20 વર્ષના કરિયરમાં પહેલી વખત અક્ષય ખન્નાએ તોડ્યું મૌન, કહ્યું – કરન જોહરની પાર્ટીમાં જવા….

અભિનેતા અક્ષય ખન્નાની ગણતરી ઇન્ડસ્ટ્રીના ફ્લોપ અભિનેતાઓમાં કરવામાં આવે છે. તેમણે શરુઆતના સમયમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. જેના કારણે જ લોકો વચ્ચે તેમની એક અલગ ઓળખ ઉભી થઇ, પરંતુ હવે તે ઓળખ ક્યાંક ખોવાઈ ચુકી છે, તેવામાં એક વખત ફરીથી તેમની નવી ફિલ્મ પડદા ઉપર રીલીઝ થવા જઈ રહી છે. અક્ષય ખન્નાની ફિલ્મ ‘સબ કુશલ મંગલ’ ટૂંક સમયમાં પડદા ઉપર રીલીઝ થવાની છે, પરંતુ તેવામાં તેમનો એક જોરદાર ઈન્ટરવ્યું સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે.

બોલીવુડ અભિનેતા અક્ષય ખન્નાએ હાલમાં જ એક ઈન્ટરવ્યું આપ્યું, જેમાં તેના દ્વારા કરવામાં આવેલી વાત સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ઈન્ટરવ્યુંમાં તેમણે કરણ જોહરની પાર્ટીઓનું વર્ણન કર્યું છે, જેના કારણે જ આ ઈન્ટરવ્યું સોશિયલ મીડિયા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ખાસ કરીને આ ઈન્ટરવ્યુંમાં તેની પાર્ટીઓમાં ન જવાનું કારણ પૂછવામાં આવ્યું, જેની ઉપર તેમણે જોરદાર જવાબ આપ્યો અને તેની એક કલીપ સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ ગઈ.

કરણ જોહરની પાર્ટીમાં જવાથી કાંઈ નથી મળતું – અક્ષય ખન્ના

બોલીવુડ અભિનેતા અક્ષય ખન્નાએ પોતાના ઈન્ટરવ્યુંમાં કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં કરણ જોહરની પાર્ટીઓમાં જવાથી કામ નથી મળતું. સાથે જ તેમણે વાત સંભાળતા કહ્યું કે ઇન્ડસ્ટ્રીના ક્યા પુસ્તકમાં લખ્યું છે કે મોટા લોકોની પાર્ટીમાં જવાથી કામ મળે છે? ત્યારપછી તેમણે કહ્યું કે માની લો કે હું કરણ જોહરની પાર્ટીમાં ગયો, તો તેની શું ગેરંટી છે કે તે મને પોતાની આગામી ફિલ્મમાં લઇ લેશે અને મને કામ મળી જશે? કદાચ તમારી પાસે પણ જવાબ નહિ હોય.

મને તો તે બધું દેખાડો લાગે છે – અક્ષય ખન્ના

અભિનેતા અક્ષય ખન્નાએ કહ્યું કે જો માની લો કે તેમણે મને કોઈ ફિલ્મમાં કાસ્ટ કરવાનું નક્કી કરી લીધું છે અને હું કરણ જોહરની પાર્ટીમાં ન ગયો તો શું તે મને ફિલ્મમાં નહિ લે? તેમણે આગળ જણાવ્યું કે મને આ વાતો માત્ર બોગસ જ લાગે છે. કેમ કે પાર્ટીમાં જવા કે ન જવાથી તમારા કામ ઉપર કોઈ ફરક નહી પડે, પરંતુ તે સંપૂર્ણ રીતે તમારી ખુશી ઉપર આધાર રાખે છે.

‘સબ કુશલ મંગલ’ માં જોવા મળશે

જણાવી દઈએ કે અક્ષય ખન્નાએ પોતાની કારકિર્દીના ૨૦ વર્ષ પુરા કરી લીધા છે, તેવામાં હવે તેની સુપરહિટ ફિલ્મોની વાત કરવામાં આવી રહી છે. ૨૦ વર્ષની કારકિર્દીમાં અક્ષય ખન્ના માત્ર ૮ સુપરહિટ ફિલ્મો કરી શક્યા છે, જેમાં તેની ‘હમરાજ’ અને ‘તાલ’ જેવી ફિલ્મો રહેલી છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે ખાસ કરીને અભિનેતા તરીકે તેમની કારકિર્દી સારી નથી રહી. હાલમાં તે ફરી એકવખત બોલીવુડમાં કમબેક કરવા જઈ રહ્યા છે અને તેમની ફિલ્મ ‘સબ કુશલ મંગલ’ વહેલી તકે રીલીઝ થવાની છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.