25 વર્ષ પછી જુહી ચાવલાએ રહસ્ય ઉજાગર કર્યું, કહ્યું – ‘મેં પોતાના લગ્ન બધાથી છુપાવ્યા હતા, કારણ કે….’

જાણો કેવી રીતે શરુ થઇ જય અને જુહી ચાવલાની લવ સ્ટોરી, 25 વર્ષ પછી જુહીએ કર્યો આ ખુલાસો. 90ના દશકની સૌથી સફળ અને સુંદર અભિનેત્રીઓની યાદીમાં રહેલી જુહી ચાવલા આજે તેનો 53મો જન્મ દિવસ ઉજવી રહી છે. જુહીનો જન્મ 13 નવેમ્બર 1967ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. આમ તો જુહીએ ઘણી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ છેલ્લા થોડા સમયથી જુહી ફિલ્મોથી દુર છે અને તે પોતાનો સંપૂર્ણ સમય ફેમીલી સાથે પસાર કરે છે. તેથી આજે અમે આ લેખમાં જુહીના અંગત જીવન વિષે થોડા રસપ્રદ કિસ્સા તમને જણાવીશું.

આમ તો જુહી જયારે તેની કારકિર્દીની પીક ઉપર હતી, તો તેમણે બિજનેસમેન જય મેહતા સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ અભિનેત્રીએ લગ્ન ખુબ જ ગુપ્ત રીતે કર્યા હતા.આ લગ્નની ગંધ કોઈને પણ આવી ન હતી. આમ તો પાછળથી જયારે તેના વિષે બધાને ખબર પડી તો બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

પોતાના લગ્નને લઈને જુહીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે હું એ દિવસો દરમિયાન કારકિર્દીની પીક ઉપર હતી અને મને ઘણી બાબતોમાં સફળતા પ્રાપ્ત થઇ રહી હતી. હું મારી એ સફળતા ચાલુ રાખવા માગતી હતી, પરંતુ તેવામાં મેં જય મેહતા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. આમ તો મેં તેના વિષે કોઈને જણાવ્યું ન હતું અને શાંતિથી મારું કામ કરતી રહી.

આવી રીતે શરુ થઇ હતી જય અને જુહીની લવ સ્ટોરી : તેના એ ઈન્ટરવ્યુંમાં જુહીએ જય મેહતા સાથે તેની લવ સ્ટોરીનું પણ વર્ણન કર્યું. તેમણે જણાવ્યું કે અમારા બંનેની પહેલી મુલાકાત મારા બોલીવુડમાં પ્રવેશ કરતા પહેલા જ થઇ ગઈ હતી. પરંતુ જયારે મેં ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો, તો અમારા કોન્ટેક એકદમ બંધ થઇ ગયા હતા. આમ તો થોડા વર્ષો પછી અમારા એક કોમન ફ્રેંડે ડીનર પાર્ટી રાખી, જેમાં અમરા બંનેની મુલાકાત થઇ. આ મુલાકાત પછી અમે બંને ફરીથી એક બીજાના સંપર્કમાં આવી ગયા.

ફિલ્મોના શુટિંગ દરમિયાન પણ જય અને જુહીની મુલાકાત થતી રહેતી હતી. આમ તો તે દરમિયાન બંનેને એકબીજામાં કોઈ ખાસ આકર્ષણ ન હતું, પરંતુ જયારે જુહીને ખબર પડી કે જય મેહતાની પત્નીનું અવસાન થઇ ગયું છે તો જય માટે તેનું વલણ બદલાઈ ગયું અને બંને વચ્ચે પ્રેમ વધવા લાગ્યો.  જય અને જુહીનો પ્રેમ ધીમે ધીમે આગળ વધવા લાગ્યો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. તેવામાં જુહીની માં નું કાર અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું અને આ ઘટનાએ જુહીને દુઃખી કરી દીધી. ઘણા દિવસો સુધી અભિનેત્રી એ દુઃખ માંથી બહાર ન આવી શકી. કહેવામાં આવે છે કે તે દરમિયાન જય મેહતાએ તેની ઘણી મદદ કરી થી. ત્યાર પછી વર્ષ 1995માં બંને લગ્ન બંધનથી બંધાઈ ગયા.

જય મેહતા સાથે લગ્ન પછી જુહીએ ફિલ્મી દુનિયા હંમેશા માટે છોડી દીધી અને તેના કૌટુંબિક જીવનમાં વ્યસ્ત થઇ ગઈ. જય અને જુહીને બે બાળકો છે. જેમાં એક દીકરો અર્જુન છે અને એક દીકરી જાહ્નવી છે. જય મેહતા મલ્ટીનેશનલ કંપની મેહતા ગ્રુપના માલિક છે, સાથે જ તેની સિમેન્ટની બે કંપનીઓ છે. એટલું જ નહિ જય મેહતા આઈપીએલ ટીમ કોલકતા નાઈટ રાઈડર્સના કો-ઓનર પણ છે, જયારે શાહરૂખ ખાન આ ટીમના ઓનર છે.

ફિલ્મો પડદાથી દુર હવે જુહી કરે છે આ કામ : જુહીની વાત કરીએ તો તે હાલના દિવસોમાં ફિલ્મી પડદાથી દુર ખેતી કરી રહી છે અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપી રહી છે. તે જોઈને થોડા દિવસો પહેલા તેને વુમેન ઓફ ઇંડિયા ઓર્ગેનિક ફેસ્ટીવલના મુંબઈ સંસ્કરણ બ્રાંડ એમ્બેસડર બનાવવામાં આવ્યા હતા. ઓર્ગેનિક ખેતીને લઈને એક વખત જુહીએ કહ્યું હતું કે જો કોઈને ઓર્ગેનિક ફળ અને શાકભાજીના મીઠા સ્વાદની ખબર પડી જાય તો તે ક્યારે પણ બજારની કેમિકલ પ્રોડક્ટ્સ નહિ ખરીદે. જુહી ચાવલા છેલ્લા ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી કરી રહી છે. તે કહે છે કે હું માત્ર ઓર્ગેનિક પાક જ ઉગાડું છું. તે કહે છે કે હું વાડામાં આવેલા મારા ફાર્મહાઉસમાં આ બધું ઉગાડું છું અને હું ગર્વથી એક ખેડૂત છું.

જુહી ચાવલા કહે છે કે મારા પિતાએ 20 એકર જમીન વાડા (મહારાષ્ટ) માં ખરીદી હતી, પરંતુ મને ખેતી વિષે કાંઈ ખબર પડતી ન હતી. હું તે દિવસોમાં અભિનયની દુનિયામાં વ્યસ્ત હતી અને મારી પાસે ખેતી ઉપર ધ્યાન આપવા માટે જરાપણ સમય ન હતો. પરંતુ હવે તેમનું મૃત્યુ થઇ ગયું તો મારે તેની ઉપર ધ્યાન આપવું પડ્યું.  જુહી ખેતરમાં આંબાના લગભગ 200 ઝાડ છે, તો ચીકુ, પપૈયા અને દાડમના પણ ઝાડ રહેલા છે. જુહી પોતાના ખેતર માં ન માત્ર ફળ છે પરંતુ ઓર્ગેનિક શાકભાજી પણ ઇગાડે છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.