વર્ષ 2020 : રાહુના રાશિ પરિવર્તનની આ 8 રાશિઓ પર પડશે ખરાબ અસર, સાવચેત થઈ જાઓ

રાહુ પરિવર્તન ૨૦૨૦ : જયારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, તો તેની સારી કે ખરાબ અસર તમામ ૧૨ રાશિઓ ઉપર પડે છે. નવા વર્ષમાં રાહુ પણ રાશિ પરિવર્તન કરવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. રાહુની અશુભ અસરને કારણે વ્યક્તિઓને ઘણા પ્રકારની માનસિક અને શારીરિક તકલીફો સહન કરવી પડે છે.

નવા વર્ષની શરુઆતથી લઈને ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ ની સવારે ૮.૨૦ વાગ્યા સુધી રાહુ મિથુન રાશિમાં બિરાજમાન રહેશે. ત્યાર પછી તે મિથુન રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. રાહુના આ રાશિ પરિવર્તન કરવાથી અમુક રાશિઓ ઉપર તેની ખરાબ અસર પડવાની છે. આવો જાણીએ ખરેખર કઈ છે તે રાશિ જેને નવા વર્ષની શરુઆતથી લઈને ૨૩ સપ્ટેમ્બર સુધી થોડું સતર્ક રહેવાની જરૂર છે.

વૃષભ :

રાહુના આ રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોનું આર્થિક જીવન પ્રભાવિત રહેશે. એટલું જ નહિ કુટુંબમાં પણ ઝગડા જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે. વૃષભ રાશિના લોકોને રાહુની ખરાબ અસરથી બચવા માટે બોલતી વખતે પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખવું જોઈએ.

મિથુન :

મિથુન રાશિના લોકોને આ વર્ષે રાહુની અસરને કારણે જ શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે જ તેને ઘણા મહત્વના નિર્ણય લેવામાં તકલીફ થઇ શકે છે.

કન્યા :

આ વર્ષે તમારે તામારા કાર્યક્ષેત્રમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં સુધરતા કામ બગડી શકે છે. આધ્યાત્મ ક્ષેત્રમાં રૂચી વધશે.

તુલા :

તુલા રાશિના લોકોને આ વર્ષ ભાગ્યને બદલે પોતાની મહેનત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. તમારી થોડી પણ બેદરકારી તમારા નસીબના તારાને નબળા કરી શકે છે.

ધનુ :

ધનુ રાશિના લોકોને પોતાના પાર્ટનર સાથે મતભેદ થઇ શકે છે. આ સમયગાળા દરમિયાન પાર્ટનરશીપમાં કોઈ કાર્ય ન કરવું સારું રહેશે.

મકર :

રાહુના રાશિ પરિવર્તનને કારણે જ તમારા દેવામાં વધારો થવાના યોગ ઉભા થઇ રહ્યા છે. એટલું જ નહિ આ વર્ષ દુશ્મનો તમારી ઉપર છવાયેલા રહી શકશે. સમજી વિચારીને કોઈ પણ નિર્ણય લો.

કુંભ :

આ વર્ષે કુંભ રાશિના વ્યક્તિએ સંતાન સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીને શિક્ષણ સબંધી વસ્તુને લઈને તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

મીન :

આ રાશિના વ્યક્તિઓને પોતાની માતાના આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. તે ઉપરાંત તમારા સુખમાં પણ ઘટાડો આવી શકે છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.