2020 માં આ રાશિઓ વાળાની ચમકશે કારકિર્દી, મળશે ઘણી પ્રગતી જાણો તમારું 2020 કેવું રહેશે

વર્ષ ૨૦૨૦ આવવાની તૈયારી છે. નવા વર્ષમાં કેવી રહેશે તમારી કારકિર્દી? શું તમને મળશે સફળતા કે હજુ જોવી પડશે રાહ, નવા વર્ષમાં તમારે ક્યા પડકારનો સામનો કરવો પડશે અને કઈ દિશામાં તમારે મહેનત કરવી પડશે. આવો જાણીએ જ્યોતિષ વેબસાઈટ એસ્ટ્રોસેજ માંથી વાર્ષિક રાશિફળ.

મેષ

૨૦૨૦ મેષ રાશીવાળા લોકો માટે ઘણી સંભાવનાઓ લઈને આવશે. આ રાશીના ઘણા વ્યક્તિઓની કારકિર્દી આ વર્ષે નવા શિખરો સર કરશે. જો તમે કોઈ કાયમી નોકરીની શોધમાં છો તો આ વર્ષે તમને તે મળી શકે છે. તમારા સીનીયર તમારા કામથી ખુશ થશે. મેષ રાશિના વેપારીઓ માટે પણ આ વર્ષ ઉત્તમ રહેવાની સંપૂર્ણ આશા છે. નોકરી સાથે જોડાયેલા લોકોએ આ વર્ષ પોતાના ઉપરી અધિકારીઓ સાથે માથાકૂટ કરવાથી દુર રહેવું જોઈએ.

વૃષભ

કારકિર્દીની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ વર્ષ તમારા માટે ઘણું મહત્વનું રહી શકે છે. કાર્યક્ષેત્રમાં આ વર્ષે તમે નવી ઓળખ ઉભી કરશો અને પ્રગતીના નવા રસ્તા ખુલશે. માર્ચથી જુન સુધીના સમયગાળામાં તમને થોડી મુશ્કેલીઓ આવી શકે છે અને તમારું મન તે દરમિયાન દુઃખી થઇ શકે છે. આ સમયે તમારે ધીરજથી ચાલવું પડશે. વૃષભ રાશિના લોકો પોતાના વેપારમાં નવી યોજનાઓ ઉમેરી શકે છે. નોકરી ધંધાવાળા લોકોને આ વર્ષે નવા પ્રોજેક્ટ મળવાની શક્યતા છે. વર્ષના અંતમાં તમને તમારી મહેનતનું સારું ફળ મળશે.

મિથુન રાશી

૨૦૨૦માં મિથુન રાશીના લોકોએ વિચારવા કરતા વધુ પોતાના કામ કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ. કાર્યક્ષેત્રમાં આ વર્ષમાં તમને સામાન્ય ફળ મળશે. ૨૦૨૦ તમારા ધીરજની પરીક્ષા લઇ શકે છે કેમ કે શની આ વર્ષે તમારા અષ્ટમ ભાવમાં હશે. શનીની સ્થિતિને કારણે તમારે ધંધામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિથુન રાશીના નોકરી ધંધાવાળા લોકોએ આ વર્ષે ઘણી મહેનત કરવી પડશે. આ રાશીના વ્યક્તિએ આ વર્ષે નવો ધંધો શરુ કરવાથી દુર રહેવું જોઈએ.

કર્ક રાશી

વર્ષ ૨૦૨૦ કર્ક રાશીના લોકો માટે કારકિર્દીની ગણતરીએ સામાન્ય રહેશે. આમ તો થોડા મહિનામાં શુભ ફળોની પ્રાપ્તિ પણ થશે. આ વર્ષ તમારા માટે થોડા ઉતાર ચડાવ લઈને આવશે. કોઈ નવો વેપાર શરુ કરવા માટે આ વર્ષ સારું રહેશે. કર્ક રાશીવાળા લોકો માટે એપ્રિલથી જુલાઈ વચ્ચેનો સમય લાભદાયક સિદ્ધ થશે કેમ કે આ સમય શનિદેવ અને બૃહસ્પતીનું ભ્રમણ સપ્તમ ભાવમાં રહેશે. નોકરી ધંધાવાળા લોકોએ સમયનો સાચો ઉપયોગ કરવો પડશે.

સિંહ રાશી

નવા વર્ષમાં સિંહ રાશીવાળા વ્યક્તિઓને કારકિર્દીની નવી તકો મળશે. આ વર્ષની શરુઆતમાં શની દેવ તમારા છઠ્ઠા ઘરમાં પ્રવેશ કરશે અને આખું વર્ષ આ ભાવમાં સ્થિત રહેશે. સિંહ રાશીના લોકોને શનીના ભ્રમણથી કાર્યક્ષેત્રમાં મનપસંદ ફળોની પ્રાપ્તિ થઇ શકે છે. તમારું ધ્યાન આ વર્ષે સંપૂર્ણ તમારા કામ ઉપર રહેશે જેને લઈને તમે સારું પ્રદર્શન કરવામાં સફળ રહેશો.

કન્યા રાશી

આ રાશીના વેપારીઓને ૨૦૨૦ની શરુઆતમાં મનપસંદ પરિણામ મળી શકે છે. જે લોકો નોકરી ધંધા સાથે જોડાયેલા છે તે નીકરીમાં પરિવર્તન કરી શકે છે કે પછી તેની બદલી થઇ શકે છે. આ વર્ષે તમને તમારા ઉપરી અધિકારોનો સહકાર પ્રાપ્ત થશે જેને લઈને તમે કામને પણ સારી રીતે કરી શકવામાં સક્ષમ રહેશો. કન્યા રાશીના જે વ્યક્તિ હજુ સુધી બેરોજગાર છે તેમને વર્ષ ૨૦૨૦માં નોકરી મળી શકે છે. વર્ષનો મધ્ય ભાગ તમારા માટે ઘણો શુભ છે.

તુલા રાશી

૨૦૨૦માં તુલા રાશિના વ્યક્તિને કારકિર્દી ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તનતોડ મહેનત કરવી પડશે. આ વર્ષે તમારે બીજા લોકો સાથે સંબંધ વધારવાથી વધુ તમારા કામ ઉપર ધ્યાન આપવું પડશે ત્યારે તમે સારી સ્થિતિમાં રહેશો. આ વર્ષે શની દેવ તમારા ચતુર્થ ભાવમાં ભ્રમણ કરશે અને લગ્ન ભાવ સાથે સાથે તમારા છઠ્ઠા અને દસમાં ભાવ ઉપર પણ અસર કરશે. તુલા રાશીના લોકોના કાર્યક્ષેત્રમાં તેમની પ્રતિભા ઉપર પ્રશ્ન ઉભા થઇ શકે છે પરંતુ તમારે કોઈપણ પરિસ્થિતિમાં ગભરાયા વગર સંપૂર્ણ બુદ્ધીપૂર્વક કામ કરવું જોઈએ.

વૃશ્ચિક રાશી

વૃશ્ચિક રાશીના વ્યક્તિઓ માટે આ વર્ષ સામાન્ય રહેવાની આશા છે, આમ તો ભાગ્યનો સાથ આ વર્ષે તમારી સાથે રહેશે. જો તમે આ વર્ષે કોઈ નવા કામની શરુઆત કરો છો તો તમને સારા ફળની પ્રાપ્તિ જરૂર થશે. વૃશ્ચિક રાશીના વ્યક્તિઓની બદલી પણ આ વર્ષ થઇ શકે છે જેને કારણે તમને મુશ્કેલી થઇ શકે છે પરંતુ સમય સાથે સાથે તમે નવી પરિસ્થિતિમાં ઢળી જશો, વર્ષના છેલ્લા મહિનામાં આ રાશિના વ્યક્તિને કાર્યક્ષેત્રમાં પ્રગતી મળી શકે છે.

ધનું રાશી

૨૦૨૦માં ધનું રાશીવાળાના નવા સપના પુરા કરી શકે છે. કારકિર્દીમાં આ વર્ષ તમને ઘણા સારા ફળ મળવાની આશા છે. જે લોકો વેપાર કરે છે તેમના માટે પણ આ વર્ષ શુભ રહેવાનું છે. ધનું રાશીના લોકો આ વર્ષે જે કામ કરશે તેમાંથી નફો તો થશે જ સાથે જ થોડા એવા સ્ત્રોતો માંથી પણ તમને ધન મળી શકે છે જ્યાંથી ધન મળવાની કોઈ આશા જ ન હતી. નોકરી ધંધા સાથે જોડાયેલા છે તે આ વર્ષ પોતાના કામને કારણે પ્રસંશા પાત્ર બનશે.

મકર રાશી

વર્ષ ૨૦૨૦ મકર રાશીના વ્યક્તિને કારકિર્દીમાં મિશ્ર પરિણામ આપશે. આ વર્ષે તમારે તમારા કામ ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે કેમ કે તમારા લગ્ન ભાવમાં બેઠેલા શની દેવ તમારા દશમ ભાવને અસર કરશે. આ રાશીના થોડા વ્યક્તિને કામની બાબતમાં આ વર્ષે સ્થળ પરિવર્તન પણ કરવું પડી શકે છે. મકર રાશીના લોકોને આ વર્ષે વિદેશ જવાની તક પણ પ્રાપ્ત થઇ શકે છે. વેપારમાં પ્રગતી મેળવવા માટે આ વર્ષે તમારે વેપારમાં પણ સારા ફેરફાર લાવવા પડશે.

કુંભ રાશી

કુંભ રાશીના લોકોને ૨૦૨૦માં કારકિર્દીના ક્ષેત્રમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે તમારે કાર્યક્ષેત્રમાં થોડા માનસિક તણાવની સ્થિતિ માંથી પસાર થવું પડી શકે છે. આ રાશીના થોડા વ્યક્તિ દબાણમાં આવીને આ વર્ષે નોકરી છોડી પણ શકે છે. કુંભ રાશીના જે લોકો પાર્ટનરશીપમાં વેપાર કરી રહ્યા છે, તેમના માટે આ વર્ષ સારું રહેશે. ખાસ કરીને એપ્રિલથી જુનનો સમય તમને મનપસંદ ફળ અપાવશે. જે વ્યક્તિ આ વર્ષે નવો ધંધો શરુ કરવાનું વિચારી રહ્યા છે તેને સમજી વિચારીને આગળ વધવું જોઈએ.

મીન રાશી

૨૦૨૦માં મીન રાશીવાળા વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશે. તમારા સારા કામની આ વર્ષે નોંધ પણ લેવામાં આવશે. આ વર્ષે તમારી નિર્ણય લેવાની ક્ષમતા તમને આગળ વધારવામાં મદદ કરશે. મીન રાશીના લોકો માટે માર્ચના છેલ્લા અઠવાડિયાથી જુનના અંત સુધીનો સમય ફળદાયક સાબિત થશે કેમ કે આ સમય તમારી આવક વધી શકે છે. તમારે પૈસા કમાવા માટે કોઈ પણ પ્રકારના ટૂંકા રસ્તા ન અપનાવવા જોઈએ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.