2020 રાશિફળ : નવા વર્ષમાં નોકરી મળશે કે થશે લગ્ન? જાણો 2020 ખુશખબરીઓ લાવશે કે ચેતવણી

૨૦૨૦ રાશિફળ કુંભ, કન્યા, મીન, મેષ, મિથુન, તુલા, ધન અને બધી રાશીઓ : શનીના રાશી પરિવર્તનની અસર તમામ રાશીઓના લોકો ઉપર પડશે. વર્ષ ૨૦૨૦ના સ્વામી શની અને લગ્ન સ્વામી બુધ વર્ષના લગ્નથી ચતુર્થ ભાવમાં સૂર્ય, કેતુ અને બૃહસ્પતી સાથે આવેલા છે. જેથી પરિશ્રમી લોકો માટે વર્ષ સારું રહેવાના સંકેત મળી રહ્યા છે.

રાશિફળ ૨૦૨૦ : વર્ષ ૨૦૨૦ની શરુઆત કન્યા લગ્ન અને કુંભ રાશીમાં થવા જઈ રહ્યા છે. તેની સાથે નવા વર્ષની શરુઆતમાં જ 24 જાન્યુઆરીના રોજ ધન રાશીને છોડી તમારી રાશી મકરમાં ભ્રમણ કરવા લાગશે. શનીના રાશી પરિવર્તનની અસર તમામ રાશીઓના લોકો ઉપર પડશે. વર્ષ ૨૦૨૦ના સ્વામી શની અને લગ્ન સ્વામી બુધ વર્ષના લગ્નથી ચતુર્થ ભાવમાં સૂર્ય, કેતુ અને બૃહસ્પતી સાથે આવેલા છે. ગ્રહોની આ સ્થિતિ જોતા એ સંકેત મળી રહ્યા છે કે નવા વર્ષ કર્મઠ જાતકો માટે ઘણું ફલદાયક સાબિત થઇ શકે છે. જાણો કઈ રાશીઓ વાળા માટે કેવું રહેશે વર્ષ ૨૦૨૦.

મેષ રાશી : તમારા માટે નવું વર્ષ ઘણું ઉત્તમ જોવા મળી રહ્યું છે. આ વર્ષ રાહુ તમારી રાશીના પરાક્રમ ભાવમાં રહેશે. જે તમારા માટે શુભ સંકેત આપી રહ્યા છે. વિદેશ જવાના યોગ ઉભા થઇ રહ્યા છે. રીયલ સ્ટેટના કામમાં સારો એવો નફો થઇ શકે છે. લાભ સ્થાનમાં ચંદ્રમાંની હાજરી તમારી નાણાકીય સ્થિતિ મજબુત જોવા મળી રહી છે.

વૃષભ રાશી : આ વર્ષ તમારા માટે આશાઓ ભરેલું રહેશે. તમને નવી ઉપલબ્ધીઓ પ્રાપ્ત થશે. શુક્ર તમારી રાશિના ભાગ્ય સ્થાનમાં બિરાજમાન છે, જે તમારા માટે આ વર્ષને પ્રગતી ભરેલું રહેવાના સંકેત આપી રહ્યા છે. વર્ષની શરુઆતમાં શનીને કારણે થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ શનીના રાશી પરિવર્તન સાથે શની સાડાસાતીની અસર દુર થતા જ તમારા માટે સમય સારો શરુ થઇ જશે.

મિથુન રાશી : નવા વર્ષમાં તમારી ઉપર શનીની સાડાસાતી શરુ થઇ જશે. જેના કારણે તમારે કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવાની જરૂર પડશે. ચંદ્રમાં તમારી રાશી માંથી ભાગ્ય સ્થાનમાં રહેશે જે તમારા માટે પ્રગતીના યોગ ઉભા થઇ રહ્યા છે. આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે.

કર્ક રાશી : નવા વર્ષમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળશે. વર્ષની શરુઆતમાં ચંદ્રમાં તમારા અષ્ટમ ભાવમાં રહેશે. જે તમારા આરોગ્ય માટે તકલીફ રહેવાના સંકેત આપી રહ્યા છે. ૨૪ જાન્યુઆરી પછી શનીનું પરિવર્તન થવાથી તમને લાભ મળવાના અણસાર રહેશે. અવિવાહિત વ્યક્તિ માટે લગ્નના યોગ ઉભા થઇ શકે છે.

સિંહ રાશી : નવું વર્ષ તમારા પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધીનું કારક બનશે. સૂર્ય અને બુધના યોગથી બુધાદીત્ય યોગ બનશે. જે તમને પ્રગતી અપાવશે. કારકિર્દીની બાબતમાં ખાસ કરીને તે કારકિર્દી માટે લાભદાયક સાબિત થવાની છે. પ્રેમ સબંધ સારા રહેશે. પ્રોપર્ટીની ખરીદીના યોગ પણ ઉભા થઇ રહ્યા છે.

કન્યા રાશી : આ વર્ષ તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. વર્ષની શરુઆતમાં બુધ સૂર્ય સાથે બેસવાથી બુધાદીત્ય યોગ પણ ઉભા થઇ રહ્યા છે. જે સફળતાનું કારક બનશે. કર્મ તો કરશો જ પણ ભાગ્ય પણ તમને સારો સાથ આપશે. મહેનતનું તમને સારું ફળ મળશે.

તુલા રાશી : આ વર્ષ તમારો કુટુંબનો આનંદ વધારશે. નવું વાહન ખરીદવાના પ્રબળ યોગ ઉભા થઇ રહ્યા છે. રોમાન્ટિક લાઈફમાં પણ રીલેશનશીપની બાબતમાં આ વર્ષ સારું રહેશે. તમારી રાશી ધન ભાવમાં મંગલના હોવાથી ધન પ્રાપ્તિના યોગ ઉભા થઇ રહ્યા છે. પિતૃક સંપત્તિના લાભ મળવાની આશા છે.

વૃશ્ચિક રાશી : નવું વર્ષ તમારા જીવનમાં સુખ સમૃદ્ધીના યોગ ઉભા થઇ રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે. વાહન સુખ પણ પ્રાપ્ત થઇ શકે છે. વર્ષની શરુઆતમાં રાહુ અષ્ટમ ભાવમાં બિરાજમાન છે. જેથી સ્થાન પરિવર્તનના યોગ ઉભા થશે. તમારા આરોગ્ય ઉપર થોડું ધ્યાન આપો.

ધન રાશી : આર્થિક સ્થિતિ માટે તમારુ આ વર્ષ સારું રહેવાના સંકેત મળી રહ્યા છે. વિદેશમાં શિક્ષણ મેળવવા માંગતા વ્યક્તિઓ માટે આ વર્ષ શુભ સાબિત થશે. રાહુના સપ્તમ ભાવમાં હોવાથી દાંપત્ય જીવનમાં કડવાશ ઉભી થઇ શકે છે. વર્ષની શરુઆતમાં શનીના રાશી પરિવર્તન સાથે તમારી આર્થિક સ્થિતિ મજબુત રહેવાના સંકેત મળી રહ્યા છે.

મકર રાશી : નવા વર્ષમાં આ રાશીના વ્યક્તિઓ ઉપર શનીની સાડાસાતીના બીજો તબક્કો શરુ થઇ જશે. જેથી તમારે થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તમારી રાશીને ૧૨માં સ્થાન ઉપર પાંચ ગ્રહોનું યુતિ તમને વેપારમાં લાભ પ્રાપ્ત રહશે. વિદેશ યાત્રા ઉપર પણ જઈ શકો છો. ૧૧ મે ના રોજ શનીના વક્રી થવાથી તમારા કાર્યક્ષેત્રમાં અરુચિ ઉભી થઇ શકે છે. તે દરમિયાન તમારે તમારા દુશ્મનોથી સાવચેત રહેવું પડશે.

કુંભ રાશી : નવું વર્ષ ૨૦૨૦માં તમારી રાશી વાળા ઉપર શનિની સાડાસાતી શરુ થઇ જશે. કાર્યક્ષેત્રના સ્વામી આ વર્ષ કુંડળીમાં સ્વરાશીમાં બિરાજમાન છે. જે તમારી રાશી અંતે રૂચક મહાયોગ ઉભા થઇ રહ્યા છે. તેની અસરથી તમને નોકરીમાં પ્રગતી મળવાના યોગ રહેશે.

મીન રાશી : આ રાશીના વ્યક્તિઓ માટે નવું વર્ષ ઘણું શુભ રહેવાના યોગ છે. આ વર્ષ તમારી રાશિમાં બુધ, ગુરુ, સૂર્ય, શની, કેતુ એક સાથે બિરાજમાન છે. જે પંચગ્રહી યોગ ઉભા થઇ રહ્યા છે. જે તમારી કારકિર્દીમાં નવી નવી તકો પૂરી પાડશે. તેની અસરથી તમારી બઢતી થશે. અપરણિત વ્યક્તિઓ માટે વિવાહના યોગ ઉભા થશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.