31 માર્ચ પહેલા કરી લો આ 3 જરૂરી કામ, નહિ તો થઈ શકે છે 10,000 રૂપિયાનું નુકશાન.

દેશને વ્યવસ્થિત રીતે ચલાવવાની જેટલી જવાબદારી સરકારની હોય છે, એટલી જ જવાબદારી દેશની જનતાની પણ હોય છે. સરકારની યોજનાઓમાં સરકારનો સાથ આપવાથી કોઈ પણ દેશ વિકાસના માર્ગ પર દોડી શકે છે. એના માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા અમુક નિર્દેશોનું પાલન સમય રહેતા કરી લેવું જોઈએ. નહિ તો ફક્ત તમારું જ નુકશાન નથી થતું, પણ દેશનું પણ મોટું નુકશાન થાય છે. આ કડીમાં આજે અમે તમને એ ત્રણ કામો વિષે જણાવીશું, જે 31 માર્ચ પહેલા પુરા કરી લેવા જોઈએ. તો ચાલો જાણીએ કે અમારા લેખમાં તમારા માટે શું ખાસ છે?

31 માર્ચને આવવામાં હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે. એવામાં તમારે અમુક જરૂરી કામ પુરા કરી લેવા જોઈએ, જેથી તમને આગળ જઈને કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી નહિ થાય. જી હાં, 31 માર્ચ પહેલા જો તમે નીચે જણાવેલા કામો પુરા નહિ કર્યા, તો તમારે 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. અને એ કોઈ મોટા નુકશાન તરફ ઈશારો કરે છે. એવામાં 31 માર્ચ પહેલા તમારે નીચે જણાવેલા ત્રણ કામોને ધ્યાનથી પુરા કરી લેવા જોઈએ. અને એ કામ આ મુજબ છે.

1. રોકાણ કરવું :

જો તમે રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો અત્યારે જ રોકાણ કરી લો. કારણ કે જો તમે 31 માર્ચ પહેલા રોકાણ કરશો, તો તમને ટેક્સમાં ભારે છૂટ મળી શકે છે. એટલું જ નહિ જો તમે 31 માર્ચ પછી રોકાણ કરશો, તો તમારે પહેલા પોતાનો બાકી ટેક્સ ચૂકવવો પડશે અને પછી તમે રોકાણ કરી શકશો. જે કોઈ ફાયદા તરફ ઈશારો નથી કરતું. એટલા માટે 31 માર્ચ પહેલા નાના મોટા રોકાણ જરૂર કરી લો, જેથી તમને ટેક્સમાં થોડી રાહત મળી શકે.

2. આઈટીઆર રિટર્ન ભરવું :

જો તમે 2019 માં અત્યાર સુધી પોતાનું આઈટીઆર નથી ભર્યુ, તો તમે ઘણા મોડા પડી ગયા છો. પરંતુ હજી પણ તમારી પાસે થોડા દિવસ છે. એવામાં ફાટફાટ પોતાનું આઈટીઆર રિટર્ન જરૂર ભરી દો, જેથી તમને નુકશાન નહિ થાય. જણાવી દઈએ કે જો તમે 31 માર્ચ પહેલા આઈટીઆર રિટર્ન નહિ ભરો, તો તમને 10,000 રૂપિયા સુધી દંડ ભરવો પડી શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે વાર્ષિક 5 લાખ સુધીની આવક વાળા લોકોની મહત્તમ પેનલ્ટી 1000 રૂપિયા રાખવામાં આવી છે. પણ એનાથી વધારે અવાક હોય તો પેનલ્ટી વધારે લાગશે.

3. પેન કાર્ડને આધાર સાથે લિંક કરવું :

સરકાર છેલ્લા એક વર્ષથી પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સલાહ આપી રહી છે. પરંતુ હજી પણ ઘણા લોકો એવા છે, જેમણે અત્યાર સુધી પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું. એવામાં જો તમે પણ આ પ્રક્રિયા પુરી નથી કરી, તો 31 માર્ચ પહેલા આ પ્રક્રિયા જરૂર કરી લો. નહિ તો પેન કાર્ડ 31 માર્ચ પછી નકામો થઇ જશે. એના માટે તમારે પેન કાર્ડની વેબસાઈટ પર જઈને એને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે. અને આ માત્ર મિનિટોનું કામ છે.