ગઈ વખતે નોટ ની ખાશીયાતો જણાવા માં દેશ નાં મીડિયા હાઉસો એ ખુબ અફવાયો ફેલાવેલી અને બેશાર્મો એ એ બદલ માફી પણ માંગેલી નહિ જ્યારે આવતીકાલે દેશમાં સૌપ્રથમ વખત 200 રૂપિયાની નોટ રજૂ થવા જઇ રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ અંગેની માહિતી આપી. સાથો નવી નોટનું સેમ્પલ પણ જાહેર કરી દીધું છે જેથી બીજા ખોટા ફોટા નો ભ્રમ દુર થાય.
આની પહેલાં બુધવારના રોજ સરકારે 200 રૂપિયાની નોટ રજૂ કરવાના સમાચારની પહેલીવખત પુષ્ટિ કરી હતી. જો કે કહેવાય રહ્યું હતું કે નવી નોટ સપ્ટેમ્બરના પહેલાં સપ્તાહ સુધીમાં રજૂ થશે.
નોટના આગળના ભાગની ખાસિયતો
- ધ્યાનથી જોશો તો એક ઇમેજ દેખાશે જેમાં 200 લખેલું હશે
- દેવનાગરીમાં 200 અંકિત હશે
- વચ્ચે મહાત્મા ગાંધીનો ફોટો
- ‘RBI’, ‘ભારત’, ‘India’ and ‘200’ નાના અક્ષરોમાં અંકિત
- સિક્યોરિટી થ્રેડમાં ‘ભારત’ and RBI લખેલું છે. નોટને હલાવા પર રંગ લીલામાંથી વાદળી દેખાશે.
- મહાત્મા ગાંધીના ફોટોની જમણી બાજુમાં ગેરંટી ક્લોજ, પ્રોમિસ ક્લોજની સાથે ગવર્નરના હસ્તાક્ષર અને આરબીઆઈનું પ્રતિક ચિહ્ન હશે
- નોટની નીચેના ભાગમાં જમણી બાજુ રૂપિયાના પ્રતીકની સાથે 200 કલર બદલનાર ઇંકમાં લખેલું હશે જેનો કલર બદલાઇને લીલામાંથી વાદળી થઇ જશે
- ડાબી બાજુ ઉપરના ભાગમાં અને જમણી બાજુ નીચેના ભાગમાં આકારમાં નાનામાંથી મોટી થતી નંબર પેનલ
જમણી બાજુ નીચેના ભાગમાં રૂ.200 લખેલું છે. જેનો રંગ નોટને હલાવતા લીલામાંથી વાદળી અને વાદળીમાંથી લીલો થઇ જાય છે - જમણી બાજુ અશોક સ્તંભનું પ્રતીક ચિહ્ન છે
- નોટની જમણી બાજુ અશોક સ્તંભનું પ્રતીક બનેલું છે
- તેમાં મહાત્મા ગાંધીનું ચિત્ર પણ છે
- સાથો સાથ તેમાં ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક પણ આપેલા છે
અંધજનો માટે…
નોટમાં અશોક સ્તંભ, મહાત્મા ગાંધી, અને Hનું નિશાન બહારની તરફ ઉભરેલું છે આથી અંધજનો માટે નોટની ઓળખ કરવામાં સરળતા રહી શકે. નોટની આગળના ભાગમાં બંને છેડા પર ખાસ નિશાન પણ છે.
નોટની પાછળના ભાગની ખાસિયતો
- નોટની ડાબી બાજુ છપામણીનું વર્ષ
- સ્વચ્છા ભારત અભિયાનનો લોગો
- વિભિન્ન ભાષાઓવાળી પેનલ
- સાંચી સ્તૂપની આકૃતિ
- દેવનાગરી લિપિમાં બસો રૂપિયા લખેલું
આકાર
200 રૂપિયાની નવી નોટ 66 mm પહોળી અને 146 mm લાંબી છે