રામ મંદિર માટે તૈયાર થઈ રહ્યો છે 2100 કિલોનો ધંટ, આટલા લાખ છે આની કિંમત, ચમકાવામાં જોડાયેલો છે મુસ્લિમ વ્યક્તિ

સુપ્રીમ કોર્ટ તરફથી રામ મંદિરનો નિર્ણય સંભળાવ્યા પછી હવે જલેસરમાં ઘંટ બનાવની તૈયારી શરુ કરી દીધી છે. એક ઘંટનો ઓર્ડર પહેલાથી જ મળી ચુક્યો છે. એના પર ઘસાઈ એટલે કે ચમકાવવાનું કામ ઇકબાલ કરી રહ્યો છે. તે બનીને તૈયાર થઇ ગયો છે. આ ઘંટની કિંમત 10 લાખ રૂપિયા છે. હવે દસ ઘંટા પર હજુ કામ ચાલી રહ્યું છે.

અયોધ્યામાં રામમંદિર બનવાનો રસ્તો સાફ થઈ ગયા પછી જલેસરમાં ઘંટ બનાવવાની પ્રક્રિયા ઝડપથી થઈ રહી છે. તેના માટે 1 નહિ 10 ઘંટ બનાવવામાં આવી રહ્યા છે. એક ઘંટ બનાવીને તૈયાર થઇ ગયો છે. આ ઘંટનો ઓર્ડર પહેલા જ મળી ગયો હતો.

ઘંટ બનાવી રહેલા વિકાસ મિત્તલે જણાવ્યું કે, રામ મંદિર માટે દેશના બધા મંદિરોથી સૌથી મોટો અને ભારે ઘંટ બનાવવામાં આવી રહ્યો છે. આનું વજન લગભગ 2100 કિલો જેટલું છે. આ ઘંટની ડિમાન્ડ વધારે હોવાના કારણે કારીગરોની સંખ્યા વધારવામાં આવી છે. જે ઘંટ બનાવવામાં આવી રહ્યો છે તેની ઉંચાઈ 6 ફૂટ અને પહોળાઈ 5 ફૂટ છે.

અને આ ઘંટ બનાવ્યા પછી તેને ચમકાવવાનું કામ કારીગર ઇકબાલ અને શમશુદ્દીન કરી રહ્યા છે. કારખાનાનો મુખ્ય કારીગર દાઉદયાલ કુશવાહ છે. હજી અન્ય ઘંટના ઓર્ડર મળ્યા નથી. ઘંટ બનાવવાને લઈને ફોન પર વાત થઇ હતી ત્યારે જણાવવામાં આવ્યું હતું કે, જયારે ટ્રસ્ટ બની જશે તો પૂરો ઓર્ડર આપવામાં આવશે. હમણાં તમે તૈયારી શરુ કરી દો.

રામમંદિરમાં જે ઘંટ લાગશે તે અમારા કારખાનાનો હશે. તે ઘંટ પર અમારું અને જિલ્લાનું નામ પણ લખેલ હશે. જયારે પણ કોઈ આને જોશે તો ખબર પડશે કે, આ જલેસરથી બનાવીને આવ્યો છે. તે અમારી માટે સૌભાગ્યની વાત છે. -વિકાસ

મિત્તલ, પાલિકા અધ્યક્ષ જલેસર/કારખાના માલિક

બનારસના વેપારીએ ઓર્ડર રદ્દ કરાવ્યો :

એટા, રામ મંદિર માટે બનારસના વેપારી તરફથી બનાવવામાં આવેલ ઘંટનો ઓર્ડર રદ્દ કરી દીધો છે. તે આ ઘંટને હમણાં ઉઠાવશે નહિ. દસ લાખ રૂપિયાની કિંમતથી બનેલ આ ઘંટને હવે રામમંદિર માટે જ મોકલવામાં આવશે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.