22 સપ્ટેમ્બરથી બુધ ગ્રહ કન્યાથી તુલામાં કરશે પ્રવેશ, જાણો કઈ રાશિઓને થશે લાભ

બુધનું કન્યાથી તુલા રાશિમાં પરિવર્તને કારણે કઈ-કઈ રાશિઓ પર પડશે શુભ-અશુભ અસર.

બુધ ગ્રહને કન્યા રાશિના સ્વામી કહેવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનામાં બુધ ગ્રહ 2 વાર રાશિ બદલી રહ્યો છે. 2 સપ્ટેમ્બરે તેણે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો. માનવામાં આવી રહ્યું છે કે આ રાશિ પરિવર્તનથી મેષ, સિંહ, ધનુ અને વૃશ્ચિક રાશિના લોકોને લાભ મળી શકે છે. ત્યારબાદ 22 સપ્ટેમ્બરે તે કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે.

જો તમારી કુંડળીમાં બુધ નકારાત્મક છે તો ભૂલવાની બીમારી, માથાનો દુ:ખાવો, ત્વચા વગેરે રોગ થઇ શકે છે. જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ સારો છે, તો તમને વાણી, શિક્ષણ, ગણિત, તર્કમાં લાભ મળે છે. આવો જાણીએ બુધનું સપ્ટેમ્બર મહિનામાં બે વાર રાશિ બદલવું કઈ રાશિઓ માટે સારું રહેશે અને કોના માટે નુકશાનકારક.

મેષ રાશિ : આ રાશિના લોકોના સંબંધ બધા સાથે મધુર બનશે. કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે.

વૃષભ રાશિ : આ રાશિના લોકોને નોકરીમાં દરેકનો સહયોગ મળશે. પોતાના કામ પર ફોક્સ કરી શકશો.

મિથુન રાશિ : આ રાશિના લોકો માટે આ સમય સાવચેત રહેવાનો છે, વાણી પર નિયંત્રણ રાખો.

કન્યા રાશિ : આ રાશિના લોકો કોઈ પણ લેવડ-દેવડ સમજી વિચારીને કરે.

વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકો માટે સ્થિતિ સારી છે. બુધનું ગોચર તમારા માટે ઘણી યોજનાઓ લઈને આવી રહ્યું છે. જો સારી રીતે પારખીને નિર્ણય લેશો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

મીન રાશિ : આ રાશિના લોકોએ હવે તેમણે કરેલા સારા કામનું ફળ મળશે. એટલા માટે દરેક સ્થિતિમાં સત્યનો સાથ આપો.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.