25 જાન્યુઆરીથી શરુ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી, જાણો શુભ મુહૂર્ત અને એની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો.

માં દુર્ગાની પૂજા કરવા વાળા ભક્તો ઉપર ક્યારે પણ કોઈ તકલીફ નથી આવતી. જે ભક્તો તેમની પૂજા અર્ચના કરે છે તો તેમના જીવનની તમામ તકલીફો દુર થાય છે. ધાર્મિક શાસ્ત્રો મુજબ જોવામાં આવે તો નવરાત્રીમાં માં દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં કુલ ૪ નવરાત્રી આવે છે.

આ ચારેય નવરાત્રીમાંથી શરદ અને ચૈત્ર નવરાત્રી મુખ્ય માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીના દિવસોમાં માં દુર્ગાની સાર્વજનિક પૂજા નથી કરવામાં આવતી. ગુપ્ત નવરાત્રીમાં માં દુર્ગા ઉપરાંત ભગવાન શિવજી અને માતા પાર્વતીજીની અર્ધનારીશ્વર મહાશક્તિના રૂપની ગુપ્ત રીતે પૂજા અર્ચના થાય છે.

વર્ષમાં આવતી ૪ નવરાત્રીમાંથી શરદ અને ચૈત્ર નવરાત્રીમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પરંતુ ગુપ્ત નવરાત્રીમાં ૧૦ મહાવિદ્યાની પૂજા થાય છે. મહા માસની ગુપ્ત નવરાત્રી દરમિયાન જે સાધક દેવી માતાની પૂજા કરે છે, તેમણે ઘણા કડક નિયમોનું પાલન કરવું ઘણું જરૂરી છે.

મહા માસની નવરાત્રી વિષે એવું કહેવામાં આવે છે કે, આ ગુપ્ત નવરાત્રિમાં શિવ અને માં શક્તિની ઉપાસના થાય છે. શાસ્ત્રોમાં ગુપ્ત નવરાત્રીને ખાસ કરીને ગુપ્ત સિદ્ધીઓ પ્રાપ્ત કરવાનું સાધન કાળ જણાવવામાં આવ્યું છે, તંત્ર મંત્રની સિદ્ધિઓ માટે ગુપ્ત નવરાત્રીનું ઘણું મહત્વ માનવામાં આવે છે. આ દિવસોમાં સાધક ગુપ્ત રીતે તંત્ર મંત્રની સિદ્ધીઓ પ્રાપ્ત કરે છે.

જાણો ક્યારથી શરુ થાય છે મહા ગુપ્ત નવરાત્રી અને તેના શુભ મુહુર્ત :

વર્ષ ૨૦૨૦ માં મહા માસની ગુપ્ત નવરાત્રી ૨૫ જાન્યુઆરીથી શરુ થઇ રહી છે અને તે ૪ ફેબ્રુઆરી સુધી ચાલવાની છે. જો ગુપ્ત નવરાત્રીએ ઘટ(ઘડો) સ્થાપનાના શુભ મુહુર્તની વાત કરીએ, તો ૨૫ જાન્યુઆરીએ શનિવારે સવારના સમયે તેની સ્થાપના કરી શકાય. તેનું મુહૂર્ત સવારે ૯.૪૮ વાગ્યાથી લઈને ૧૦.૪૭ વાગ્યા સુધી રહેશે. ઘટ સ્થાપનાનો કુલ સમય ગાળો લગભગ ૫૯ મિનીટ સુધી રહેવાનો છે. તે ઉપરાંત ઘટ સ્થાપના માટે અભિજિત મુહુર્ત ૧૨.૧૨ વાગ્યે બપોરથી ૧૨.૫૫ વાગે બપોર સુધી રહેવાનું છે.

જે સાધક ગુપ્ત મહા નવરાત્રીની પૂજા કરે છે, તો તે પહેલા દિવસે કળશ સ્થાપના કરે. કળશ સ્થાપના કરવા ઉપરાંત સવાર અને સાંજના સમયે દુર્ગા માતાની ચાલીસા અને સપ્તશતીના પાઠ કે મંત્રોના જાપ કરવામાં આવે છે. અને બંને સમયે દેવી માતાની આરતી થાય છે. આરતી દરમિયાન દેવી માતાને લાલ રંગના ફૂલ અર્પણ કરવામાં આવે છે, કેમ કે માતાને લાલ રંગના ફૂલ ઘણા પ્રિય છે.

તે કારણે જ સાધક તેવો પ્રયાસ કરે છે કે, માં ભગવતીને લાલ રંગના ફૂલ અર્પણ કરે. મહા ગુપ્ત નવરાત્રીના દિવસે ખાવાપીવાને લઈને ઘણી સાવચેતી રાખવી જરૂરી છે. આ દિવસોમાં સાત્વિક ભોજનનું જ ગ્રહણ કરવામાં આવે છે.

જે લોકો તંત્ર મત્રમાં વિશ્વાસ રાખે છે તેમના માટે ગુપ્ત નવરાત્રી ઘણી જ ખાસ માનવામાં આવે છે. જો તમે ધાર્મિક માન્યતાઓ મુજબ જોશો તો ગુપ્ત નવરાત્રી મહાવિદ્યાની ગુપ્ત રીતે આરાધના માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આ દિવસોમાં ગુપ્ત સાધના કરવામાં આવે છે, તેના કારણે જ લોકો તેને ગુપ્ત નવરાત્રીના નામથી ઓળખે છે. આ નવરાત્રીના આઠમાં અને નવમાં દિવસે સાધક કન્યા પૂજન સાથે જ વ્રતનું ઉદ્યાપન કરે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.