૨૪ કલાકમાં જોડે છે હાડકા, કેન્સરનો પણ થાય છે ઈલાજ, ૨ દિવસમાં ૩૦૦ રોગીઓને તપાસે છે !!

ક્રરૌ (દેવધર) :

આયુર્વેદ ની વધતી માગ ને જોતા ઘણી કંપનીઓ આ ઘંધામાં ઉતરી આવેલ છે ઉત્તમ પેકેજીંગ અને જાહેરાત ના આધારે અંગ્રેજી દવાની કંપનીઓ ને પાછી પાડી દેવા લાગી છે. તે છતાં જંગલોમાંથી જડીબુટ્ટી લાવીને આયુર્વેદની દવા તૈયાર કરનારા ગામના વૈદો ની વાત જ કાઈ જુદી જ છે. પોતાના પૂર્વજો પાસેથી સારવારનું જ્ઞાન મેળવીને આ વૈધ આજે પણ સામાન્યથી લઈને અસાધ્ય રોગ સુધીના દર્દીની આશા છે.

મળવાનો સમય :

દેવધરના કરૌ પ્રખંડ આવેલ મોહલીડીહ ગામમાં રહેનારા વૈધ વકીલ મરાંડી પણ એવાજ ગામડામાં ડોક્ટર છે જેમની ખ્યાતી દુર દુર સુધી ફેલાયેલ છે. વકીલ મરાંડી નું ડોકટરી જ્ઞાનનું પણ પરિણામ છે કે પ્રખંડ મુખ્યાલયથી લગભગ ચાર કી.મી. દુર આ આદિવાસી મુલ ગામની ખ્યાતી ઝારખંડ ના ગીરીડીહ, દુમકા, બોકારો, દેવધર સહિત બંગાળ અને બિહાર સુધી ફેલાયેલ છે. જડીબુટ્ટી ને સહારે ડોક્ટર વકીલ મરાંડી ઘણા રોગોનો ઈલાજ કરે છે. આમ તો અહિયાં અઠવાડિયામાં દરેક દિવસે દર્દીનો ઈલાજ કરવામાં આવે છે. પણ બુધવાર અને રવિવારે અહિયાં વિશેષ ભીડ રહે છે. આ બન્ને દિવસોમાં લગભગ ૩૦૦ દર્દીઓનો ઈલાજ કરવામાં આવે છે. સહાયક ઓબીસર મરાંડી, જ્ઞાનેશ્વર મરાંડી, સાહેબ ટુડુ, છોટેલાલ ની મદદથી વકીલ લોકોનો ઈલાજ કરે છે.

વારસાગત ધંધાના માલિક

ડોક્ટર વકીલ મરાંડીએ જણાવ્યું કે આ જ્ઞાન તેમને દાદા સ્વ. મેઘુ મરાંડી, પિતા સુકલ મરાંડી અને કાકા સુજન મરાંડી પાસેથી મળેલ છે. બાળપણથી જ બન્નેને જડીબુટ્ટી થી દર્દીઓનો ઈલાજ કરતા જોયા કરતા હતા. જોતા જોતા થોડી જાણકારી મેળવી લીધી. ૧૯૭૬-૭૭ માં રાણી મંદાકિની ઉચ્ચ વિદ્યાલય કરૌમાંથી મેટ્રિક ની પરીક્ષા પાસ કરી. ત્યાર પછી દર્દીઓનો ઈલાજ કરવાનું શરુ કરી દીધું. ત્યાંર પછી તેમણે મધુપુર, કલકત્તા અને રાંચી થી આયુર્વેદિક સારવાર ની તાલીમ પણ લીધી. વકીલે જણાવ્યું કે અત્યાર સુધી અડધો ડઝન કેન્સરના દર્દીઓનો ઈલાજ કરી ચુક્યા છે. અહિયાં હાડકાના રોગના દર્દી સૌથી વધુ ઈલાજ માટે આવી પહોચે છે. ગઠીયા, વાત, પથરી, હરસ, મધુમેહ વગેરે નો ઈલાજ તે ૩૦ વર્ષથી સફળતાપૂર્વક કરી રહેલ છે. જણાવ્યું કે અહિયાં એવા દર્દી આવે છે જે મોટા મોટા અને નામચીન હોસ્પિટલોમાં ઈલાજ કરાવી કરાવી થાકી ગયા છે.

જંગલ ખલાશ થવાથી જડીબુટ્ટી ની તકલીફ

વકીલ મરાંડી નું કહેવું છે કે વિસ્તારમાં જંગલનું અસ્તિત્વ ખલાશ થઇ જવાથી જડીબુટ્ટી શોધવામાં ઘણી તકલીફ વેઠવી પડે છે. તેના માટે દુમકા જવું પડે છે. અંગ્રેજી દવાના ઉપયોગથી આડ અસર ની શક્યતા રહે છે. કારણ કે તે રાસાયણિક તત્વોથી બનેલી હોય છે.

પણ જડીબુટ્ટી થી બનેલી દવાના ઉપયોગથી કોઈ આડ અસર થતી નથી. જડીબુટ્ટી માંથી બનેલી દવા માં ઘણી શક્તિ હોય છે. જણાવ્યું કે હાડકાને માત્ર ૨૪ કલાકમાં જોડી શકાય છે. મધુમેહ અને પથરીના દર્દીઓને ત્રણ મહિનામાં જ ઠીક કરવાનો દાવો કરેલ છે.

સમાજ સેવાથી મળે છે પરમસંતોષ

ઈલાજ ના નામ ઉપર વકીલ માત્ર દસ રૂપિયા ફી લે છે. તે ઉપરાંત થોડી આયુર્વેદિક દવા લેવાથી દર્દીએ તેની કિંમત ચૂકવવી પડે છે. તેમનું માનવું છે કે ગરીબ ની સેવા કરવાથી પરમ સુખ પ્રાપ્ત થાય છે.


Posted

in

, ,

by