20kmની એવરેજ આપે છે આ 7 સીટર કાર, કિંમત એટલી ઓછી કે કોઈ પણ હસતા હસતા ખરીદી શકે.

આજ કાલના મોંઘવારીના જમાનામાં લોકો પોતાના કુટુંબનું ભરણ પોષણ મુશ્કેલીથી પૂરું કરતા હોય છે, અને દોડધામ ભરેલા જીવનમાં વાહનની પણ જરૂર રહે જ છે. તેવામાં લોકો શક્ય હોય એટલી સારી એવરેજ વાળી ગાડી ઓની પસંદગી કરતા જોવા મળે છે, એવી જ એક કાર વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતની માર્કેટમાં કારની મોટી રેંજ રહેલી છે. તેમાં ઓછા બજેટથી લઇ ને પ્રીમીયમ કેટેગરીની કાર રહેલી છે. ઓછા બજેટ વાળી પાંચ સીટ વાળી કારની કિંમત ૨.૫૦ લાખ થી લગભગ શરુ થઇ જાય છે. તમારા ઘરમાં સભ્યોની સંખ્યા ૬ કે વધુ છે ત્યારે પાંચ સીટ વાળી કાર કોઈ કામની નથી રહેતી. એવા કુટુંબ માટે ડેટસન (Datsun) ની ૭ સીટ વાળી Datsun GO Plus બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ કારની કિંમત પણ એટલી ઓછી છે કે તે જોઈને અંદાઝ પણ નથી લગાવી શકતા.

Datsun GO Plus ની દિલ્હી એક્સ શો રૂમ કીંમત માત્ર ૩.૮૩ લાખ થી શરુ થાય છે. તેના ટોપ મોડલની શોરૂમની કિંમત ૫.૬૯ લાખ રૂપિયા છે. આ ૭ સીટની કારની મહત્વની વાત તેનું પ્રીમીયમ લુક છે. તે જોઈને તેની કિંમતનો અંદાઝ લગાવવો મુશ્કેલ બની જાય છે.

આ કારમાં ૧.૨ લીટરનું પાવરફૂલ એન્જીન આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ૧ લીટર પેટ્રોલમાં ૨૦ કી.મી.નું જોરદાર માઈલેજ પણ આપે છે. એટલે ઓછી કિંમત હોવા સાથે પણ આ કારમાં તમને જોરદાર એન્જીન સાથે ઉત્તમ માઈલેજ પણ મળશે. તેમાં ૩૫ લીટરના ફ્યુલ ટ્રેક આપવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા મુજબ તેની સર્વિસ માટે દર વર્ષે માત્ર ૩ હજાર રૂપિયા ખર્ચ કરવાના રહેશે.

આવી જ એક કર મારુતિ કંપનીની છે. જે ઇકો છે. સૌથી સકસેસ મોડલ છે. જે ૨૦૦૯ પહેલા વર્ષાના નામથી ઓળખાતી હતી. અને ફેમેલી કારનો તાજ હતી, ખુદ અમિતાભ બચ્ચન આ કારના બ્રાન્ડએમ્બેસેડર હતા. આ કાર પ્રાઈઝ વેલ્યુ વધુ હોવાથી ત્યાર બાદ તેનું નવું વર્જન સસ્તું અને કિફાયતી બહાર પડ્યું જે અત્યારની ઇકો છે. જે ખુબ જ સકસેસ ગયી અને આત્યારે પણ છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.