૨૩વર્ષની ઉંમરમાં જ આવી રીતે બન્યો ૬૦૦૦ કરોડ નો માલિક, ક્યારેક સડક પર સીમ વેચતો

ઓયો રૂમ્સ (OyoRooms)નામની કંપની શરુ કરી મોટા મોટા અનુભવી બિજનેશમેનો અને ઇન્વેસ્ટરો ને પણ વિચારવા મજબુર કરી દીધા હતા. આ કંપની ઓયો રૂમ્સ નું કામ ટ્રેવલર્સ ને ઓછા ભાવમાં સારી સુવિધાઓ સાથે દેશના મોટા મોટા શહેરોમાં પણ ઉપલબદ્ધ છે. તેની શરૂઆત ૧૭ વર્ષના એક છોકરાએ કરી હતી.

જેની વેલ્યુ આજે લગભગ ૬૦૦ કરોડ સુધી પહોચી ગઈ છે, અને સાથે સાથે તેના બુકીંગમાં દર ત્રણ મહીને ૩૦ ટકા સુધી નો વધારો થઇ રહ્યો છે. હાલમાં જ ઓયો રૂમ્સ માં જાપાનના સોફ્ટબેંકે ૨૫૦ મીલીયન ડોલર નું રોકાણ કર્યું છે. સોફ્ટબેંક નું ભારતમાં આ ફલીપ કાર્ડ પછી બીજું સૌથી મોટું રોકાણ છે. ક્યારેક ભાડું ચુકવવા ન હતા પૈસા..

આ કંપનીના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ છે. જેમણે ૧૭ વર્ષની ઉંમરે એન્જીનીયરીંગ છોડીને આ કંપનીની શરૂઆત કરી હતી.

આ કંપની કોઈ પણની મદદ લીધા સિવાય શરુ કરી હતી અને ફક્ત ૬ વર્ષમાં ૬૦૦૦ કરોડ સુધી પહોચી ગઈ છે.
ઈન્ટરવ્યું માં તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે શરૂઆતના દિવસોમાં ભાડું આપવા માટે પણ પૈસા હતા નહી અને ઘણી રાત તેમણે સીડી ઓ ઉપર પસાર કરી હતી. મીડિયા રીપોર્ટ મુજબ તે સીમકાર્ડ પણ વેચ્યા કરતો હતો.
રીતેશે એક વેબસાઈટ બનાવી હતી જ્યાં તે સસ્તી અને સારી હોટલ્સ વિશેની જાણકારી અપડેટ કરતો હતો જે

વેબસાઈટનું નામ રાખ્યું ‘ઓરવલ’.

જાણકારી મુજબ રીતેશે થોડા દિવસો વેબસાઈટ ચલાવ્યા પછી તેને લાગ્યું કે આ નામના કારણે લોકો સમજી રહ્યા નથી, એટલા માટે તેણે ૨૦૧૩ માં તેનું નામ બદલીને ઓયો રૂમ્સ રાખી દીધું.

આવી રીતે આવ્યો વિચાર

-ઈ.સ. ૨૦૦૯ માં રીતેશ દહેરાદુન અને મસુરી ફરવા ગયો હતો. ત્યાં થી તેને આ બિજનેશ વિષે વિચાર આવ્યો.

– તેણે ઓન લાઈન સોસીયલ કમ્યુનીટી બનાવવા વિષે વિચાર કર્યો, જ્યાં એક જ જગ્યા ઉપર પ્રોપર્ટી ના માલિક અને સર્વિસ પ્રોવાઈડર્સ ની મદદ થી પ્રવાસીઓને રૂમ અને ખાવાનું આપાવી શકે.

-પછી ૨૦૧૧ માં રીતેશે ઓરોવેલની શરૂઆત કરી. તેમાંથી આ વિચારથી ગુડગાવ ના મનીષ સિંહા એ ઓરોવેલમાં રોકાણ કર્યું અને કો ફાઉન્ડર બની ગયા.

– ત્યાર પછી ૨૦૧૨ માં ઓરોવેલને આર્થિક સદ્ધરતા મળી, જયારે દેશનો પહેલો એંજલ ઉપર સ્ટાર્ટ-અપ એક્સલેટર બેચર નર્સરી એંજલે તેની મદદ કરી.

-આજે આખા ભારત દેશમાં તેની ૮૫૦૦ હોટલ માં ૭૦૦૦૦ થી પણ વધુ રૂમ છે.

-રિતેશનો જન્મ ઓરિસા ના બીસ્સમ કટક ગામ માં થયો હતો. રાયગડા ની સિક્રેટ હાર્ટ સ્કુલ માંથી તેણે અભ્યાસ કર્યો છે.

-તે શરૂઆત થી જ બીલ ગેટ્સ,સ્ટીવ જોબ્સ અને માર્ક જુકરબર્ગ થી પ્રભાવિત હતો અને વેદાન્તા ના અનીલ અગ્રવાલ ને પોતાના આદર્શ માનતા હતા.

-રીતેશ સ્કુલ અભ્યાસ પછી આઈટીઆઈ માં એન્જીનીયરીંગ માં એડમીશન લેવા માંગતો હતો પરંતુ સફળ ન થઇ શક્યો.

-ત્યાર પછી રીતેશે યુનીવર્સીટી ઓફ લંડન માં એડમીશન લીધું અને ત્યાં પણ તે ફક્ત બે દિવસ લંડન યુનીવર્સીટીના દીલ્હી કેમ્પસ ગયો હતો.

ઘણી સમસ્યાઓ હતી સામે

-ફંડિંગ , માર્કેટિંગ અને પ્રોપર્ટી ના ઓનર્સ અને ઇન્વેસ્ટર સુધી પહોચવા જેવી તેની સામે પણ સમસ્યાઓ આવી હતી.

-પરંતુ ટીમ વર્ક અને સાચા માર્ગદર્શન થી તે આગળ વધતો રહ્યો અને આ કંપની ઉભી કરી.

– ઓયો એ સોફ્ટબેંક સહિત હાજર ઇન્વેસ્ટર્સ અને હીરો એન્ટરપ્રાઈઝ સાથે ૨૫ કરોડ ડોલર (૧,૬૦૦ કરોડ રૂપિયા થી વધુ) ની નવી ફડીંગ કરી છે.

કંપની આ ફંડનો ઉપયોગ ભારત અને દક્ષીણ પૂર્વ એશિયામાં પોતાની હાજરી વધારવા માટે કરવી જોઈએ.