૩૯૯ રૂપિયામાં આ કંપની આપી રહી છે ૭૪ દિવસ માટે ૨૩૭ GB ડેટા

BSNL નો આ પ્લાન રીલાયન્સ જિયો, એરટેલ, અને વોડાફોનને ટક્કર આપે છે. કેમકે આમાં વધારે ડેટા અને ડેટા વપરાશ ઝડપી વધી રહ્યાં છે. ભારતીય ટેલિકોમ કંપની બિસએનએલએ ૩૯૯ રૂપિયાના પ્લાનમાં સુધારો કર્યો છે. આ પ્રિપેડ પ્લાન છે અને એમાં પહેલાથી વધારે ડેટા આપવામાં આવશે. રીલાયન્સ જિયોનો પણ ૩૯૯ નો પ્લાન છે. અને બિએસએનએલનો આ પ્લાન જિયોને કેવી રીતે ટક્કર આપે છે ચાલો એ સમજીએ.

BSNL ના જુના ૩૯૯ ના પ્લાનમાં દરરોજ ૧ GB ડેટા મળતો હતો, અને અનલિમિટેડ વોઇસ કોલિંગ મળતું હતું. પરંતુ આમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ૩૯૯ રૂપિયામાં દરરોજ ૩.૨૧ GB ડેટા મળશે. દરરોજ ૧૦૦ ફ્રી મેસેજ મળશે અને ફ્રી પર્સનલાઈઝ રિંગ બેંક ટોન મળશે. આ રિચાર્જની વેલીડિટી ૭૪ દિવસની રહેશે. આમાં અનલિમિટેડ નેશનલ લોકલ કોલિંગનો પણ સમાવેશ થાય છે.

એટલે કે ૩૯૯ રૂપિયામાં તમને કુલ ૨૩૭.૫૪ GB ડેટા મળી રહ્યો છે. જોકે આ ડેટા નેટવર્કના હિસાબથી 2G અને 3G થશે. જ્યારે રિલાયન્સ જિયોમાં તમને 4G ડેટા મળે છે. એકવાર તમે ડેટા પુરા કરી દો તો ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 80 kbps થઈ જશે.

રિલાયન્સ જિયોના ૩૯૯ રૂપિયાના પ્રિપેડ પ્લાનની વાત કરીએ તો અહીંયા વપરાશકારને દરરોજ ૧.૫ GB ડેટા મળે છે. જે 4G છે અહીંયા પણ તમને લોકલ અને એસટીડી કોલ્સ મળે છે અને દરરોજ ૧૦૦ મેસેજ ફ્રી મળે છે. જોકે વેલીડિટી ૮૪ દિવસ છે જે BSNL કરતા વધારે છે. જોકે જિયો પ્લાનની સાથે કોન્ટેંટની સબસ્ક્રિપ્શન પણ મળે છે. જેમાં જિયો એપ્સ હોય છે જેનો તમે ફ્રી માં વપરાશ કરી શકો છો. આમાં જિયો ટીવીથી માંડીને જિયો વોલેટ એપ્સનો પણ સમાવેશ થાય છે.

એરટેલના ૩૯૯ રૂપિયાના પ્રિપેડ પ્લાનમાં વપરાશકારને ૮૪ દિવસની વેલીડિટી મળે છે. આના સિવાય દરરોજ ૧૦૦ મેસેજ મળે છે. અહીંયા તમને દરરોજ ૧ GB ડેટા મળે છે અને લોકલ અને નેશનલ કોલ્સ ફ્રી છે. રોમિંગ પણ ફ્રી છે. આવી જ રીતે વોડાફોનનો પણ પ્લાન છે. કુલ મળીને એમ કહી શકીએ કે જો તમે 4G વાપરતા નથી અને વધારે ડેટા જોઈએ છે તો BSNL નો નવો પ્લાન બીજા બધાજ ટેલિકોમ પ્રોવાઇડર કરતા વધારે ડેટા આપી રહ્યો છે.

નોંધપાત્ર છે કે હાલમાં જ સરકારી ટેલિકોમ કંપની BSNL એ એક નવો પ્રિપેડ પ્લાન જાહેર કર્યો છે જે ૧૩૧૨ રૂપિયાનો છે. ખાસ વાત એ છે કે આ પ્લાનની વેલીડીટી એક વર્ષ છે, આ ઉપરાંત ગ્રાહકને 5 GB ડેટા, અનલિમિટેડ લોકલ એસટીડી કોલ્સ કોઈ પણ નેટવર્ક પર મળે છે. જોકે આમાં દિલ્હી અને મુંબઇનો સમાવેશ કરવામાં આવ્યો નથી આ સિવાય ૧૦૦૦ sms પણ મળે છે.

BSNL ના નવા ૩૯૯ ના પ્લાનની વાત કરીએ તો આમ દિલ્હી, મુંબઇ એવી કોઈ મર્યાદા નથી અને કોઈ પણ નેટવર્ક પર લોકલ અને નેશનલ ફ્રી કોલ્સ કરી શકીએ છીએ.