આટલા દિવસ ભારે રહેશે 4 ગ્રહોનો સંયોગ, બધી રાશિઓ પર પડશે આવી અસર

21 નવેમ્બરેના રોજ શુક્રના ધનુ રાશિમાં પ્રવેશ કરતા જ એક ઘણો અજબ સંયોગ બન્યો છે. ધનુ રાશિમાં પહેલાથી શનિ, ગુરુ અને કેતુ વિરાજમાન હતા. ધનુ રાશિમાં હવે બધા મળીને 4 ગ્રહોનો સંયોગ બની ચુક્યો છે. આ ચાર ગ્રહોનો સંયોગ 15 ડિસેમ્બર સુધી બનેલો રહેશે. આ ચતુર્ગ્રહી સંયોગ દેશ દુનિયામાં મોટા પ્રભાવ ઉત્પન્ન કરશે. આ સંયોગનો પ્રભાવ અલગ અલગ રાશિઓ પર ઘણો ઊંડો પડશે. આવો તેના વિષે જાણીએ.

મેષ રાશિ : આ રાશિના લોકોના કરિયરમાં પરિવર્તન આવી શકે છે. યાત્રાઓમાં સાવધાની રાખવી પડશે. ઘણા પ્રકારના વિચાર પણ તમને ઘેરી શકે છે, એટલા માટે સતર્ક રહેવું પડશે.

વૃષભ રાશિ : સ્વાસ્થ્યનું ખુબ ધ્યાન રાખો. ધન લાભ જરૂર થશે પણ ખર્ચ પણ વધશે. પારિવારિક વિવાદોથી સાચવીને રહો. એનાથી તમને વધારે નુકશાન થઈ શકે છે, એન શત્રુ વધારે પ્રબળ થશે.

મિથુન રાશિ : લોકો સાથે વિવાદ વધવાના યોગ બની રહ્યા છે. કારોબારની બાબતે સાવધાની રાખો. જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ વધારે ધ્યાન રાખો. પરિવારના બીજા સભ્યોનું પણ ધ્યાન રાખો. સરકારી કામ કાજો સાથે દૂર રહેવું સારું રહેશે.

કર્ક રાશિ : કરિયરમાં સમસ્યાના યોગ છે. આ બધા વચ્ચે માનસિક તણાવ વધી શકે છે. પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખો. ઘરના નાના સભ્યો સાથે વિવાદમાં ન પડો.

સિંહ રાશિ : સંતાનની પ્રગતિના યોગ છે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે. ખાન-પાન અને દુર્ઘટનાઓનું ધ્યાન રાખો.

કન્યા રાશિ : સ્વાસ્થ્યનું ઘણું ધ્યાન રાખો. પરિવાર અને સંપત્તિની બાબતમાં વિવાદ થઈ શકે છે. કરિયરની બાબતમાં બેદરકારી ન કરો.

તુલા રાશિ : યાત્રાઓમાં સાવધાની રાખો. કરિયરના નિર્ણય સમજી વિચારીને લો. કેસ અને કોર્ટ કચેરીથી દૂર રહેવામાં પણ ભલાઈ થશે.

વૃશ્ચિક રાશિ : કરિયરમાં કોઈ પણ બેદરકારી ન કરો. મોટા આર્થિક નુકશાનથી બચો. કોઈ પણ પ્રકારની ઉતાવળથી બચો.

ધનુ રાશિ : પારિવારિક ક્લેશ તમારા આખા પરિવારને ઘેરી શકે છે, આ સંયોગને કારણે કરિયરમાં મોટું પરિવર્તન થઈ શકે છે. રસ્તા પર વાહન સાવધાનીથી ચલાવો અને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

મકર રાશિ : હાડકા અને આંખોની સમસ્યાથી બચો. આ વચ્ચે તમને ધન હાનિ થઈ શકે છે. કરિયરમાં બેદરકારીથી ભારે નુકશાન થઈ શકે છે. સંબંધીઓ સાથે ઝગડામાં પડવાનો પ્રયત્ન ન કરો.

કુંભ રાશિ : ઘનના ખર્ચથી મુશ્કેલી થઈ શકે છે. હાડકા અને પેટની સમસ્યાનું ધ્યાન રાખો. સંતાન તરફથી ચિંતા થઈ શકે છે.

મીન રાશિ : કરિયરમાં પરિવર્તન અને સમસ્યાના યોગ છે. સંપત્તિની બાબતોમાં સાવધાની રાખો. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

આ માહિતી આજ તક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.