2019 પૂરું થતા પહેલા મંદિરમાં કરો આ 3 કામ, 2020 માં ખુલી જશે ભાગ્ય ના દ્વાર

વહેલી તકે જ આ વર્ષ એટલે કે ૨૦૧૯ સમાપ્ત થવા જઈ રહ્યું છે. તેવામાં ૧ જાન્યુઆરીથી વર્ષ ૨૦૨૦ની શરૂઆત થઇ જશે. ૨૦૧૯ થોડા લોકો માટે સારું ગયું હશે તો તે થોડા માટે ઘણું ખરાબ સાબિત થયું હશે. બધા એવું ઈચ્છે છે કે આવનારા નવા વર્ષમાં તેના નસીબના સ્ટાર જરૂર ચમકે. તેવામાં નવા વર્ષમાં સારા ભાગ્ય માટે તમારે થોડા વિશેષ કામ કરવા પડશે. આ બધા કામ મંદિરની અંદર પુરા થશે. જો તમે તેને ૨૦૧૯ના સમાપ્ત થતા પહેલા પુરા કરી લો, તો તમારું ૨૦૨૦ વર્ષ ઘણું જ ભાગ્યશાળી સાબિત થશે.

૧. ખોટા કામની માફી :

કહેવાય છે ને કે ભૂલ માણસથી જ થાય છે. આપણા બધાના જીવનમાં પણ કોઈને કોઈ ભૂલ જરૂર થાય છે. કોઈનું દિલ દુભાવવું, ખોટું કરવું, હિંસા કરવી કે કોઈ સાથે ઘણા જ ખોટા કામ કરવા એ તમારા આવનારા વર્ષમાં ભારે પડી શકે છે.

તેવામાં તમારી ભલાઈ તેમાં છે કે મંદીરમાં જઈને તમે ભગવાનના ચરણોમાં નમી જાવ અને તમારા તમામ ખોટા કામોની દિલથી માફી માગી લો. તમે ધારો તો તમારા પ્રાયશ્ચિત માટે તે ખોટા કામને સુધારવાનો પ્રયાસ પણ કરી શકો છો, જો તમે કોઈ સાથે ખરાબ કરો છો તો તમારી સાથે પણ ખરાબ જ થાય છે એટલા માટે પહેલા જ ઈશ્વર પાસે ક્ષમા માગી લો.

૨. મોટું દાન :

વર્ષના અંત સુધી તમે મંદિરમાં કોઈપણ મોટી વસ્તુનું દાન કરી દો. તે પૈસા કે મંદિરની સામગ્રી હોઈ શકે છે. તમે ધારો તો મંદિરમાં ભંડારો પણ કરાવી શકો છો. આ કામ કરવાથી ભગવાન પ્રસન્ન થસે અને તમારી ઉપર કૃપા દ્રષ્ટિ હંમેશા જાળવી રાખશે. એટલા માટે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમે મંદિરમાં કોઈને કોઈ દાન જરૂર કરો. તેનાથી તમારું ભાગ્ય ખરેખર સુધરી જશે.

3. દોરા વાળું નારીયેલ :

એક નારીયેલ લો અને તેની ઉપર પૂજાનો દોરો બાંધી દો. હવે મંદિર જઈને ભગવાન સામે દીપક પ્રગટાવો અને તે નારીયેલ પણ મૂકી દો. ત્યારપછી ઈશ્વર પાસે તમારી કોઈપણ મનોકામના જણાવો. હવે આ નારીયેલ ફોડીને તેનો પ્રસાદ મંદિરમાં ચડાવો અને પોતે પણ ગ્રહણ કરો.

જે પૂજાનો દોરો તમે નારીયેલમાં બાંધ્યો હતો તેને તમારા હાથમાં બાંધી લો. તેને ઓછામાં ઓછા ૧૦૧ દિવસ સુધી બાંધી રાખો. આ દોરો તમારા જીવનમાં ભાગ્યને પ્રબળ બનાવવાનું કામ કરશે. સાથે જ દુર્ભાગ્યને દુર રાખતા તમારું રક્ષણ કરશે.

અમને આશા છે કે તમને આ ઉપાય પસંદ આવ્યા હશે, અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારું આવનારું વર્ષ તમારા માટે ઢગલાબંધ ખુશીઓ લઈને આવે. જો તમે આ વર્ષના સમાપ્ત થતા પહેલા આ ત્રણ કામ કરી લો છો તો તમારું આવનારું વર્ષ ખુશીઓ લઈને આવશે. પછી તમને કોઈ વસ્તુનું ટેન્શન લેવાની જરૂર નહિ રહે. તો આવો ઝડપથી આ ત્રણ કામ કરવામાં લાગી જઈએ અને આપણા ભાગ્યના દ્વાર ખોલી દઈએ.