનામાના મંદિરમાં લગ્ન કરી લીધા છે, પરંતુ અક્ષય કુમારે જાણી જોઇને પોતાના સ્ટારડમ અને મહિલા ફેંસને ગુમાવવાના ડરથી ક્યારે પણ આ સંબંધને જાહેર ન કર્યો. પાછળથી એવી વાતો પણ સાંભળવા મળી કે રવિનાને મળવા માટે અક્ષય કુમારે બે અલગ અલગ સમય નક્કી કર્યા હતા. તે બધી વાતો રવિના સહન ન કરી શકી અને તેણે અક્ષય કુમાર સાથે તેના સંબંધો તોડી નાખ્યા.

તો તમને આ બોલીવુડ સેલેબ્સની લવ લાઈફ કેવી લાગી? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલીવુડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.