૨૨ નો બોયફ્રેન્ડ અને ૧૯ વર્ષ ની ગર્લફ્રેન્ડ, આવી રીતે થયો દોઢ વર્ષ નો પ્રેમ અને બે માસુમો ના જીવન નો કરુણ અંત

પ્રેમ જેટલો સુંદર હોય છે એટલો જ બિહામણો પણ માનવામાં આવે છે. તેમાં બે પ્રેમ કરવા વાળા જયારે રીલેશનમાં ઈમાનદાર હોય છે, ત્યાં સુધી બધું સારું રહે છે. પરંતુ જો એક પણ દગાબાજ નીકળે તો બીજો તો પોતાનું ખરાબ નસીબ સમજી ને ભૂલી જાય છે, કે પછી તે પ્રેમને પોતાનું જનુન બનાવીને કાંઈ પણ કરી છૂટે છે. કાંઈક એવું જ થયું દેહરાદુનમાં, જ્યાં એક ૨૨ વર્ષનો છોકરો જેનું નામ કૃષ્ણ અને ૧૯ વર્ષની છોકરી કશીશ એક બીજા સાથે ઘણો જ પ્રેમ કરતા હતા. આવી રીતે થયો દોઢ વર્ષ પ્રેમ અને બે માસુમ જીવનનો બિહામણો આવ્યો અંત. તેમના પ્રેમનો અંત એવો થયો જેને તેમણે ક્યારેય વિચાર્યો પણ નહિ હોય.

આવી રીતે થયો દોઢ વર્ષ પ્રેમ અને બે માસુમ જીવનનો બિહામણો અંત :

જે પ્રેમ સાથે કૃષ્ણ આખું જીવન પસાર કરવા માંગતો હતો, તેને તેણે જ પોતાના હાથથી મારી દીધો અને એ પણ માત્ર શંકાના આધાર ઉપર. તેવામાં લોકો એ પણ નથી વિચારતા કે તેની પાછળ તેમના પરિવારનું શું થશે. કૃષ્ણ ચાર બહેનોનો એકમાત્ર ભાઈ હતો, અને તેણે પોતાની ગર્લફ્રેન્ડને પોતાના બનેવી પરમવીર (નિક્કી) ના ફ્લેટમાં બોલાવી. કશીશ નહેરો વાળી ગલીમાં રહેતી હતી અને કૃષ્ણ કેનાલ રોડનો રહેવાસી હતો.

તેમનો અફેયર દોઢ વર્ષથી ચાલી રહ્યો હતો. અને જયારે કૃષ્ણને શંકા ગઈ કે તેની ગર્લફ્રેન્ડ તેને દગો આપી રહી છે, જે ખબર નહિ સાચું હતું કે નહિ પણ માત્ર શંકાના આધાર ઉપર તેણે પોતાના પ્રેમને જ ખલાસ કરી દીધો, અને પોતે પંખા સાથે લટકીને પોતાનો પણ જીવ આપી દીધો. વિસ્તારના અધિકારી મસુરી બીએસ ચોહાણએ જણાવ્યું કે તપાસમાં આ મૃત્યુ વિષે થોડી વિશેષ વાતો સામે આવી છે.

યુવતીના ગળા ઉપર કોઈ ઘણી ધારદાર વસ્તુનું નિશાન છે, જે ઘણી સ્પષ્ટતાથી જોઈ શકાય છે. ત્યાર પછી આખા ઘરમાં લોહી જ લોહી ઉડેલું હતું. લોહી એવી રીતે ઉડેલું હતું એવું લાગી રહ્યું હતું કે યુવતીને માર્યા પછી કૃષ્ણ પોતાને મારવા માટે કંઈક શોધી રહ્યો હોય. એક દરવાજો ખુલો હતો જેમાં સાધનો વેરાયેલા હતા અને તેમાં એક લાંબો તાર કાપવામાં આવ્યો હતો.

તે તાર કૃષ્ણના ગળામાં વીંટળાયેલો મળ્યો. આ વાતથી પોલીસ એકદમ સ્પષ્ટ છે કે તેણે પહેલા કશીશને મારી પછી પોતાને ફાંસીના ગાળિયા ઉપર લટકાવી દીધો. સ્થળ ઉપર પહોંચેલી પોલીસે જયારે ફ્લેટના દરવાજા ખોલ્યા તો સામેના દ્રશ્ય ચોંકાવનારા હતા. એક યુવતીની લાશ પથારી ઉપર પડી હતી અને યુવક પંખા પર લટકતો હતો. યુવતીના ગળા અને યુવકના કાંડા માંથી લોહી વહી રહ્યું હતું, તે ઉપરાંત પથારીની આસપાસ લોહીની નદીઓ વહેલી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.