24 જાન્યુઆરીએ મૌની અમાસ પર કરો આ ઉપાય, થશે યોગ્ય ફળની પ્રાપ્તિ, શનિનો ખરાબ પ્રભાવ થશે ઓછો

માણસના જીવનમાં સુખ અને દુઃખ આવતા અને જતા રહે છે, જ્યારે વ્યક્તિના જીવનમાં સુખ હોય છે તો તે કોઈ પણ ચિંતા વગર પોતાના કામકાજ સારી રીતે પુરા કરે છે. પરંતુ જયારે વ્યક્તિના જીવનમાં દુઃખ ઉભા થવા લાગે છે તો તે ઘણા વિચલિત થઇ જાય છે અને તેનું કામકાજમાં પણ મન નથી લાગતું. તે પોતાની મુશ્કેલીઓને વહેલામાં વહેલી તકે દુર કરવાના પ્રયાસ કરવામાં લાગી રહે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાના દુઃખોમાંથી છુટકારો મેળવી શકે છે, એવા ઘણા શુભ દિવસ અને તક હોય છે જેની ઉપર જો થોડા ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને તેનું સારું ફળ મળે છે.

૨૪ જાન્યુઆરી ૨૦૨૦ ના દિવસે પોષ વદ પક્ષની અમાસની તિથી આવી રહી છે, જે હિંદુ ધર્મ માટે ઘણી વિશેષ તિથી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ તિથીને ઘણી જ વિશેષ ગણવામાં આવી છે. આ દિવસે લોકો મૌની વ્રત રાખે છે. મૌની વ્રત રાખવાથી તમારી ઇન્દ્રિયોને નિયંત્રણમાં કરી શકાય છે.

જો તમે મૌની અમાસના દિવસે થોડા સરળ એવા ઉપાય કરો છો, તો તેનાથી તમને ઘણો બધો ફાયદો પ્રાપ્ત થશે, ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ શનિ પણ રાશિ પરિવર્તન કરવાના છે, આ દિવસે થોડા વિશેષ ઉપાય કરીને તમે શનિદેવ પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો.

આવો જાણીએ મૌની અમાસના દિવસે ક્યા ઉપાય કરવા?

૧. દાન કરવાથી શનિનો પ્રકોપ થશે ઓછો :

મૌની અમાસના દિવસે શનિ મકર રાશિમાં પરિવર્તન કરવાના છે. જેના કારણે જ તેમની સારી અને ખરાબ અસર તમામ રાશિઓ ઉપર થોડી થોડી પડવાની છે. એવી સ્થિતિમાં જો તમે શનિદેવની ખરાબ અસરથી બચવા માગો છો, તો તેના માટે તમે આ દિવસે શનિદેવની આરાધના જરૂર કરો, જો તમે મૌની અમાસના દિવસે શનિદેવની પૂજા કરો છો તો શનિથી મળતી ખરાબ અસરને ઓછી કરી શકાય છે.

તે ઉપરાંત તમે આ દિવસે કાળી વસ્તુ જેવી કે ધાબળો, કાળા બુટનું દાન જરૂર કરો. તમે તમારી શક્તિ મુજબ જરૂરિયાત વાળા લોકોને આ વસ્તુનું દાન કરો, તેનાથી શનિદેવ પ્રસન્ન થશે અને તમને યોગ્ય ફળ મળશે.

૨. મૌની અમાસ ઉપર કરો આ પ્રભાવશાળી ઉપાય :

જો કોઈ વ્યક્તિને પોતાના દ્વારા કરવામાં આવતી મહેનતનું યોગ્ય ફળ નથી મળી રહ્યું, તમે કોઈ પણ કામ કરો છો પરંતુ તેમાં તમને સફળતા નથી મળી રહી, કે પછી ઘરમાં ધન સાથે જોડાયેલી તકલીફો ઉભી થઇ રહી છે, તો તમે એવી સ્થિતિમાં મૌની અમાસના દિવસે ઘરમાં કસ્તુરી સ્થાપિત કરો, તે ઘણું જ શુભ માનવામાં આવે છે.

જો તમે તમારા ઘરમાં કસ્તુરી સ્થાપિત કરો છો, તો તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દુર થાય છે, જ્યોતિષ શાસ્ત્રમાં કસ્તુરીનો આ ઉપાય ઘણો જ પ્રભાવશાળી માનવામાં આવે છે. તેને ઘરમાં સ્થાપિત કરવાથી કૌટુંબિક સુખ, ધન, આરોગ્ય લાભ મળે છે અને કુટુંબની તમામ તકલીફો દુર થઇ જાય છે.

ઉપર જણાવેલી બાબતોમાં તમને મૌની અમાસના દિવસે કરવામાં આવતા થોડા ઉપાયો વિષે માહિતી આપવામાં આવી છે. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમારા જીવનની ઘણી તકલીફો દુર થશે અને શનિથી મળતી ખરાબ અસરથી પણ તમારું રક્ષણ થઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ ઉપાય રામબાણ ઉપાય માનવામાં આવે છે, એટલા માટે તમે તેને એક વખત અજમાવીને જરૂર જુવો, તમને તેનો ફાયદો જરૂર પ્રાપ્ત થશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.