2020 માં ચમકશે આ 2 રાશિ વાળાઓનું ભાગ્ય, લકી રંગ પણ જાણો

વર્ષ ૨૦૨૦ તમારા માટે કેવું રહેશે? નવા વર્ષમાં કઈ વસ્તુ તમારા માટે શુભ રહેશે? કે નવા વર્ષમાં શું કરવાથી ભાગ્યોદય થશે? આવી રીતે ઘણા પ્રશ્નો લોકોના મગજમાં ઘૂમતા રહે છે. મેષ અને મીન રાશિના વ્યક્તિ માટે આવનારું વર્ષ ૨૦૨૦ ઘણું શુભ માનવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ રાશિના વ્યક્તિ માટે આવનારું વર્ષ કેટલું લકી હશે.

મેષ :

મેષ રાશિના વ્યક્તિ માટે વર્ષ ૨૦૨૦માં લાલ રંગ સૌથી શુભ રહેવાનો છે. આ રંગના વસ્ત્ર કે વસ્તુ તમને લાભ આપશે. આવનારા વર્ષમાં આ રંગ તમને સારા સંકેત આપશે. આ રાશિના વ્યક્તિઓનું ભાગ્ય સરેરાશ રહેશે ૮૫ ટકા. એટલે વર્ષ ૨૦૨૦ આ રાશિના માટે ઘણું લકી સાબિત થવાનું છે. મેષ રાશિ વાળા સાથે કાંઈ પણ અશુભ થવાની શક્યતા પણ ઘણી ઓછી છે.

વૃષભ :

વૃષભનો શુભ રંગ સફેદ હશે. આ રંગ તમારા જીવનમાં શાંતિ અને સફળતાનું પ્રતિક બનીને આવશે. આ રાશિના વ્યક્તિનું ભાગ્ય સરેરાશ ૬૫ ટકા છે. એટલે વર્ષ ૨૦૨૦ તમારા માટે સામાન્યથી થોડું સારું રહેશે.

મિથુન :

મિથુન રાશિ વાળા માટે લીલો રંગ શુભ રહેશે. લીલો રંગ તમારા જીવનમાં ખુશીઓના તમામ રસ્તા ખોલશે અને બગડેલા કામ સુધારશે. શ્રાપથી બચાવવામાં પણ આ રંગ સુરક્ષા કવચની જેમ તમારું રક્ષણ કરશે. આ રંગ જોવા માત્રથી તમારી આંખોમાં વર્ષ આખું ચમક રહેશે. આ રાશિ વાળા માટે પ્રવાસના પણ યોગ ઉભા થઇ રહ્યા છે. તમારું ભાગ્ય ૭૦ ટકા રહેશે.

કર્ક :

આ રાશિ વાળા માટે બ્લુ રંગ શુભ હશે. બ્લુ રંગ તમને બીમારીઓ અને દુઃખોથી દુર રાખશે. આ રંગ આખું વર્ષ તમારા માટે લકી સાબિત થવાનો છે. આ રાશિ વાળા લોકો કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાનો પ્રયાસ ન કરે. બ્લુ રંગના ફૂલનો એક છોડ ઘરમાં લગાવવો શુભ રહેશે. તમારું ભાગ્ય ૭૫ ટકા રહેશે.

સિંહ :

સિંહ રાશિનો શુભ રંગ હશે ગુલાબી. આ રંગ તમારા જીવનમાં પ્રેમનો રંગ ભેળવવાનું કામ કરશે. તમે આ રંગનો દુપટ્ટો, પર્સ કે બ્રેસલેટ તમારી સાથે રાખી શકો છો. સિંહ રાશિની પ્રેમી જોડીના જીવનમાં ગુલાબી રંગનું ઘણું મહત્વ રહેવાનું છે. તેનું ભાગ્ય ૭૦ ટકા રહેશે.

કન્યા :

કન્યા રાશિના વ્યક્તિઓ માટે આછો લીલો રંગ શુભ રહેવાનો છે. આ રંગ વર્ષ ૨૦૨૦માં તમને સાચો રસ્તો દેખાડવામાં મદદરૂપ થશે. આ રાશિના વ્યક્તિઓ માટે ઘરના દ્વાર ઉપર છોડ લગાવવાથી શુભ પરિણામ મળશે. આ રહીના વ્યક્તિનું ભાગ્ય ૭૫ ટકા રહેશે.

તુલા :

તુલા રાશિના વ્યક્તિઓ માટે ક્રીમ કલર લકી હશે. આ રંગ તમારી નાણાકીય સ્થિતિને સારી બનાવવામાં મદદરૂપ થશે. આ રંગની કોઈ પણ નાની વસ્તુને હંમેશા તમારી પાસે રાખો. આ રાશિના લોકો આ રંગની કોઈ નાની વસ્તુને હંમેશા તમારી પાસે રાખો. તમારું ભાગ્ય ૬૦ ટકા હશે.

વૃશ્ચિક :

વૃશ્ચિક રાશિ વાળા માટે નારંગી રંગ શુભ રહેવાનો છે. આ રંગના ફળ અને શાકભાજીનું સેવન કરવાથી તમારું આરોગ્ય આખું વર્ષ સારું રહેશે. તમારું ભાગ્ય ૮૦ ટકા હશે. વૃશ્ચિક રાશિએ પોતાના વોર્ડરોબમાં આ કલરના કપડા અને ઘરની દીવાલો ઉપર આ રંગનું પેન્ટ કરાવી શકો છો. તમારું ભાગ્ય ૮૦ ટકા હશે.

ધનુ :

આ રાશિ વાળા માટે પીળો રંગ શુભ હશે. આ રંગનું પર્સ કે આ રંગના કપડા પહેરવાથી તમને શુભ સમાચાર મળશે. તમે ધારો તો આ રંગની વસ્તુઓ દાનમાં પણ આપી શકો છો. પીળો રંગ ધનુ રાશિના લોકોને નોકરી અને વેપારમાં પણ પ્રગતીના સંકેત આપશે. તમારું ભાગ્ય ૭૫ ટકા હશે.

મકર :

મકર રાશિના વ્યક્તિ માટે લીલો રંગ શુભ હશે. ઘરમાં લીલા રંગની વસ્તુ રાખવાથી ઘરમાં સુખ શાંતિનું વાતારવણ રહેશે. ઓફીસમાં પણ તમારા ટેબલ ઉપર નાનો એવો છોડ આ રંગના પ્રતિકના રૂપમાં સામે રાખી શકો છો. તમારું ભાગ્ય ૬૫ ટકા હશે.

કુંભ :

કુંભ રાશિ વાળા વાદળી રંગની વસ્તુઓ કોઈને દાન કરવાથી તમારા જીવનમાં સુખની અછત ક્યારે પણ નહિ આવે. તમારું ભાગ્ય ૭૦ ટકા હશે. આ રાશિ વાળા માટે વાદળી રંગ શુભ રહેશે. આ રંગના કપડા પહેરવાથી મન શાંત રહેશે અને માનસિક ચિંતાઓથી દુર રહેશે.

મીન :

મીન રાશિ વાળા માટે ગોલ્ડન રંગ સારો માનવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૨૦ માં હાથ કે ગળામાં સોનાનું કોઈ ઘરેણું પહેરવું તમારા માટે શુભ રહેશે. આ રાશિ વાળા માટે આ રંગ ઘણો લાભદાયક રહેવાનો છે. તમે ધારો તો આંગળીમાં કોઈ હળવી એવી સોનાની વીંટી પહેરી શકો છો. આ રાશિ વાળાનું ભાગ્ય પણ સારું છે તમારું ભાગ્ય ૭૫ ટકા હશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.