26 નવેમ્બરે છે ભૌમવતી અમાસ, આ દિવસે કરો આ ઉપાય, પિતૃદોષ થી મળી જશે મુક્તિ

આ મહિનાની ૨૬ નવેમ્બરના રોજ ભૌમવતી અમાસ આવી રહી છે, અને ભૌમવતી અમાસ(દર્શ અમાસ) ને શાસ્ત્રોમાં ઉત્તમ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભૌમવતી અમાસના દિવસે નીચે જણાવવામાં આવેલા ઉપાય કરવામાં આવે, તો પિતૃ શાંત થઈ જાય છે. એટલા માટે જે લોકો ઉપર પિતૃ દોષ છે, અને જેના પિતૃ શાંત છે, તેમજ જેના પિતૃ શાંત નથી તે લોકો ભૌમવતી અમાસના દિવસે આ ઉપાય જરૂર કરે. આ ઉપાયો કરતા જ તમારા પિતૃ શાંત થઇ જશે અને તમને પિતૃ દોષ માંથી મુક્તિ મળી જશે.

ભૌમવતી અમાસના દિવસે કરો આ ઉપાય થઈ જશે પિતૃ શાંત :

ભૌમવતી અમાસના દિવસે વ્રત રાખવાથી પિતૃ શાંત થઈ જાય છે, અને પ્રસન્ન થઈને આશીર્વાદ પુરા પાડે છે. વિષ્ણુપુરાણ મુજબ અમાસના ઉપવાસ કરવાથી સુખી જીવન મળી રહે છે, અને પિતૃ દોષ દુર થઈ જાય છે.

પીપળાની કરો પૂજા :

અમાસની સાંજે તમે પીપળાના ઝાડની પૂજા પણ જરૂર કરો. પીપળાના ઝાડની પૂજા કરતા સૌથી પહેલા એક તેલનો દીવડો પ્રગટાવી દો, અને આ તેલનો દીવડો તમારા પિતૃને સમર્પિત કરો. આ દીવડો પ્રગટાવ્યા પછી પીપળાની પરિક્રમા કરો, અને પીપળાના ઝાડ ઉપર લસ્સી, ચોખા અને જળ એક સાથે ચડાવો. આ ઉપાય કરવાથી પિતૃને શાંતિ મળે છે.

કરો આ મંત્રનો જાપ :

તે દિવસે તમે સવારે સ્નાન કર્યા પછી ‘ॐ पितृभ्य: नम:’ મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ ૧૦૮ વખત કરવાથી શુભ ફળ મળે છે, અને પિતૃ દોષમાંથી મુક્તિ મળી જાય છે.

કરો હનુમાનજીની પૂજા :

આ વખતે આ અમાસ મંગળવારના દિવસે આવી રહી છે. એટલા માટે તમે સાંજના સમયે મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરો, અને તેમની સામે તેલનો એક દીવડો પ્રગટાવી દો. હનુમાનજીની પૂજા કરવાથી પિતૃ દોષ દુર થઇ જાય છે.

દાન કરો :

ભૌમવતી અમાસના દિવસે દાન કરવું પણ લાભદાયક માનવામાં આવે છે. એટલા માટે તમે ભૌમવતી અમાસના દિવસે કાળી વસ્તુનું દાન જરૂર કરો અને બની શકે તો ગરીબ લોકોને ભોજન પણ ખવરાવો. એમ કરવાથી પિતૃ શાંત થઇ જાય છે અને દેવું વગેરેમાંથી મુક્તિ મળી જાય છે.

કરો આ પાઠ :

ભૌમવતી અમાસના દિવસે તમે બે વખત પિતૃ સ્ત્રોતના પાઠ કરી લો. આ પાઠ વાંચવાથી તમારા પિતૃ તમારાથી ખુશ થઈ જશે અને તમારા જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે.

આપો સૂર્યને અર્ધ્ય :

સવારે સ્નાન કર્યા પછી એક તાંબાના લોટમાં જળ ભરી દો, અને તે જળની અંદર લાલ ચંદન, ગંગા જળ અને ફૂલ ભેળવીને આ પાણીને સૂર્ય દેવને અર્પણ કરો. જળ અર્પણ કરતી વખતે તમે ‘ॐ पितृभ्य: नम:’ મંત્રના જાપ કરો.

જળમાં કરો આ વસ્તુ પ્રવાહિત :

આ દિવસે એક માટીના લોટામાં ચોખા અને કાળા તલ ભરી લો. પછી આ વાસણ ઉપર લાલ રંગનું કપડું લપેટી લો. આ વાસણને તમે કોઈ નદીમાં પધરાવી દો અને તમારા પિતૃને શાંત થવાની કામના કરો.

ગાયને ખવરાવો રોટલી :

અમાસના દિવસે સવારે ગાયને ગોળ વાળી રોટલી ખવરાવો. ગોળ વાળી રોટલી ઉપરાંત તમે કીડીને લોટ પણ નાખો. આ ઉપાય કરવાથી પણ પિતૃ શાંત થઇ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.