2020 માં શનિ કરશે મકર રાશિમાં પ્રવેશ, 19 વર્ષ પછી બની રહ્યો છે યોગ, રાશિઓ પર પડશે શુભ અસર

વર્ષ ૨૦૨૦ દરેક રાશીના વ્યક્તિ માટે ઘણું મહત્વનું રહેવાનું છે. આ વર્ષ ઘણા બધા ગ્રહો રાશી પરિવર્તન પણ કરવાના છે અને આ રાશી પરિવર્તનોથી દરેકને શુભ લાભ થશે. ૨૪ જાન્યુઆરીના રોજ શની પોતાની રાશી બદલવા જઈ રહ્યો છે અને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશી શનીની રાશી માનવમાંમાં આવે છે અને ૧૯ વર્ષ પછી શની પોતાના જ ઘર એટલે મકર રાશીમાં પાછા આવવાના છે.

નીચે જણાવવામાં આવેલા ઉપાયો કરવાથી શનિદેવનું આ રાશી પરિવર્તન તમારા ભાગ્યને ચમકાવી શકે છે અને આ ઉપાયો કરવાથી શનિદેવ તમને શુભ લાભ આપશે.

મેષ રાશી :-

મેષ રાશીના લોકો મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીને ૨૧ લવિંગ ચડાવે અને હનુમાન ચાલીસાના પાઠ કરે. આ પાઠ સાંજના સમયે સાત વાગ્યા પછી કરો.

વૃષભ રાશી :-

આ રાશીના વ્યક્તિ માં લક્ષ્મીજીની પૂજા કરો અને શુક્રવારના દિવસે માં લક્ષ્મીને ગોળ ચડાવો. તે ઉપરાંત શનિવારના દિવસે કાળા તલનું દાન કરો. આ ઉપાય કરવાથી શની દેવ તમારા જીવનને સુખોથી ભરી દેશે.

મિથુન રાશી :-

મિથુન રાશીના લોકો બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરે અને પૂજા કરતી વખતે ગણેશજીને કાળા તલના લાડુ ચડાવે.

કર્ક રાશી :-

શનિદેવના રાશી પરિવર્તનનું શુભ ફળ તમારા જીવનમાં પડે તેના માટે કર્ક રાશી વાળા લોકો શનિવારના દિવસે આ ઉપાય કરો. આ ઉપાયમાં દૂધની અંદર કાળા તલ ભેળવીને તે દૂધને શિવજી ઉપર ચડાવો.

સિંહ રાશી :-

સિંહ રાશીના વ્યક્તિ શનિવારના દિવસે કાળી માં ની પૂજા કરે અને કાળી માતાના મંદિરે જઈને તેને કાળા વસ્ત્ર અને સફરજન અર્પણ કરે.

કન્યા રાશી :-

આ રાશીના વ્યક્તિ શિવલિંગની પૂજા કરતી વખતે ૧૧ બીલીપત્ર શિવલિંગ ઉપર અર્પણ કરે અને એક તલનો દીવો શિવલિંગ સામે પ્રગટાવી દે. આ ઉપાય શનિવારના દિવસે કરો. આ ઉપાય કરીને નવા વર્ષમાં શની ગ્રહ તમને અનુકુળ જ રહેશે.

તુલા રાશી :-

વર્ષની પહેલી અમાસના દિવસે કાળા રંગની વસ્તુ, જેવા કે કપડા, કાળી છત્રી, કાળી દાળ અને વગેરે પ્રકારની વસ્તુનું દાન કરો. એમ કરવાથી શની ગ્રહ તમને શુભ ફળ પ્રદાન કરશે.

વૃશ્ચિક રાશી :-

શનિવારના દિવસે દુર્ગા કવચના પાઠ કરો. પાઠ કરતી વખતે તમારી આસપાસ એક દીવો જરૂર પ્રગટાવો અને પાઠ પુરા થયા પછી માં દુર્ગાનું ધ્યાન કરો.

ધનુ રાશી :-

ધનુ રાશિના વ્યક્તિ શનિવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરો. એમ કરવાથી શનીદેવનો પ્રકોપ આ રાશી ઉપર નહિ પડે અને આખું વર્ષ માત્ર શુભ ફળની પ્રાપ્તિ થશે.

મકર રાશી :-

મકર રાશીના લોકો સતત ૧૧ શનિવાર કાજલની ડબ્બીનું દાન કરે. કાજલ ઉપરાંત સરસીયાનું તેલ પણ દાન કરી શકો છો.

કુંભ રાશી :-

શનિવારના દિવસે સાંજના સમયે શની મંદિરમાં જઈને તલનું તેલ ચડાવો અને ગરીબોમાં પૈસા વહેચો. બની શકે તો ગરીબોને ભોજન પણ કરાવો.

મીન રાશી :-

મીન રાશીના લોકો પીપળાના ઝાડની પૂજા કરો અને પૂજા કરતી વખતે આ ઝાડ ઉપર કાળા તલ ચડાવો અને સરસીયાના તેલનો દીવો પ્રગટાવો.

2020 માં શનિ કરશે મકર રાશિમાં પ્રવેશ, 19 વર્ષ પછી બની રહ્યો છે યોગ, રાશિઓ પર પડશે શુભ અસર