3 છોકરાઓએ બાઈક પર બેસીને પોલીસવાળાને આપી ધમકી, કહ્યું : પકડી શકો તો પકડી લો અને પછી થયું આવું

દેશમાં ચલણને લઈને વાતારણ એટલું ગરમ થઇ ગયું છે કે લોકોમાં તેનો ડર બેસી ગયો છે. દરેક વધારે ચલણ ન કપાય તેના ડરથી તમામ કાગળો સાથે, હેલ્મેટ પહેરીને જ ઘરેથી બહાર નીકળી રહ્યા છે. પરંતુ અમુક લોકોના મનમાં આજે પણ કોઈ ડર નથી અને તે પોતાની મનમાની કરી રહ્યા છે. એટલું જ નહિ પોલીસવાળાને ધમકી પણ આપી રહ્યા છે. કાંઈક આવું જ બન્યું ચંડીગઢમાં જ્યાં ત્રણ છોકરાઓએ બાઈક ઉપર બેસીને આપી પોલીસવાળાને ધમકી અને પછી જે થયું તે તમારે જરૂર જાણવું જોઈએ.

ત્રણ છોકરાઓએ બાઈક ઉપર બેસીને આપી પોલીસ વાળાને ધમકી

ચંડીગઢમાં હેલ્મેટ પહેર્યા વગર જઈ રહેલા ત્રણ યુવાનોએ પોલીસ કર્મચારીઓને પડકાર ફેંકવો ઘણો મોંઘો પડી ગયો. પહેલા તો આ બાઈક સવારોએ રેડ લાઈટ જંપ કરી અને ત્યાર પછી રેશ ડ્રાઈવિંગ કરતા નીકળી પડ્યા. એટલે ત્યાં ટ્રાફિક પોલીસના એએસઆઈએ તેને ઉભા રહેવાનો ઈશારો કર્યો તો તે બુમો પાડતા નીકળી ગયા કે પકડી શકો તો પકડી લો. પોલીસે અધવચ્ચે તેમને પકડી લીધા અને ૧૪૫૦૦ રૂપિયાનું ચલણ કાપી લીધું.

ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર શ્રીપ્રકાશના નેતૃત્વમાં ટ્રાફિક પોલીસે આરોપી બાઈક ચાલકને ટ્રેસ કરતા ટ્રાફિક નિયમોની અલગ અલગ કલમોનું ઉલ્લંઘન કર્યું છે અને નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ૧૪૫૦૦ રૂપિયાનું ચલણ કાપી દીધું અને પોલીસે આવું ન કરવાની સુચના પણ આપી. આ નાની ઉંમરમાં આવું કરવું aa છોકરાઓને ઘણું મોંઘુ પડી ગયું અને હવે ભવિષ્યમાં તે આવી મસ્તી ક્યારે પણ નહિ કરે.

બાઈક સવાર ત્રણ યુવાનો હેલ્મેટ વગર ચંડીગઢના સેક્ટર ૨૫-૩૮ના ચાર રસ્તા ઉપર પહોચી ગયા. તે સમયે ત્યાં ટ્રાફિકની રેડ લાઈટ જોઈ પરંતુ તેની કોઈ પરવા ન કરી અને તે રેડ લાઈટ જંપ કરીને ઝડપથી નીકળી ગયા. ત્યાં હાજર આસીસ્ટેન્ટ સબ ઇન્સ્પેકટરે ઈશારો કરીને તેને ઉભા રહેવાનું કહ્યું પરંતુ યુવકોએ બાઈકની સ્પીડ વધારી અને તેજ કરી દીધી.

આ દરમિયાન તેમણે પોલીસ કર્મચારીઓને હાથથી ઈશારો કરતા બુમો મારીને કહ્યું પકડી શકો તો પકડીને દેખાડો અને ત્યાર પછી તે રોડના કાંઠે બનેલા સાયકલીંગ ટ્રેકમાં થઈને બાઈકને ઝડપથી ભગાડીને નીકળી ગયા. તે દરમિયાન એક રાહદારીએ ફોટો પાડીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દીધો અને ત્યાર પછી ટ્રાફિક પોલીસ તરફથી સીસીટીવીની મદદથી બાઈકનો નંબર ટ્રેક કરવામાં આવ્યો અને તે બાઈક માલિક સેક્ટર-૨૫ ના રહેવાસી વિક્રાંત નીકળ્યા.

તેની સાથે જ પોલીસ તેના ઘરે જઈ પહોચી અને ટ્રાફિક ઇન્સ્પેકટરે રેડ લાઈટ જંપ, ટ્રીપલ રાઈડીંગ, રેશ ડ્રાઈવિંગ, સાઈકલીંગ ટ્રેક ઉપર બાઈક ચલાવવા સાથે જ બીજા ઉલંઘનમાં ૧૪૫૦૦ રૂપિયાનું ચલણ કાપી દીધું. તે ઉપરાંત જો બાઈક ચાલક છૂટતી વખતે ડ્રાઈવિંગ લાયસન્સ નથી દેખાડતા તો ટ્રાફિક પોલીસ ૧૦ હજાર રૂપિયાનું અલગથી ચલણ કરી શકતી હતી. આ ઘટના સોશિયલ મીડિયા ઉપર ઘણી વાયરલ થઇ રહી છે અને તેના અલગ અલગ રીએક્શન લોકોમાં જોવા મળી રહ્યા છે. લોકો લખી રહ્યા છે કે પકડી શકો તો પકડીને દેખાડો અને થોડા કલાકમાં ચલણ કપાઈ ગયું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.