29 સપ્ટેમ્બરથી શરૂ થાય છે નવરાત્રી, અહીં જાણો નવરાત્રીની સંપૂર્ણ જાણકારી

શરદની નવરાત્રીની શરુઆત આ વર્ષ ૨૯ સપ્ટેમ્બરથી શરુ થવા જઈ રહી છે. નવરાત્રીનું પર્વ દેવી શક્તિની ઉપાસનાનું પર્વ છે. આ તહેવારનું મહત્વ હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. નવરાત્રીના આ પર્વના નવ દિવસો સુધી ચાલે છે. આ નવ દિવસોમાં દેવી શક્તિના નવ અલગ અલગ રૂપની પૂજા આરાધના કરવામાં આવે છે. વર્ષમાં પાચ વખત નવરાત્રી પર્વ આવે છે. ચૈત્ર, અષાડ, આસો, પોષ અને મહા મહિનાની નવરાત્રી. ચૈત્ર અને આસો શરદની નવરાત્રીને જ મુખ્ય માનવામાં આવે છે. જયારે અષાડ, પોષ અને મહા માસની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહે છે. શરદની નવરાત્રી આસો માસના સુદ પક્ષની એકમથી નોમ સુધી મનાવવામાં આવે છે. ખાસ કરીને જયારે શરદ ઋતુની શરુઆત થાય છે તો તેને કારણે તેને શરદ નવરાત્રી કહેવામાં આવે છે.

શરદ નવરાત્રીનું મહત્વ

નવરાત્રીમાં માં દુર્ગાના ભક્ત નવ દિવસ સુધી વિધિ પૂર્વક પૂજા અર્ચના કરે છે. નવરાત્રીના પહેલા દિવસે એટલે એકમ ઉપર ઘરોમાં કળશ સ્થાપિત કરવામાં આવે છે અને પુરા નવ દિવસો સુધી દુર્ગા સપ્તશતીના પાઠ થાય છે. નવરાત્રીમાં જ ભગવાન રામે રાવણનો વધ કરતા પહેલા દેવી શક્તિની પૂજા આરાધના કરી હતી. જે બુરાઈ ઉપર હમેશા સારાની જીતનું પ્રતિક છે.

નવરાત્રીમાં માતા દુર્ગાના નવ રૂપ

પહેલો દિવસ – માતા શૈલપુત્રી

નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રી રૂપની પૂજા કરવામાં આવે છે. નવ રૂપો માંથી દેવીનું આ પ્રથમ રૂપ છે. માતા શૈલપુત્રીની પૂજામાં ચંદ્રમાંનું મહત્વ છે. તેની પૂજાથી ચંદ્રમાં સાથે સંબંધિત દોષ સમાપ્ત થઇ જાય છે.

બીજો દિવસ – માં બ્રહ્મચારિણી પૂજા

નવરાત્રીના બીજા દિવસે દેવીના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા થાય છે. જ્યોતિષ મુજબ દેવી બ્રહ્મચારિણી મંગલ ગ્રહને નિયંત્રિત કરે છે. દેવીના આ સ્વરૂપની પૂજાથી મંગલ ગ્રહની ખરાબ અસર ઓછી થાય છે.

ત્રીજો દિવસ – માતા ચંદ્રઘંટા

નવરાત્રીના ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવીની આરાધના થાય છે. દેવી ચંદ્રઘંટા શુક્ર ગ્રહને નિયંત્રિત કરે છે. તેમની પૂજાથી શુક્ર ગ્રહની અશુભ અસર ઓછી થાય છે.

ચોથો દિવસ – માતા કુષ્માંડા પૂજા

ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજાનો દિવસ હોય છે. માતા કુષ્માંડા સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. નવરાત્રીના દિવસે માતા દુર્ગાના આ સ્વરૂપની પૂજાથી કુંડળી માંથી સૂર્યની અશુભ અસર ઓછી થાય છે.

પાંચમો દિવસ – માતા સ્કંદમાતા પૂજા

પાંચમાં દિવસે દેવી સ્કંદમાતાની પૂજા થાય છે. આ દેવ બુધ ગ્રહને નિયંત્રિત કરે છે.

છઠ્ઠો દિવસ – માતા કાત્યાયની પૂજા

છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. તે દેવી બૃહસ્પતી ગ્રહને નિયંત્રિત કરે છે. પૂજાથી બૃહસ્પતીની ખરાબ અસર ઓછી થાય છે.

સાતમો દિવસ – માતા કાલરાત્રી પૂજા

દેવી કાલ રાત્રી શની ગ્રહને નિયંત્રિત કરે છે. આ પૂજાથી શનીની ખરાબ અસર ઓછી થાય છે.

આઠમો દિવસ – માતા મહાગૌરી પૂજા

દેવી મહાગૌરી રાહુ ગ્રહને નિયંત્રિત કરે છે. પૂજાથી રાહુની ખરાબ અસર ઓછી થાય છે.

નવમો દિવસ – માતા સિદ્ધીદાત્રી પૂજા

દેવી સિદ્ધીદાત્રી કેતુ ગ્રહને નિયંત્રિત કરે છે, પૂજાથી કેતુની ખરાબ અસર ઓછી થાય છે.

નવરાત્રી ૨૦૧૯ – કઈ તિથી ઉપર કઈ દેવીની થશે પૂજા આરાધના

૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯ – નવરાત્રીનો પહેલો દિવસ –ઘટ/કળશ સ્થાપના – શૈલપુત્રી

૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ – નવરાત્રીનો બીજો દિવસ – બ્રહ્મચારિણી પૂજા

૧ ઓક્ટોમ્બર ૨૦૧૯ – નવરાત્રીનો ત્રીજો દિવસ – ચંદ્રઘંટા પૂજા

૨ ઓક્ટોમ્બર ૨૦૧૯ – નવરાત્રીનો ચોથો દિવસ – કુષ્માંડા પૂજા

૩ ઓક્ટોમ્બર ૨૦૧૯ – નવરાત્રીનો પાંચમો દિવસ – સ્કંદમાતા પૂજા

૪ ઓક્ટોમ્બર ૨૦૧૯ – નવરાત્રીનો છઠ્ઠો દિવસ – કાત્યાયની પૂજા

૫ ઓક્ટોમ્બર ૨૦૧૯ – નવરાત્રીનો સાતમો દિવસ – કાલરાત્રી પૂજા

૬ ઓક્ટોમ્બર ૨૦૧૯ – નવરાત્રીનો આઠમો દિવસ – મહાગૌરી, દુર્ગા અષ્ટમી

૭ ઓક્ટોમ્બર ૨૦૧૯ – નવરાત્રીનો નવમો દિવસ – નોમ હવન, નવરાત્રી પારણા

૮ ઓક્ટોમ્બર ૨૦૧૯ – દુર્ગા વિસર્જન વિજયા દશમી

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.