23 રસપ્રદ હકીકતો, જે જણાવે છે કે સામે વાળાના મનમાં શું ચાલી રહ્યું છે, એકવાર અજમાવી જુવો

દરેક માણસ જુદી જુદી માનસિકતા સાથે જન્મ લે છે. માનસિકતા અલગ હોય તો લોકોની બોલવા, વિચારવા અને બીજી વસ્તુ ઉપર રીયેક્ટ કરવાની રીત પણ અલગ હશે. કોઈ કામ કરવા અને તેને સમજવાની દ્રષ્ટિ દરેક માણસની અલગ અલગ હોય છે. માણસના મુડ ઉપર ઘણું બધું આધાર રાખે છે, કે એ ક્યાં સુધી અને કેવું રીયેક્ટ કરશે. ઘણા લોકો ગુસ્સાને કન્ટ્રોલ કરવા માટે ખુશીનો રસ્તો પસંદ કરે છે. તો ઘણા પોતાને ગુસ્સા દ્વારા કંટ્રોલ કરે છે.

ક્યારે ક્યારે સામે વાળા લોકોના હાવ ભાવને સમજવું ઘણું મુશ્કેલ બની જાય છે. તે દરમિયાન તમારા મગજમાં એ ચાલે છે કે સામે વાળા શું વિચારી રહ્યા હશે. એટલા માટે આજે આ પોસ્ટમાં અમે તમારા માટે થોડા એવા ફેક્ટસ લઇને આવ્યા છીએ જે હ્યુમન સાઈકોલોજી સાથે જોડાયેલા છે. આ ફેક્ટસ દ્વારા તમે ઘણા અંશે જાણી શકો છો કે સામે વાળાના મનમાં શું ચાલી રહ્યું છે.

(1. ) ૯૭ % લોકો નવી પેનથી સૌથી પહેલા પોતાનું જ નામ લખે છે. (2.) ચિત્ર વિચિત્ર રમુજ ઉપર હસવા વાળા વ્યક્તિ હંમેશા એકલા હોય છે. (3.) અંગુઠા કે આંગળીઓને પાછળ છુપાવવા તમારૂ ગભરાવવું દર્શાવે છે. (4.) માનોવૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ તો પહેલા ૭ સેકન્ડમાં જ તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન બની જાય છે.

(5.) નકારાત્મક વિચારોને લખીને કચરામાં ફેંકવાથી મુડ સારું થઇ જાય છે. (6.) ૯૦% લોકો મેસેજમાં તે વાતો લખે છે જે એ કહી નથી શકતા. (7.) કોમેડિયન કે દરેક સમયે મજાક કરવા વાળા લોકો બીજાની સરખામણીમાં વધુ ઉદાસ રહે છે. (8.) કોઈ પણ માણસના પ્રેમમાં પડવા માટે માત્ર ૪ મિનીટ જ પુરતી છે.

(9.) જેટલા આજકાલના બાળકો ચિંતિત રહે છે, એટલા ૧૯૫૦ માં મગજના દર્દી રહેલા હતા. (10.) વધુ હસવા વાળા લોકો વધુ દુ:ખ સહન કરી શકે છે. (11.) કોઈ સાથે વધુ સમય પસાર કરવાથી તેની ટેવો તમારામાં આવવા લાગે છે.

(12.) જયારે તમે કોઈને કહો છો કે એક પ્રશ્ન પૂછું, તો સામે વાળાને પોતાના બધા ખરાબ કામ ૧ મિનીટમાં યાદ આવી જાય છે. (13.) માણસ માટે સૌથી મુશ્કેલ કામ પોતાને એ સમજાવવાનું હોય છે કે હવે મને કોઈની પરવા નથી. (14.) ઊંઘતા પહેલા તમે જે માણસ વિષે વિચારો છો, તે તમારા આનંદ અને દુ:ખનું કારણ બને છે.

(15.) આનંદનો પહેલો આંસુ હંમેશા જમણી આંખ અને દુ:ખનો પહેલો આંસુ ડાબી આંખ માંથી નીકળે છે. (16.) ૭ સકારાત્મક ટીપ્પણીઓ ૧ નકારાત્મક ટીપ્પણીની અસરને નકામી કરી દે છે. (17.) જો કોઈ છોકરી તમને પસંદ કરે છે તો તે તમારી સાથે વાત કરતી વખતે પોતાના વાળને સંભાળે છે.

(18.) આપણા વિચારની અસર ૯૦% સીધી આપણા મુડ ઉપર પડે છે. (19.) વધુ ઓશિકા લઈને સુવા વાળા લોકો પોતાને એકલા અનુભવે છે. (20.) જે લોકો રડી નથી શકતા તે ભાવનાત્મક રીતે નબળા થાય છે. (21.) માણસને કોઈ વસ્તુને કરવામાં એટલો આનંદ નથી મળતો, જેટલો તેને યાદ કરવામાં મળે છે.

(22.) નારંગીમાં સ્ટ્રેસ ઓછું કરવાની ક્ષમતા હોય છે, એટલા માટે કામ ઉપર જતા પહેલા ડોક્ટર નારંગી ખાવાની સલાહ આપે છે.(23.) માતા પિતા જેવી રીતે પોતાના બાળકો સાથે વાત કરે છે, તે બાળકોનો આંતરિક અવાજ બની જાય છે.

આ બધા ફેક્ટ્સ સોશિયલ મીડિયા પરથી લેવામાં આવ્યા છે અમે તેની પુષ્ટિ કરતાં નથી.