3 ઈડિયટ્સ ફિલ્મના અસલી વાંગચૂકે કરી દેશને અપીલ, કહ્યું – ચીની સામાનો કરો બહિષ્કાર.

સેના જવાબ આપશે ગોળીથી, આપણે જવાબ આપીશું વૉલેટથી, 3 ઈડિયટ્સના અસલી વાંગચૂકે ચીનને માટે કહી આ મોટી વાત

સેના બુલેટથી જવાબ આપશે, આપણે જવાબ આપીશું વોલેટથી

એશિયાની નોબેલ પ્રાઇઝ માનવામાં આવતા પ્રતિષ્ઠિત મેગ્સેસે એવોર્ડ વિજેતા સોનમ વાંગચુકને તમે કદાચ નહિ જાણતા હો. તમને જણાવી દઈએ કે, થ્રી ઇડિયટ ફિલ્મના આદર્શ અને સોનમ વાંગચુક હતા. તેમની ઉપર આખી ફિલ્મ બનાવવામાં આવી હતી. તાજેતરમાં સોનમ વાંગચુકે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. વાંગચુકેએ યુટ્યુબ વીડિયો દ્વારા દેશવાસીઓને આ અપીલ કરી હતી. તેમણે પોતાના યુટ્યુબ વીડિયોમાં ભારત-ચીન વિવાદ વિશે વિસ્તૃત વર્ણન કર્યું છે. ચાલો આપણે જાણીએ કે સોનમ વાંગચુક દેશવાસીઓને શું અપીલ કરી રહ્યા છે?

પોતાના વીડિયોની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે હું હમણાં લદાખમાં છું અને તમે સિંધુ નદી અહીંયા વહેતી જોઈ શકો છો. અને તે પહાડીઓ જે તમે જોઈ શકો છો, તે જ પહાડોની પાછળ નુબ્રા અને ચાંગતાંગના કેટલાક વિસ્તારો છે, જ્યાં આજકાલ ભારત-ચીન વિવાદ વધી રહ્યો છે. વાંગચુક જણાવ્યું હતું કે હજારો સૈનિકો ત્યાં ખસેડવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ચીને તેના વાયુસેનાના જહાજોને પણ ત્યાં તૈનાત કરી દીધા છે અને ભારતીય વાયુસેનાના જહાજો પણ થોડા સમય પહેલા અહીંથી પસાર થયા હતા

સૈનિકો અને નાગરિકો બંને આપે ચીનને યોગ્ય જવાબ

વીડિયોમાં વાંગચુકે વધુમાં કહ્યું કે સામાન્ય રીતે જ્યારે સરહદોમાં તણાવ અથવા ઝઘડાની સ્થિતિ ઉભી થાય છે, ત્યારે તમારા જેવા તમામ નાગરિકો એવું વિચારે છે કે વિરોધીઓને જવાબ આપવા માટે સરહદ ઉપર સૈનિકો ગોઠવવામાં આવ્યા છે, પરંતુ હું તમને બધાને કહેવા માંગુ છું. મને ખાતરી છે કે આ વખતે ફક્ત સૈનિકો જ નહીં પરંતુ નાગરિકોએ પણ જવાબ આપવો જોઈએ.

સોનમ તેના વીડિયોમાં વધુમાં જણાવે છે કે ચીન માત્ર ભારત જ નહીં પરંતુ છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણ ચીન સમુદ્રમાં હાજર વિયેટનામ, તાઇવાન અને હોંગકોંગ સાથે પણ ચેડાં કરવાના પ્રયાસ કરી રહ્યું છે. વાંગચુક કહે છે કે મારા મતે ચીન કોઈ પણ દેશ સાથેની દુશ્મનાવટને કારણે નહીં, પરંતુ તેના દેશની અંદરની સમસ્યાઓ હલ કરવા માટે આવું કરી રહ્યું છે.

આજે ચીનને સૌથી મોટો ભય પોતાના લોકોનો છે. વાંગચુક કહે છે કે દેશની 140 કરોડની વસ્તી વાળા દેશ માટે સૌથી મોટી ખતરો ચીન માટે તેની વસ્તી જ છે. તેની સંપૂર્ણ વસ્તી ચીનની સરમુખત્યારશાહી સરકાર માટે બંધુઆ મજૂર તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં જો આ ચીની લોકો ગુસ્સે થઇ જાય, તો એક વખત ફરી ક્રાંતિની લહેર ઉભી થઈ શકે છે. અને ચીનનો સૌથી મોટો ભય આ નાગરિક ક્રાંતિનો છે.

કોરોનાના ભયંકર પ્રકોપ પછી ચીનમાં આર્થિક પ્રવૃત્તિ લગભગ અટકી ગઈ પડી છે. હાલમાં ચીનમાં બેકારીમાં 20 ટકાનો વધારો થયો છે. વાંગચુક કહે છે કે, આર્થિક પ્રવૃત્તિઓના ઠપ્પ થઇ જવાથી નાગરિક દુઃખી છે. ગુસ્સામાં ક્રાંતિની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં બળવો થવાની સંભાવના પણ છે. આ બાબતોને શાંત રાખવા માટે ચીની સરકાર તેના પડોશીઓ સાથે ગડબડ કરી રહ્યું છે. વાંગચુકે ઇતિહાસની યાદ અપાવતા કહ્યું કે, જ્યારે 1962 માં ચીને ભારત સાથે દગો કર્યો, ત્યારે તે સમયે પણ ચીને પોતાના લોકોને તેમની સાથે રાખે તેવું કર્યું હતું. તે સમયે ચીનમાં 4 વર્ષનો દુષ્કાળ અને ભૂખમરો આવ્યો હતો.

બુલેટ નહિ વોલેટનો પાવર બતાવો

ચીન માટે સૌથી મહત્વની બાબત એ છે કે આપણા દેશની જીડીપીને ગતિમાં રાખવું. વાંગચુક કહે છે કે જે દિવસે ચીનની જીડીપી ઘટશે તે દિવસે ચીની લોકો ક્રાંતિ કરશે. તેમણે કહ્યું, આ વખતે ભારતના બુલેટ પાવરથી ઘણો વધુ વોલેટ પાવર ઉપયોગી થશે. વાંગચુકે કહ્યું કે ચીની વસ્તુ ખરીદવામાં ભારતીય નાગરિકો ઓછા પૈસા ખર્ચ કરવા જોઈએ.

વાંગચુકે તેના વીડિયોમાં એમ પણ કહ્યું હતું કે, ફક્ત કલ્પના કરો કે આપણે તમામ ભારતીય ઉદ્યોગને મરી રહ્યા છીએ અને ચીનમાંથી દર વર્ષે લગભગ 5 લાખ કરોડ રૂપિયાનો માલ ખરીદી રહ્યા છીએ. તેઓ એમ પણ કહે છે કે આપણા પોતાના પૈસા આપણા પોતાના સૈનિકો માટે કામમાં લેવામાં આવે. ભારતીય જનતાને સંબોધન કરતાં સોનમ વાંગચુક કહે છે કે જો 130 કરોડ ભારતીયો અને વિદેશમાં રહેતા 3 કરોડ વિદેશી ભારતીય. દરેક લોકો સાથે મળીને બાયકોટ મેડ ઇન ચાઇના મૂવમેન્ટ જેવા અભિયાન શરૂ કરશે, તો ચીન પ્રત્યે આખી દુનિયામાં એક પ્રતિકૂળ વાતાવરણ ઉભું થશે.

ભારતીયો દ્વારા ચીનના બહિષ્કાર કરવાથી સંભવ છે કે બાકીનું વિશ્વના બીજા દેશો પણ આપણી સાથે જોડાશે. વાંગચુક કહે છે કે જો આટલી મોટી સંખ્યામાં આ હિલચાલને આગળ ધપાવવામાં આવે તો થશે, જેનો ચીનને સૌથી વધુ ડર છે. એટલે કે, ચીનની અર્થવ્યવસ્થા ડગમગી જશે અને પછી લોકોનો રોષ સરકાર ઉપર નીકળશે. આવી સ્થિતિમાં ચીનમાં બળવો થઈ શકે છે. જો આપણે બધા ભારતીય મળીને આ ન કરીએ, તો તે ભારતનું દુર્ભાગ્ય હશે.

વાંગચૂકે કહ્યું હતું કે માત્ર કલ્પના કરો કે એક તરફ આપણી સેના સરહદ ઉપર યુદ્ધ લડશે અને બીજી તરફ આપણે બધા નાગરિકો સંયુક્તપણે ચીની મોબાઈલ એપ ટિક ટોકથી લઈને દરેક બાબતોનો બહિષ્કાર કરીશું. જો આપણે આમ કરીશું, તો ચોક્કસ આપણી જીત થશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.