24 જાન્યુઆરીથી શનિ બદલશે પોતાની ચાલ, આ 3 રાશિઓ પર પડશે ભારે

ન્યાયના દેવ શનિ 24 જાન્યુઆરીએ ધનુ રાશિમાંથી પોતાની જ રાશિ મકરમાં ગોચર કરશે. તે પછી 11 મે 2020 થી 29 સપ્ટેમ્બર સુધી શનિ મકરમાં વક્રી અવસ્થામાં ગોચર કરશે. આ વર્ષ શનિ 27 ડિસેમ્બરથી અસ્ત પણ થઇ જશે, જેનાથી શનિનો પ્રભાવ થોડો ઓછો થઇ જશે.

ધનુ અને મકર રાશિમાં પહેલાથી જ શનિની સાડાસાતીનો પ્રભાવ ચાલી રહ્યો હતો. હવે કુંભ રાશિ પર પણ શનિની સાડાસાતીનું પહેલું ચરણ શરુ થઇ જશે. શનિ મકર અને કુંભ બે રાશિનો સ્વામી છે. શનિની બે રાશિઓમાંથી એક મકરમાં શનિનું ગોચર થવાનું છે, અને બીજી રાશિ કુંભ શનિની પોતાની રાશિ અને મૂળ ત્રિકોણ રાશિ છે. જ્યોતિષ પ્રમુખ વેબસાઈડ એસ્ટ્રોસએજ દ્વારા જાણીએ કે શનિના આ ગોચરથી તમારી રાશિ પર શું અસર થશે?

શનિ ગોચર 2020 – મેષ રાશિફળ :

મેષ રાશિમાં શનિ દશમાં અને અગિયારમાં ભાવનો સ્વામી થઈને રાશિમાંથી દશમાં ભાવમાં જ ગોચર કરશે. દશમો ભાવ કર્મનો ભાવ છે અને શનિ પણ કર્મના સ્વામી છે. આ ગોચરમાં તમારી મહેનત અને સંધર્ષ ખુબ વધી જશે. નવા કામ માટે વિચારી રહ્યા છો તો એપ્રિલ સુધી કરો, કારણ કે 11 મે થી શનિ વક્રી થવાના કારણે નવા કામમાં સમસ્યા આવી શકે છે, અને જે લાભની આશા કરી રહ્યા હતા તે પણ સમય પર નહિ મળશે. સ્વાસ્થ્યની બાબતે આ વર્ષ સામાન્ય રહેશે. કોઈ ચામડીથી જોડાયેલી બીમારી પરેશાન કરી શકે છે એટલા માટે બેદરકારી ન કરો.

શનિના પરાક્રમ ભાવમાં ગોચર કરવાથી મેષ રાશિ વાળા લોકોની અંદર ઉત્સાહની કોઈ ઉણપ રહેશે નહિ અને કોઈ પણ કામ તમે ગભરાયા વિના કરો. માતા-પિતાનો સહયોગ પૂર્ણ રૂપથી બન્યો રહેશે અને તમે તેમની સાથે ધાર્મિક યાત્રા માટે જઈ શકો છો. ઘરથી જોડાયેલા કોઈ કામમાં ધન ખર્ચ થઇ શકે છે અને તમારું પોતાના ઘરનું સપનું પણ આ શનિના ગોચારથી જરૂર પૂર્ણ થશે.

ઉપાય : તમારે મહારાજ દશરથ કૃત નીલ શનિ સ્ત્રોત્રનો પાઠ કરવું જોઈએ, અને શનિવારના દિવસ સાંજેના સમયે પીપળાના વૃક્ષ નીચે સરસવાના તેલનો દીવો પ્રગટાવો.

શનિ ગોચર 2020 – વૃષભ રાશિફળ :

વૃષભ રાશિમાં શનિ નવમાં અને દશમાં ભાવનો સ્વામી થઈને વૃષભ રાશિથી નવમ ભાવમાં જ ગોચર કરશે. શનિનું ભાગ્ય સ્થાનમાં ગોચર થવાથી પિતાની સાથે કંઈક મતભેદ થઇ શકે છે. તમારે તેમના સ્વાસ્થ્યની ધ્યાન રાખવું જોઈએ. કાર્ય-સ્થળમાં મહેનત વધારે થયા પછી લાભની આશા ઓછી દેખાઈ શકે છે. ધૈર્યથી જ કામ કરો તો સારું રહેશે. પ્રમોશન વિષે વિચારી રહ્યા છો તો આ શનિ ગોચર હજુ તમને રાહ જોવડાવશે. નવી નોકરી માટે વર્ષની શરૂઆત જ સારી રહેશે, વર્ષના મધ્યમાં આવીને બદલાવ ન કરો.

વૃષભ રાશિ વાળાઓએ આ વર્ષે આળસને પોતાનાથી દૂર રાખવી પડશે, નહિ તો આવતીકાલ પર કામ કરવાની આદતથી કોઈ મહત્વપૂર્ણ કામ હાથથી નીકળી જશે. રાહુનું પણ વાણી ભાવમાં ગોચર કરવાથી તમારે ખુબ જ સમજી વિચારીને પોતાની વાણીનો પ્રયોગ કરવો પડશે, અને કોઈ પણ એવો વાયદો ન કરો જે સમય પર પૂરો ન કરી શકો.

ઉપાય : તમારે વિશેષ રૂપથી ઉત્તમ ગુણવત્તા વાળા નીલમ રત્નને શનિવારના દિવસે મધ્યમા આંગળીમાં પંચધાતુ અથવા અષ્ટધાતુની વીંટીમાં ધારણ કરવો જોઈએ અને શનિ મંત્રનો જાપ કરવો જોઈએ.

શનિ ગોચર 2020 – મિથુન રાશિફળ :

મિથુન રાશિમાં શનિ આઠમાં અને નવમાં ભાવનો સ્વામી થઈને મિથુન રાશિમાં આઠમાં ભાવમાં જ ગોચર કરી રહેશે. આ વર્ષે શનિનો પ્રભાવ તમારા કર્મ ભાવ પર રહેશે, જેના કારણે કાર્ય-સ્થળમાં મોડું થવાની સાથે સમસ્યા પણ બની રહેશે અને આઠમાં ભાવમાં શનિનો પ્રભાવ થવાથી અચાનક જ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક સ્થિતિ પણ કમજોર દેખાઈ આવે છે, અને ધનથી જોડાયેલા કાર્યમાં પણ આ શનિ આવક અને લાભમાં ઘટાડો કરશે. આ વર્ષ વિદેશ યાત્રા માટે સારું રહેશે અને ત્યાંથી જોડાયેલા બધા કાર્ય સમય પર થશે.

મિથુન રાશિના જે લોકો ગયા વર્ષમાં જમીનથી જોડાયેલા વાદ-વિવાદનો અત્યાર સુધી સામનો કરી રહ્યા હતા, તો આ વર્ષે તેનાથી પણ છુટકારો મળતો દેખાઈ રહ્યો છે. શનિની તમારી રાશિથી આઠમાં ભાવમાં ગોચર કરવાથી ક્યારે ક્યારે પોતાને ભ્રમિત અનુભવ કરશો. મહત્વપૂર્ણ નિર્ણય થોડા સમય માટે ટાળી નાખશો તો સારું રહેશે.

ઉપાય : તમારે શનિવારનું વ્રત રાખવું જોઈએ કે પછી શનિ પ્રદોષનો વ્રત પણ તમે રાખી શકો છો. તેની સાથે શનિવારના દિવસે કાળા કપડાં પહેરવાથી બચો.

શનિ ગોચર 2020 – કર્ક રાશિફળ :

શનિ ગોચર 2020 અનુસાર કર્ક રાશિમાં શનિ સાતમાં અને આઠમાં ભાવનો સ્વામી થઈને કર્ક રાશિથી સાતમાં ભાવમાં ગોચર કરશે. આ વર્ષ આળસને પોતાનાથી દૂર રાખો કારણ કે આળસુ લોકોને શનિ દેવ શુભ ફળ આપતી નથી. વર્ષની શરૂઆતમાં વેપારથી જોડાયેલ કેટલાક એવા મહત્વપૂર્ણ નિર્ણય લેશો જે તમારા વીતેલા વર્ષમાં નહિ લઇ શક્યા. વિદેશથી જોડાયેલા એવા પણ પ્રોજ્ક્ટ મળશે જેનાથી તમને લાભ મળશે. સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન જરૂર રાખો અને વાહન ખુબ જ સાવધાનીથી ચલાવવું ખુબ જરૂરી છે.

કર્ક રાશિવાળના ઘરમાં કોઈ પ્રકારની સજાવટ પર ધન ખર્ચ થઇ શકે છે, જેમાં પરિવાર વાળા તમારું પૂર્ણ રૂપથી સહયોગ આપશે. વર્ષના મધ્યમાં તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો કોઈ જૂની બીમારી પરેશાન કરી શકે છે. બિલકુલ પણ બેદરકારી ન રાખો. કોઈની સાથે વાદ વિવાદ પણ થઇ શકે છે, જેને દૂર કરવામાં તમારું ધન ખર્ચ થઇ શકે છે, સાવધાની રાખવાની જરૂર છે.

ઉપાય : તમારે દર શનિવારે સરસવનું તેલ કોઈ લોખંડ કે માટીના વાસણમાં ભરીને તેમાં પોતાનો ચહેરો જોઈને છાયા પાત્ર દાન કરવું જોઈએ, અને ગરીબોની યથાસંભવ મદદ કરવી જોઈએ.

શનિ ગોચર 2020 – સિંહ રાશિફળ :

સિંહ રાશિમાં શનિ છઠ્ઠા અને સાતમાં ભાવના સ્વામી થઈને સિંહ રાશિથી છઠ્ઠા ભાવમાં જ ગોચર કરી રહ્યા છે. શનિ તમને આ વર્ષે સાચી દિશામાં કાર્ય કરવાની પ્રેરણા આપશે, અને તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરશે. શનિ ગોચર 2020 અનુસાર, આ વર્ષમાં તમારી મહેનત અને સંઘર્ષ ખુબ વધી જશે, જેનાથી તમે પોતે જ ખુબ વ્યસ્ત અનુભવ કરશો. કોઈ જમીનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ખુબ વિચારીને જ કરો નહિ તો વર્ષના મધ્યમાં તમારી સાથે દગો થઇ શકે છે.

સિંહ રાશિના લોકો નોકરી સાથે જોડાયેલા કોઈ પરિવર્તન કરવા માંગે છે, તો કોઈ સારી પોસ્ટની ઇચ્છામાં ઉતાવળ કરતા નહિ, સંયમથી જ ચાલશો તો પ્રમોશન પણ મળશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા દેખાઈ રહી છે. જોઈ જૂની બીમારીના કારણે માનસિક તણાવ બન્યો રહેશે. કોઈ જૂનો રીસાયેલો સાથી પાછો આવી શકે છે, જેનાથી તમને પરિચિતતા મળશે.

ઉપાય : તમારે શનિવારના દિવસે આખી કાળી અડદની દાળ દાન કરવી જોઈએ, અને સંભવ હોય તો પીપળાના વૃક્ષ નીચે કાળા તલના તેલનો દીવો સાંજના સમયે પ્રગટાવીને પીપળાના વૃક્ષની સાત પરિક્રમા કરવી જોઈએ.

શનિ ગોચર 2020 – કન્યા રાશિફળ :

કન્યા રાશિમાં શનિ પાંચમાં અને છઠ્ઠા ભાવનો સ્વામી થઈને કન્યા રાશિથી પાંચમાં ભાવમાં જ ગોચર કરી રહ્યો છે. શનિના આ ગોચરથી તમે આ વર્ષે કોઈ રોકાયેલી શિક્ષાને ફરી શરુ કરી શકો છો, કે કોઈ શોધમાં પણ ખોજ કરી શકો છો. શનિની સ્થિતિ તમારા વિચારને ગંભીર બનાવી દેશે, જેનાથી તમે ખુબ જ ઊંડાણમાં જઈને મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકો છો. શનિ ગોચર 2020 અનુસાર વેપારને લઈને આ વર્ષ કાંઈક ભ્રમ જેવું બન્યું રહેશે, અને નવા કાર્યને લઈને પણ ખેંચતાણ બની રહેશે.

કન્યા રાશિવાળા અને તેમના કર્મચારીઓ વચ્ચે મતભેદ પણ થઇ શકે છે. કોઈ જૂનું સરકારી કાર્ય અટકેલું હોય તો તે પણ આ વર્ષે પૂર્ણ થશે. માતા-પિતાનો પૂર્ણ રૂપથી તમને સહયોગ મળશે. કોઈ મોંઘી ભૌતિક વસ્તુ પર તમારું ધન ખર્ચ થઇ શકે છે. તમે તમારા મહિલા મિત્ર માટે આભૂષણ પણ ખરીદી શકો છો. વાહન અને ઘરથી જોડાયેલા ખર્ચ માટે વર્ષનો મધ્યનો સમય સારો નથી.

ઉપાય : તમારે શનિ પ્રદોષનું વ્રત રાખવું જોઈએ અને શનિવારના દિવસે સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને જે પાંચ દાણા આખી અડદના નાખવા જોઈએ.

શનિ ગોચર 2020 – તુલા રાશિફળ :

શનિ ગોચર 2020 માં તુલા રાશિમાં શનિ ચોથા અને પાંચમા ભાવનો સ્વામી થઈને તુલા રાશિથી ચોથા ભાવમાં ગોચર કરશે. તુલા રાશિ વાળાઓને શનિ આ વર્ષે વેપારમાં નવી તકો આપશે, પરંતુ કોઈ પ્રકારનું ધમંડ તમારા માટે નુકશાનકારક બની શકે છે. જો વિદેશથી જોડાયેલા કોઈ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છો, તો તે તમને મળી જવાથી લાભની પ્રાપ્તિ થશે. કોઈના કહેવાથી કોઈ મોટો નિર્ણય લેવો નહિ, અને વર્ષના મધ્યમાં જમીનમાં રોકાણ વિષે વિચારતા પણ નહિ.

શનિના વક્રી થવાથી તુલા રાશિ વાળાઓનો પોતાની માતા સાથે કોઈ પ્રકારનો મતભેદ બન્યો રહેશે. આ જ કારણે તમારે માનસિક રૂપથી કષ્ટનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે નાની-નાની યાત્રાનો યોગ પણ બની રહ્યો છે, અને સપ્ટેમ્બર પછી વિદેશ યાત્રાનું સપન પણ સાચું થશે. કોઈ પ્રકારનો વાદવિવાદ થતા દેખાઈ આવે તો તમે સમય રહેતા તેને દૂર કરી લેવો તમારા માટે સારું રહેશે.

ઉપાય : તમારે ઉત્તમ ગુણવત્તા વાળો નીલમ રત્ન ધારણ કરવો જોઈએ. આ રત્ન પંચધાતુ અથવા અષ્ટધાતુની વીંટીમાં શનિવારના દિવસે મધ્ય આંગળીમાં ધારણ કરવો સારું રહેશે. તેના સિવાય તમે કટહૈલા રત્ન પણ ધારણ કરી શકો છો.

શનિ ગોચર 2020 – વૃશ્ચિક રાશિફળ :

વૃશ્ચિક રાશિમાં શનિ ત્રીજા અને ચોથા ભાવનો સ્વામી થઈને વૃશ્ચિક રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરશે. આ શનિના ગોચરથી તમારા ઉપર ચાલી રહેલી સાડાસાતી હવે સમાપ્ત થઇ જશે. શનિ ગોચર 2020 અનુસાર આ વર્ષમાં તમે આળસ અનુભવ કરશો, અને જો કામને કાલ માટે ટાળવાનું વિચારશો તો નુકશાન પણ તમારું જ થશે. વેપારમાં કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય કાર્ય માટે સારો રહેશે.

વૃશ્ચિક રાશિવાળાની આર્થિક સ્થિતિ પણ સામાન્ય બની રહેશે અને કાર્યમાં આર્થિક સ્થિતિને લઈને કોઈ સમસ્યા આવશે નહિ. વર્ષના મધ્યમાં માતા સાથે કોઈ વાતને લઈને વાદવિવાદ થઇ શકે છે. કોઈ મિત્રની મદદથી તમારા રોકાયેલા કામ સારી રીતે ચાલુ થઇ જશે પરંતુ તે મિત્ર સાથે કોઈ નવા કામની શરૂઆત કરો નહિ. કોઈ જૂની રોકાયેલી શિક્ષા આ વર્ષ ફરી શરુ થશે અને પૂર્ણ પણ થશે.

ઉપાય : તમારે શનિવારના દિવસે કીડીઓને લોટ નાખવો જોઈએ અને કોઈ ધાર્મિક સ્થળની સાફ સફાઈનું કાર્ય નિયમિત રૂપથી કરવું જોઈએ.

શનિ ગોચર 2020 – ધનુ રાશિફળ :

ધનુ રાશિમાં શનિ બીજા અને ત્રીજા ભાવનો સ્વામી થઈને ધનુ રાશિથી બીજા ભાવમાં ગોચર કરશે. આ વર્ષે કોઈ પણ કાર્ય શરુ કરવા માંગો છો, તો તમારે પૂર્ણ રૂપથી ધ્યાન આપીને જ કરો, ત્યારે જ શનિ તમને સફળતા અપાવશે. શનિની સાડાસાતીનું છેલ્લું ચરણ થવાથી આ શનિ જતા જતા તમને સોનાની જેમ ગરમ કરીને સોનાની જેમ ચમદાર બનાવી દેશે. વેપાર માટે આ વર્ષ ખુબ મહેનત અને સંધર્ષ ભર્યું રહેશે, પરંતુ આનું પરિણામ પણ સારું જ રહેશે.

ધનુ રાશિ વાળાઓની આર્થિક સ્થિતિઓ માટે આ ગોચર થોડી તંગી લાવશે અને ધનથી જોડાયેલી સમસ્યા બની રહેશે, પરંતુ તમારું કોઈ કામ રોકાશે નહિ. જમીન સાથે જોડાયેલા કોઈ ફાયદા શનિ તમને આપી શકે છે. વિદેશ જવાનું વિચારી રહ્યા છો, તો આ વર્ષે ખુબ જ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પિતા પાસેથી આર્થિક મદદ મળશે અને માતાનો આશીર્વાદ બન્યો રહેશે.

ઉપાય : તમારે શનિવારના દિવસે કોઈ કાળા કપડાં અથવા કાળા દોરામાં ધતૂરાના મૂળ ધારણ કરવા જોઈએ. આ મૂળને તમે પોતાના ગળા અથવા બાજુઓમાં પહેરી શકો છો. સાથે જ હનુમાનજીની ઉપાસના કરવી પરમ લાભકારી રહેશે.

શનિ ગોચર 2020 – મકર રાશિફળ :

મકર રાશિમાં શનિ બીજા ભાવનો સ્વામી થઈને મકર રાશિમાં જ ગોચર કરી રહ્યો છે. શનિની સાડાસાતીનું બીજુ ચરણ શરુ થઇ રહ્યું છે. જેનાથી માનસિક સમસ્યા તો બની રહેશે પણ શનિ પોતાની રાશિમાં ગોચર કરવાથી આ માનસિક તણાવથી લડવાની પ્રેરણા પણ આ જ શનિ આપશે. આ ગોચરથી તમારી નિર્ણય શક્તિમાં સંતુલન અને ઊંડાઈ આવશે અને તમને પોતાને નવી દિશા મળશે. વેપાર માટે આ ગોચર નવી તક લાવશે અને આર્થિક સ્થિતમાં પણ લાભ બન્યો રહેશે.

આર્થિક સ્થિતિમાં સુધારો આવવાથી મકર રાશિ વાળા વિદેશ જવાનું સપનું પણ પૂરું કરી શકશે, અને તમે પોતાનું ઘર લેવાનું વિચારી રહ્યા છો તો તે જરૂર પૂર્ણ થશે. જીવનસાથી સાથે કેટલાક મતભેદ બન્યા રહેશે પણ તમે તમારી સમજણથી આ સમસ્યાઓનું નિવારણ મેળવી શકો છો. વર્ષના અંતમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કોઈ પ્રકારના અકસ્માતના યોગ બની રહ્યા છે એટલા માટે વાહન પણ ખુબ સાવધાનીથી ચલાવો.

ઉપાય : તમારે શનિવારના દિવસે વીંછી ઘાસ ધારણ કરવું ખુબ ઉપયુક્ત રહેશે, અને આ ઘાસ તમે કોઈ કાળા કપડામાં લપેટીને કે પછી સીલ કરી પોતાની હાથ(બાજુ) અથવા ગળામાં પહેરી શકો છો. આની સાથે જો તમે શનિદેવની આરાધના પણ કરો તો સારું રહેશે.

શનિ ગોચર 2020 – કુંભ રાશિફળ :

કુંભ રાશિમાં શનિ બારમા અને પહેલા ભાવના સ્વામી થઈને કુંભ રાશિથી બારમા ભાવમાં ગોચર કરશે. કુંભ રાશિ વાળાની શનિની સાડાસાતીનું પ્રથમ ચરણ શરૂ થશે. એનાથી તમારી રાશિમાં સંઘર્ષ અને મહેનત વધી જશે અને તમને પોતાના જીવનની હકીકત ખબર પડશે. આ સમયમાં તમારા પોતાના લોકો દૂર જવા લાગશે અને અમુક એવા સંબંધ નજીક આવશે જેના વિષે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને અંતર વધી શકે છે.

કુંભ રાશિના લોકો નવા કામને કરતા પહેલા કોઈ સિનિયરની સલાહ જરૂર લો. વ્યવસાયમાં કોઈ મોટું રોકાણ કરવા માટે સમજી વિચારીને જ આગળ વધો. નોકરી બદલવા માટે વર્ષનો વચ્ચેનો સમય યોગ્ય નથી. ઘરની સજાવટમાં ધન ખર્ચ થશે અને તમારું નવા વાહનનું સપનું પણ સાચું થશે.

ઉપાય : તમારે શનિવારથી શરૂ કરીને નિયમિત રૂપથી શનિદેવના બીજ મંત્ર ‘ૐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः’ નો જાપ કરવો જોઈએ અને શનિવારના દિવસે દિવ્યાંગ જનોને ભોજન કરાવવું જોઈએ.

શનિ ગોચર 2020 – મીન રાશિફળ :

શનિ ગોચર 2020 માં મીન રાશિમાં શનિ અગિયાર અને બારમા ભાવના સ્વામી થઈને મીન રાશિથી અગિયારમાં ભાવમાં ગોચર કરશે. શનિનું અગિયારમાં ભાવમાં ગોચર કરવા પર તેનો પૂર્ણ પ્રભાવ તમારી રાશિ પર બની રહેશે. આ સમયમાં આળસને પોતાના પર પ્રભુત્વ મેળવવા ન દેતા, નહિ તો ઘણા મહત્વપૂર્ણ અવસરોથી વંચિત રહી જશો. વ્યાપાર સાથે જોડાયેલા નવા અવસર આવશે અને તમને આગળ વધવાની તક મળશે.

મીન રાશિના લોકો આ વર્ષે કાંઈ નવું કરશે. સમાજમાં પણ તમારી નવી ઓળખ બનશે. તમારું વૈવાહિક જીવન આ વર્ષે ખુશહાલ બની રહેશે અને કોઈ નવા સાથીના જીવનમાં આવવાથી તમારા જીવનમાં ખુશીઓની વસંત આવી જશે. સ્વાસ્થ્યના હિસાબે આ ગોચર સારું રહેશે પણ આળસથી દૂર રહો. આ વર્ષે માતા-પિતાનો સહયોગ પૂર્ણ રૂપથી બની રહેશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ તે તમારી મદદ કરશે.

ઉપાય : તમારે શનિવારના દિવસે શુભ શનિ યંત્રની પૂજા કરવી જોઈએ અને શનિવારના દિવસે જ ગરીબોમાં મફતમાં દવાનું વિતરણ કરવું જોઈએ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.