26 ડિસેમ્બરે થશે 2019 નું છેલ્લું સૂર્ય ગ્રહણ, આ દરમિયાન જપો આ મંત્ર, થઈ જશે દરેક સમસ્યા ખતમ

સૂર્ય ગ્રહણને હિંદુ ધર્મમાં શુભ નથી માનવામાં આવતું અને સૂર્ય ગ્રહણ દરમિયાન સુવું, ભોજન કરવું કે કોઈપણ પ્રકારના શુભ કામ બિલકુલ કરવામાં આવતા નથી. આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ ૨૬ ડીસેમ્બરના રોજ લાગી રહ્યું છે. આ ગ્રહણ ૨૬ ડીસેમ્બરની સવારે ૮.૦૪ વાગ્યાથી શરુ થઇ જશે. આમ તો ગ્રહણના ૧૨ કલાક પહેલા જ સુતક લાગી જશે. સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ લાગવા સાથે એક કથા જોડાયેલી છે અને આ કથાનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે.

ગ્રહણ સાથે જોડાયેલી માન્યતા

સૂર્ય ગ્રહણ સાથે જોડાયેલી કથા મુજબ સમુદ્ર મંથન દરમિયાન જયારે સમુદ્ર મંથન માંથી અમૃતનું પાત્ર નીકળ્યું હતું. ત્યારે આ પાત્ર દાનવોના હાથ લાગી ગયું હતું. અને ભગવાન વિષ્ણુએ મોહિનીનો અવતાર ધારણ કરી આ પાત્ર દાનવો પાસેથી લઈને દેવતાઓને આપી દીધું હતું અને આ પાત્ર માંથી દેવતાઓને અમૃતપાન કરાવ્યું હતું. અને રાહુ નામના અસુરે દેવતાનું રૂપ ધારણ કરી દેવતાઓ વચ્ચે જોડાઈ ગયો. જેના કારણે તેને પણ અમૃત પીવા મળી ગયું.

આમ તો ચંદ્ર અને સૂર્યએ રાહુને ઓળખી લીધા અને તે વાતની જાણ ભગવાન વિષ્ણુને કરી. રાહુને જોઈ વિષ્ણુજીને ગુસ્સો આવી ગયો અને તેમણે રાહુનું માથું ધડથી અલગ કરી દીધું. પરંતુ રાહુએ અમૃત પી લીધું હતું જેના કારણે તેનું મૃત્યુ ન થયું. અને ચંદ્ર અને સૂર્ય રાહુના દુશ્મન બની ગયા અને તે બંને ગ્રહોને ગ્રસ્ત કરવા માટે તેની ઉપર રાહુ ગ્રહણ લાગે છે અને ગ્રહણને અશુભ માનવામાં આવે છે.

ગ્રહણ દરમિયાન કરો આ મંત્રોના જાપ

ગ્રહણ લાગવાથી પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે અને ભગવાનના નામના જાપ કરવો શુભ માનવામાં આવે છે. ગ્રહણ લાગવા ઉપર આ મંત્રોના જાપ કરવાથી ગ્રહણની ખરાબ અસર જીવન ઉપર નથી પડતી. એટલા માટે ગ્રહણ ઉપર તમે નીચે જણાવેલા મંત્રોના જાપ કરો.

પહેલો મંત્ર

ॐ ह्लीं बगलामुखी देव्यै सर्व दुष्टानाम वाचं मुखं पदम् स्तम्भय जिह्वाम कीलय-कीलय बुद्धिम विनाशाय ह्लीं ॐ नम:।

બીજો મંત્ર

ॐ ह्लीं दूं दूर्गाय: नम:

ત્રીજો મંત્ર

ॐ श्रीं ह्लीं क्लीं ऐं ॐ स्वाहा:।

ચોથો મંત્ર

ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद-प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नम:।

પાંચમો મંત્ર

ॐ ह्लीं बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं पदं स्तंभय जिह्ववां कीलय बुद्धि विनाशय ह्लीं ओम् स्वाहा।।

જરૂર કરો આ કામ

સૂર્ય ગ્રહણ લાગે ત્યારે તમે ઘર માંથી બહાર ન નીકળો અને પવિત્ર ગ્રંથો વાચો.

સૂર્ય ગ્રહણ પૂરું થયા પછી વસ્તુનું દાન કરો અને મંદિરમાં જઈને એક દીવો પ્રગટાવી આવો.

ગ્રહણ પૂરું થયા પછી મંદિરને પહેલા ગંગાજળથી પવિત્ર કરો અને ત્યારપછી જ પૂજા કરો.

ગ્રહણ લાગવા ઉપર ઊંઘવાથી દુર રહો અને કોઈપણ પ્રકારના શુભ કાર્ય ન કરો.

સૂર્ય ગ્રહણ શરુ થતા પહેલા ખાવાની વસ્તુમાં તમે તુલસીના પાંદડા નાખી દો.

ગ્રહણ પૂરું થયા પછી સ્નાન જરૂર કરો અને તમારા કપડા બદલી લો.

તમારા ઘરની સફાઈ પણ સારી રીતે કરો અને આખા ઘરમાં ગંગાજળ છાંટી દો. કેમ કે ગ્રહણ દરમિયાન ઘર અશુદ્ધ થઇ જાય છે.