2019 માં સેક્વિન સાડીના ક્રેઝથી હસીનાઓ બચી શકી નહિ, કરીનાથી લઈને તારા સુધી દેખાયો જલવો

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

કહેવાય છે કે મહિલાઓની સાચી સુંદરતા સાડીમાં જ નીખરી આવે છે. સાડી હિન્દુસ્તાની મહિલાની ઓળખ હોય છે. એક છોકરી સાડીમાં જેટલી સુદંર દેખાય છે એટલી જ સુંદર તે બીજા કોઈ પહેરવેશમાં નથી દેખાતી. સાડી પહેરવાની પરંપરા ઘણી જૂની છે. સમય સાથે સાથે સાડી પહેરવાની સ્ટાઇલ જરૂર બદલાઈ ગઈ છે, બોલીવુડ અભિનેત્રીઓ પણ સાડીમાં ઘણી સુંદર દેખાય છે. ઘણી પ્રસિદ્ધ અભિનેત્રીઓ ફિલ્મોમાં સાડી પહેરીને પોતાનો જાદુ પાથરી ચુકી છે.

૨૦૧૯ થોડા જ દિવસોમાં પૂરું થઇ જશે અને આ વર્ષ મનીષ મલ્હોત્રા દ્વારા બનાવવામાં આવેલી સેક્વિન શીમરી સાડીઓ ઘણી ટ્રેડમાં રહી. કરીના કપૂર, તારા સુતારીયાથી લઈને નુસરત ભરૂચે ખાસ સમય ઉપર આ સાડીઓ પહેરવાનું પસંદ કર્યું, આવો એક નજર કરીએ આ વર્ષે કઈ અભિનેત્રીના લુકમાં સેક્વિન સાડીઓએ ચાર ચાંદ લગાવી દીધા.

કરીના કપૂર ખાન :-

કરીનાએ ‘ડાંસ ઇંડિયા ડાંસ’ ના સેટ ઉપર મનીષ મલ્હોત્રા દ્વારા બનાવેલી રોજ પિંક કલરની શિમરી સાડી પહેરી હતી. ગોલ્ડન કલરનના બ્રાલેટ સાથે આ સાડીમાં કરીના કપૂર ઘણી સુદંર દેખાઈ રહી હતી.

કૃતિ સેનન :-

મુંબઈમાં ગણેશ ઉત્સવ દરમિયાન કૃતિ મનીષ મલ્હોત્રાની બનાવેલી સાડી પહેરી હતી. આઈવરી કલરની સાડીમાં કૃતિની સુંદરતા જોવા જેવી રહી હતી. ફેંસે પણ કૃતિના આ લુકની ઘણી પ્રસંશા કરી હતી.

જાહ્નવી કપૂર :-

જાહ્નવી કપૂર પણ સેક્વિન શિમરી સાડીના ટ્રેડથી બચી શકી નથી. થોડા દિવસો પહેલા તેમણે મનીષ મલ્હોત્રા દ્વારા બનાવેલી પર્પલ રંગની શિમરી સાડી પહેરી હતી, જેની તસ્વીર ઈંસ્ટાગ્રામ ઉપર શેર કરી હતી.

તારા સુતારીયા :-

દિવાળી પાર્ટી દરમિયાન તારાએ મેટેલીક સિલ્વર રંગની સેક્વીન સાડી પહેરી હતી. જેમાં તે ઘણી સુંદર દેખાઈ રહી હતી, તારાના આ લુક ખુબ ચર્ચામાં રહ્યો હતો.

કરિશ્મા કપૂર :-

લેકમે ફેશન વિક ઉપર કરિશ્માએ મનીષ મલ્હોત્રાની બનાવેલી કાળા રંગની સેક્વીન સાડી પહેરી હતી. લો બન અને ન્યુડ લુપસ્ટીપ કરિશ્માના લુક સાથે પરફેક્ટ સેટ થઇ રહ્યો હતો.

જેકલીન ફર્નાડીસ :-

તે ઉપરાંત જેકલીન ફર્નાડીસ પણ સેક્વીન સાડીના ક્રેજથી બચી શકી નથી. હાલમાં જ જેકલીને એક ફોટોશૂટ દરમિયાન મનીષ મલ્હોત્રાની બનાવેલી પીળા કલરની સેક્વીન સાડી પહેરી હતી. તે લેંઘા સ્ટાઇલમાં આ સાડી પહેરી હતી.

ભૂમિ પેડનેકર :-

હાલમાં જ ભુમી પેડનેકરે પણ મનીષ મલ્હોત્રા દ્વારા બનાવેલી આછા પીળા કલરની સેક્વીન સાડી પહેરી હતી. ફિલ્મ પતિ પત્ની ઓર વો’ ના પ્રમોશન દરમિયાન ભૂમિએ આ સાડી પહેરી હતી. જેમાં તે ઘણી સુંદર દેખાઈ રહી હતી.