2020 રાશિફળ : જાન્યુઆરીમાં શનિની રાશિ બદલાશે, જાણો કઈ રાશિ વાળાઓ પર શરૂ થશે સાડા સાતી

નાવા વર્ષે એટલે કે ૨૦૨૦માં ૨૪ જાન્યુઆરીના રોજ શની પોતાની રાશી મકર માંથી ભ્રમણ કરશે. જાણો કઈ રાશી વાળા ઉપર સાડાસાતીની અસર રહેશે અને તેનાથી બચવાના શું છે ઉપાય.

ધન અને મકર રાશીમાં પહેલાથી જ શનીની સાડાસાતીની અસર ચાલી રહી છે.

જ્યોતિષ મુજબ શનીને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જો શની નબળો છે તો તે કોઈપણ વ્યક્તિના જીવનમાં ઉથલ પાથલ મચાવી દે છે. શની મજબુત સ્થિતિમાં છે તો તે જમીનથી આકાશ સુધી પહોચી શકે છે. નવું વર્ષ એટલે કે ૨૦૨૦માં ૨૪ જાન્યુઆરીના રોજ શની પોતાની રાશી મકરમાં ભ્રમણ કરશે. ધન અને મકર રાશીમાં પહેલાથી જ શનીની સાડાસાતીની અસર ચાલી રહી છે. જાણીએ નવા વર્ષમાં બીજી કઈ કઈ રાશીઓ શનીના ઘેરામાં આવવાની છે.

૨૦૨૦માં કઈ રાશી ઉપર રહેશે શનીની સાડાસાતી :

મેશ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના વ્યક્તિઓ ઉપર વર્ષ ૨૦૨૦માં શનીની સાડાસાતીની કોઈ અસર નહિ પડે. જયારે ધન રાશી વાળા ઉપર ૨૦૨૦માં શનીની સાડાસાતીની અસર રહેશે. પરંતુ તમારી રાશીમાં શનીની સાડાસાતીનો આ અંતિમ તબક્કો હશે. સાથે જ કુંભ રાશી વાળા માટે નવા વર્ષમાં શનીની સાડાસાતીનો પહેલો તબક્કો શરુ થવાનો છે. શનિદેવ આવતા પાંચ વર્ષ સુધી તમારી રાશીમાં જ બિરાજમાન રહેશે.

શનીની સાડાસાતીના ઉપાય

ભોજનમાં વધુમાં વધુ કાળું મીઠું અને કાળા મરીનો ઉપયોગ કરો.

શનિવારના દિવસે વાંદરાને શકેલા ચણા ખવરાવો અને ગળી રોટલી ઉપર સરસીયાનું તેલ લગાવીને કાળા કુતરાને ખવડાવી દો.

શનીની સાડાસાતીના સમયે માંસ મદિરાનું સેવન જરાપણ ન કરો.

રોજ પૂજાના સમયે મહામૃત્યુંજય મંત્રના જાપ કરો. તેનાથી શની ગ્રહ શાંત થાય છે.

શની ભગવાનને પ્રસન્ન કરવા માટે ‘ॐ शं शनैश्चराय नमः’ મંત્રના જાપ કરો.

શનિવારના દિવસે અડદની દાળનું સેવન એક સમયે જરૂર કરો અને શની મંદિરમાં તેલ પણ ચડાવો.

લોખંડની વીંટી મધ્યમ આંગળીમાં ધારણ કરો.

શનિવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરો અને હનુમાનજીને આંકડાના ફૂલોની માળા ચડાવો.

શનિવારના રોજ કાળા કપડા પહેરો અને જરૂરીયાત વાળા લોકોને કાળા કપડાનું દાન કરો.

દરેક શનિવારે વડ અને પીપળાના વૃક્ષની નીચે સૂર્યોદય પહેલા કડવા તેલનો દીવડો પ્રગટાવો અને કાચું દૂધ અને ધૂપ અર્પણ કરો.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.