25 કરોડ ગ્રાહકોના સિમ કાર્ડ થશે બંધ, ક્યાંક તમારો નંબર આ લિસ્ટમાં તો નથી?

જો તમે ઍરટેલ, વોડાફોન કે આઈડિયાનો નંબર ઉપયોગ કરો છો, અને ઓછું રિચાર્જ કરવો છો, તો તમારી માટે આ ખરાબ સમાચાર છે. કારણ કે તમારો સીમકાર્ડ ક્યારેય પણ બંધ થઇ શકે છે. વોડાફોન આઈડિયા અને ભારતીય ઍરટેલે 25 કરોડ 2G મોબાઇક કનેક્શન બંધ કરવાનું પ્લાન બનાવ્યું છે. કંપનીનો પ્રતિ ગ્રાહક સરેરાશ રાજસ્વ (એઆરપીયુ) માં આવેલ કમીના કારણે આ કામ કર્યુ છે.

ફાઇનેશિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, એક રિપોર્ટ અનુસાર 250 મિલિયન સબ્સક્રાઈબર્સ એક મહિનામાં 35 રૂપિયાથી ઓછું રિચાર્જ કરાવે છે. આમાં આ પણ જાણવામાં આવ્યું છે કે ઍરટેલની પાસે આવા 100 મિલિયન ઉપયોગકર્તા અને વોડાફોન આઈડિયા પાસે લગભગ 150 મિલિયન ઉપયોગકર્તા છે, જે મહિનામાં 35 રૂપિયાથી ઓછું રિચાર્જ કરાવે છે. એટલા માટે કંપનીએ મિનિમમ 35 રૂપિયાનું રિચાર્જ કરવાનું અનિવાર્ય કરવાનો નિર્ણય લીધો છે.

નફાને વધારવાનો પ્લાન છે : હમણા કંપનીઓને આ ઉપયોગકર્તાઓથી 10 રૂપિયાનું ARPU મળે છે. જો મિનિમમ રિચાર્જ આ જ રહે છે તો ભારતીય ઍરટેલને તેનાથી 100 રૂપિયાનો મહિનાનો મહેસૂલ મળે છે. તેમનું માનવાનું છે કે જો આનાથી અડધા ઉપયોગકર્તા પણ રોકાય છે અને 35 રૂપિયા વાળા પ્લાન લે છે તો તેમને એક મહિનામાં 175 કરોડ રૂપિયા કમાણી થશે.

ઓછામાં ઓછું 35 રૂપિયાનું રિચાર્જ કરવાનું જરૂરી :

આ બધા 250 મિલિયન સબ્સક્રાઈબર્સ ડબલ સિમ ઉપયોગ કરે છે, જેનો મતલબ એ થાય છે કે તેમની પાસે બે મોબાઈલ કનેક્શન છે, અને તે સૌથી ઓછું રિચાર્જ કરાવે છે. જેનાથી તેમને ઇનકમિંગ કોલ્સ મળી શકે. પહેલા ઉપયોગકર્તા 10 રૂપિયાનું ટોપ-અપ કરાવી શકતા હતા. જો પ્લાન પૂર્ણ થઇ જાય તો તે આઉટગોઇંગ કોલ લઇ શકતા નહોતા, પણ તેમને પ્લાનની વેલિડિટી સુધી ફ્રીમાં ઇનકમિંગ કોલ્સની સુવિધા મળે છે. જે લગભગ 6 મહિના સુધી હોય છે.

હવે એક મહિનામાં 35 રૂપિયાના રિચાર્જ કરવાનું અનિવાર્ય કરીને ઍરટેલ, વોડાફોન અને આઈડિયાએ આ પરિણામ કાઢ્યું છે, કે ઉપયોગકર્તા ARPU ચેનને વધારશે કે પછી તે સીમનો ઉપયોગ કરવા લાગશે. જેનો તે પ્રાઈમરી રીતે ઉપયોગ કરતો હતો. આ પગલાંથી ભારતીય ઍરટેલના ARPUમાં સુધાર જોવા મળી શકે છે, અને જુલાઈ-સપ્ટેમ્બરના ક્વૉર્ટરમાં આ 101 રૂપિયા રહ્યું વોડાફોન આઈડિયામાં આ 88 રૂપિયા રહ્યું.

આ છે ભારતીય ઍરટેલના સીઈઓનો અભિપ્રાય:

આને લઈને ભારત અને દક્ષિણ એશિયાના ભારતીય ઍરટેલના સીઈઓ અને મેનેજીંગ ડાયરેક્ટર ગોપાલ વિટ્ટલે જણાવ્યું કે તેમની પાસે વાયરલેસમાં 330 મિલિયન કસ્ટમર્સ છે. જેમાંથી લગભગ 100 મિલિયન કસ્ટમર્સ ખુબ ઓછા ARPU વાળા છે, જે ડબલ-ડિજિટના સૌથી નીચેના સ્તર પર છે. તેમણે આગળ જણાવ્યું કે મિનિમમ ARPU પ્લાને વધારવાથી અમે કેટલાક ગ્રાહકોને ગુમાવશું પરંતુ આનાથી 4G પર પ્રિ-પેડ અને પોસ્ટપેડ ગ્રાહકોની વધારો થશે.

આવું કરવાનું કારણ?

ટેલિકોમ કંપનીઓએ ઓછા રિચાર્જ કરાવવા વાળા 2જી ઉપયોગકર્તાને આ લિસ્ટમાં ટાર્ગેટ કર્યા છે, કારણ કે આનાથી તેમને ઓછી આવક થઇ રહી હતી. સાથે જ કંપની પોતાના 2જી નેટવર્ક્સ ઓછા કરવા માંગે છે, જેથી 4જી ગ્રાહકોની સંખ્યા વધારો થઇ શકે.