૨૦૧૯ માં જાણો તમારી રાશી ઉપર છે શનીનો કયો પાયો અને શું છે તેની અસર?

જ્યોતિષમાં શની ગ્રહને સર્વાધિક મહત્વનો માનવામાં આવે છે. શની ગ્રહની શુભ અને અશુભ અસરથી વ્યક્તિના ભાગ્યની દિશા નક્કી થાય છે. જેવી રીતે શનીનું ભ્રમણ તમામ ૧૨ રાશીઓને અસર કરે છે, બસ એવી જ રીતે શનીનો પાયો (બાળકના જન્મ પછી એની કુંડલી બને છે અને એ કુંડળીને ચાર ભાગમાં વહેચવામાં આવે છે જેને પાયો તેમજ પાદ કહે છે.) પણ રાશીઓ ઉપર શુભ અને અશુભ અસર કરે છે. શનીને ૪ પ્રકારના પાયા હોય છે. તેમાં ચાંદી, લોખંડ, તાંબુ અને સોનું રહેલા છે. જાણો વર્ષ ૨૦૧૯ માં તમારી રાશીમાં આવે છે શનીનો કયો પાયો અને શું હશે તેની અસર.

મેષ, સિંહ અને વૃશ્ચિક ઉપર ચાંદી પાયો :

વર્ષ ૨૦૧૯ માં મેષ, સિંહ અને વૃશ્ચિક રાશી ઉપર ચાંદીનો પાયો છે. આ રાશીના વ્યક્તિઓને આ વર્ષે ચાંદી જ ચાંદી છે. ચાંદી પાયો હોવાથી તેને આ વર્ષ નોકરીમાં પ્રગતી સાથે, વિદેશ જવાનું તેમજ વેપાર ધંધામાં આકસ્મિક લાભની સાથે જમીન – વાહન વગેરેનું સુખ પ્રાપ્ત થઇ શકે છે. આ રાશીઓના વ્યક્તિના પરિવારમાં પણ સુખ શાંતિ રહેશે અને તમામ કામ સરળતાથી પુરા થશે અને શુભ ફળ પ્રાપ્ત થશે.

વૃષભ, કન્યા અને મકરના ભાગમાં લોખંડ પાયો :

આ ૩ રાશીઓના ભાગમાં શનીનો લોખંડનો પાયો આવે છે. શનીના લોખંડના પાયાને અશુભ માનવામાં આવે છે. આ રાશીઓના વ્યક્તિઓએ આ વર્ષ પારિવારિક ઝગડા અને કલેશનો સામનો કરવો પડી શકે છે. તમારા સુધરતા કામ બગડી શકે છે. આવકમાં પણ ઘટાડો થઇ શકે છે. ખર્ચ પણ વધી શકે છે. અકસ્માત વગેરેથી પણ સાચવીને ચાલવાની જરૂર છે. ઈજા તમને નુકશાન પહોચાડી શકે છે.

મિથુન, તુલા અને મીનમાં તાંબાનો પાયો :

જે રાશીઓમાં શનીનો તાંબાનો પાયો આવે છે તેને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ વર્ષમાં મિથુન, તુલા અને મીન રાશીઓને શનીનો તાંબાનો પાયો પ્રાપ્ત થયો છે. આ રાશીઓના વ્યક્તિઓને નોકરી કેરિયરમાં સફળતા મળવાના યોગ છે. વિદ્યામાં પણ રૂચી વધશે. વ્યક્તિના કામ સુધરવા સાથે જ તેને વાહનની ખરીદીમાં પણ સફળતા મળી શકે છે. ધન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. વાહનની પણ ખરીદી કરી શકો છો.

કર્ક, ધન અને કુંભને સોનાનો પાયો :

શની ગ્રહ આ વર્ષે આ ૩ રાશીઓમાં સોનાના પાયા સાથે આવે છે. શનીના સોનાના પાયાને પણ અશુભ માનવામાં આવે છે. એવા વ્યક્તિઓએ આ વર્ષમાં સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. ખર્ચના વધારા સાથે જ આવકમાં પણ ઘટાડો આવી શકે છે. શરીરમાં પીડા, રોગ, ભય અને તણાવને કારણે તમે ઘણા દુ:ખી થઇ શકો છો. તમારા પરિવારમાં પણ મતભેદનો સામનો કરવો પડી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.