વર્ષ 2018 : મોટા બજેટની હોવા છતાં મહાફલોપ રહી આ ફિલ્મો, 10 નાની ફિલ્મોએ બજેટ કરતા કેટલાય ગણી વધુ કરી કમાણી

વર્ષ ૨૦૧૮ પસાર થઇ ગયું છે પરંતુ તેમ છતાંપણ પસાર થયેલા વર્ષની વાતો લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે. પરંતુ બોલીવુડમાં માત્ર એ વાત ઉપર ચર્ચા છે કે ગયા વર્ષે મોટા બજેટની ફિલ્મોની સરખામણીએ નાના બજેટની ફિલ્મોએ બાજી મારી. ઘણા મોટા કલાકારોને બોક્સ ઓફીસ ઉપર ઉંધા મોઢે પછાડ ખાવી પડી, પરંતુ ઓછા બજેટના કલાકારો બોક્સ ઓફીસના કિંગ બનીને ઉભર્યા.

મોટા કલાકારોમાં સલમાન ખાનની રેસ-૩, આમીર ખાનની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અને શાહરૂખ ખાનની ઝીરોએ બોક્સ ઓફીસ ઉપર કાંઈ વિશેષ કમાલ ન દેખાડી. જો કે રાજકુમાર રાવની સ્ત્રી અને આયુષ્માન ખુરાનાની અંધાધુંધ અને બધાઈ હો એ ઘણા રેકોર્ડ તોડી દીધા. એટલા માટે અમે જણાવી રહ્યા છીએ વર્ષ ૨૦૧૮ માં મોટા બજેટની હોવા છતાંપણ મહાફ્લોપ રહી આ ફિલ્મો, તમે પણ જુવો તેમાં તમારી ફેવરીટ ફિલ્મો તો નથી?

મોટા બજેટ હોવા છતાંપણ મહાફ્લોપ રહી આ ફિલ્મો :

સત્યમેવ જયતે :

નિર્દેશક મિલાપ ઝવેરીએ દેશભક્તિ ફિલ્મ સત્યમેવ જયતે બનાવી. આ ફિલ્મમાં મનોજ બાજપાઈ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં હતા અને તેમના અભિનયને દર્શકોને સિનેમાઘર તરફ ખેંચવા માટે મજબુર કર્યા. સ્વત્રંતા દિવસના સમય વખતે રીલીઝ થયેલી આ ફિલ્મએ ૪૦ કરોડના બજેટ માં લગભગ ૮૧.૧૫ કરોડનો બિઝનેસ કર્યો અને લગભગ ૧૨૦ ટકા નફો કર્યો.

વિરે દી વેડિંગ :

કરીના કપૂરની પ્રેગનેન્સી પછી પાછા ફરીને આવેલી ફિલ્મ વિરે દી વિડીંગ માં ચાર સહેલીઓની વાર્તા દર્શકોને ઘણી પસંદ આવી. ફિલ્મમાં કરીના ઉપરાંત સોનમ કપૂર અને સ્વરા ભાસ્કર મુખ્ય પાત્રમાં હતા. આ ફિલ્મનું બજેટ ૩૫ કરોડ હતું જો કે ફિલ્મએ ૮૦.૨૩ કરોડ રૂપિયાનો ધંધો કર્યો એટલે કે તેણે પુરા ૧૨૯ ટકાનો નફો કર્યો.

હિચકી :

વર્ષ ૨૦૧૮ માં અભિનેત્રીએ ફિલ્મ હિચકી દ્વારા જોરદાર પરફોર્મેસ આપ્યું જેથી તેણે એક વખત ફરી સૌનું દિલ જીતી લીધું. માત્ર ૨૦ કરોડમાં બનેલી ફિલ્મ હિચકીએ બોક્સ ઓફીસ ઉપર ૪૬.૧૭ કરોડ રૂપિયા કમાયા. તે ઉપરાંત ફિલ્મને ચીનના અમુક સીનેમા ઘરોમાં પણ રીલીઝ કરવામાં આવી ત્યાં પણ ફિલ્મએ કરોડોનો ધંધો કર્યો.

બાગી-ર :

ટાઈગર શ્રોફ અને દિશા પટ્ટણીના અભિનય વાળી ફિલ્મ બાગી-૨ પણ બોક્સ ઓફીસ ઉપર રેકોર્ડ ઉભો કર્યો. ફિલ્મનું બજેટ ૬૦ કરોડ રૂપિયા હતું. જો કે ફિલ્મએ ૧૬૫ કરોડનો જોરદાર ધંધો કર્યો. ફિલ્મએ ઘણા કરોડનો ફાયદો મેળવ્યો.

રાજી :

બોલીવુડના નવા સમયની ઉત્તમ અભિનેત્રી આલિયા ભટ્ટએ મેઘના ગુલઝારની ફિલ્મ રાજીમાં જોરદાર અભિનય કર્યો અને પોતાને ફરી એક વખત સાબિત કરી. માત્ર ૩૦ કરોડમાં બનેલી આ ફિલ્મએ બોક્સ ઓફીસ ઉપર ૧૨૩.૧૭ કરોડ નો ધંધો કર્યો. અને લગભગ ૩૧૦ ટકાનો નફો કર્યો.

અંધાધુન :

આયુષ્માન ખુરાના, તબ્બુ અને રાધિકા આપ્ટે દ્વારા અભિનીત ફિલ્મ અંધાધૂનએ બોક્સ ઓફીસ ઉપર ૭૨.૫ કરોડનો ધંધો કર્યો. જો કે ફિલ્મનું બજેટ ૨૦ કરોડ રૂપિયા હતું. ફિલ્મએ ૨૬૨ ટકા નફો કમાયો છે.

સંજુ :

નિર્દેશક રાજકુમાર હીરાનીની ફિલ્મ સંજુમાં સંજય દત્તની બાયોપિક હતી. જેને રણબીર કપૂરએ સરસ રીતે નિભાવી હતી. ૮૦ કરોડના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મએ ૩૦૦ કરોડનો બોક્સ ઓફીસ ઉપર ધંધો કર્યો એટલે ૩૨૬ ટકાનો નફો કમાયો હતો.

સોનું કે ટીટુ કી સ્વીટી :

ફિલ્મ સોનું કે ટીટુ કી સ્વીટીનું બજેટ ૨૪ કરોડ રૂપિયા હતું. જો કે ફિલ્મએ ૧૦૮ કરોડની જોરદાર કમાણી કરી હતી. ફિલ્મમાં કાર્તિક આર્યનનો અભિનય દર્શકોને ઘણો પસંદ આવ્યો અને ફિલ્મએ ૩૫૨ ટકા નફો કમાયા હતા.

બધાઈ હો :

વર્ષની સૌથી મોટી ફિલ્મ બની બધાઈ હો. જેણે બોક્સ ઓફીસ ઉપર ૧૩૬.૮૦ કરોડનો જોરદાર ધંધો કર્યો જો કે ફિલ્મનું બજેટ ૨૨ કરોડ જ હતું. એટલે કે ફિલ્મએ ૫૨૧ ટકાનો નફો કમાયો હતા અને આયુષ્યમાન ખુરાનાના ખાતામાં એક બીજી સુપરહિટ ફિલ્મ આવી ગઈ હતી.

સ્ત્રી :
ગયા વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સ્ત્રીએ પણ ૫૮૪ ટકાનો નફો કર્યો. ૨૦ કરોડમાં બનેલી ફિલ્મએ ૧૨૯.૬૭ કરોડનો ધંધો કર્યો હતો. ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર મુખ્ય પાત્રોમાં હતા.