વર્ષ 2020 માં બની જશો માલામાલ, બસ કરી નાખો લાલ પુસ્તકમાં જણાવેલ આ સરળ ઉપાય

નવું વર્ષ શરુ થવાનું છે. નવા વર્ષમાં તમારું ભાગ્ય ચમકતું રહે અને તમને ધન પ્રાપ્તિ થઇ શકે તેના માટે નીચે જણાવવામાં આવેલા ઉપાયો કરો. લાલ પુસ્તકમાં જણાવવામાં આવેલા ઉપાય સચોટ છે અને તે કરવાથી નવા વર્ષમાં તમે માલામાલ બની જશો.

ધનવાન બનવા માટે કરો આ સરળ ઉપાય
ગ્રહ સાથે જોડાયેલો ઉપાય
જો કોઈ ગ્રહ તમને અનુકુળ નથી તો તમે આ તુટકા કરો. આ કરવાથી ગ્રહ શાંત થઇ જશે અને તમને ધન લાભ થશે.

સૂર્ય ગ્રહ : જે લોકોની કુંડળીમાં સૂર્ય ગ્રહની દિશા સારી નથી ચાલી રહી. તે લોકો તાંબાના સિક્કા વહેતા પાણીમાં પધરાવી દો. આ તુટકો કરવાથી સૂર્ય ગ્રહ તમને શુભ ફળ આપશે.

ચંદ્ર ગ્રહ : ચંદ્ર ગ્રહને શાંત કરવા માટે દુધની અંદર ચાંદીના સિક્કા નાખી દો. ત્યારપછી આ દૂધ કોઈ ઝાડ ઉપર ચડાવી દો. આ ઉપાય કરવાથી ચંદ્ર ગ્રહના પ્રકોપથી તમારું રક્ષણ થશે.

મંગળ ગ્રહ : મંગળવારે લાલ રંગની વસ્તુનું દાન કરો અને હનુમાનને લાલ રંગનું સિંદુર અર્પણ કરો.

બુધ ગ્રહ : બુધ ગ્રહને શાંત કરવા માટે લીલી વસ્તુનું દાન કરો અને માથા ઉપર લાલ રંગનું સિંદુર લગાવો.

ગુરૂ ગ્રહ : ગુરુવારના દિવસે પીળી દાળનું દાન કરો અને હળદરનું તિલક તમારા માથા ઉપર લગાવો. તે ઉપરાંત કેળાના ઝાડની પૂજા કરો.

શુક્ર ગ્રહ : શુક્રવારના દિવસે દૂધ અને દહીંનું દાન કરો.

શની ગ્રહ : શની ગ્રહને શાંત કરવા માટે તેલનું દાન કરો અને કાળો ધાબળો કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપો.

રાહુ ગ્રહ : આ ગ્રહને પોતાને અનુરૂપ કરવા માટે વહેતા પાણીમાં લોખંડની વસ્તુ પ્રવાહિત કરો અને મુળીનું દાન કરો.

કેતુ ગ્રહ : કેતુ ગ્રહના પ્રકોપથી બચવા માટે સફેદ તલ વહેતા પાણીમાં પધરાવો.

અન્ન દાન

માલામાલ બનવા માટે આ તુટકો કરો. તેમાં રાત્રે સુતી વખતે તમારા ઓશિકા પાસે એક વાસણમાં જઉ મૂકી દો. સવારે આ જઉ ને ગાયને ખાવા માટે આપી દો. તે ઉપરાંત જયારે પણ તમે ભોજન કરો તો ભોજનમાંથી થોડું ખાવાનું કાગડાને, કુતરાને અને ગાયને ખવડાવો. આ બંને ઉપાય કરવાથી તમે ધનવાન બની જશો.

ગોળ ખવડાવો

ગુરુવારના દિવસે લોટ અને ગોળની રોટલી બનાવો અને આ રોટલી સાંજના સમયે ગાયને ખવડાવો. સતત 3 ગુરુવારે આ ઉપાય કરવાથી ગરીબી તમારાથી દુર રહેશે અને તમને ધનલાભ થશે.

રાખો લાલ રંગના કપડા

લાલ રંગના કપડામાં એક લવિંગ, ઈલાયચી અને હળદર બાંધી દો અને આ કપડાને તિજોરીની અંદર મૂકી દો. એમ કરવાથી લક્ષ્મીમાંની કૃપા તમારી ઉપર જળવાઈ રહેશે અને તમે ધનવાન બનશો.

પીપળાના ઝાડની પૂજા

શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરો અને આ ઝાડની નીચે ઘી નો દીવો પ્રગટાવો. તે ઉપરાંત આ ઝાડના મૂળમાં દૂધ અર્પણ કરો. ખાસ કરીને પીપળાના ઝાડ ઉપર વિષ્ણુજી અને લક્ષ્મીમાંનો વાસ માનવામાં આવે છે અને આ ઉપાય કરવાથી લક્ષ્મીમાં પ્રસન્ન થઇ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.