32 હજારનું LED ટીવી મળવા લાગ્યું અઢી હજારમાં, ભીડ જોઈને બોલાવવી પડી પોલીસ.

જરા વિચારો જો તમને કોઈ સારા બ્રાન્ડની એલઇડી ટીવી જેની કિંમત 32 હજાર રૂપિયા હોય અને તે ફક્ત અઢી હજારમાં મળવા લાગે, તો તમે શું કરશો? નિશ્ચિત છે કે તમે પોતાની માટે અને પોતાના સંબંધો કે મિત્ર માટે પણ ટીવી ખરીદી લેશો.

આવું જ કંઈક થયું ફ્રાન્સમાં જ્યાં એક શોપિંગ માલમાં 31,500 રૂપિયાની કિંમત વાળી ટીવીની કિંમત પ્રાઇસ બોર્ડ પર ભૂલથી 2450 રૂપિયા દેખાવા લાગ્યા. બસ તેના પછી સોસીયલ મીડિયા પર તરત જ તે દુકાનનું સરનામું અને પ્રાઇસ બોર્ડનો ફોટો વાયરલ થઇ ગઈ અને દુકાન પર સસ્તા ટીવી લેવા માટે લોકોની ભીડ ઉંડી પડી.

મોલ પહુચીને લોકોએ એક સાથે પોતાની શોપિંગ બાસ્કેટમાં ચાર-ચાર ટીવી ભરી લીધા અને તેની કિંમત ચૂકવવા માટે કાઉન્ટર પર પહુંચી ગયા. ત્યાં કર્મચારીએ જણાવ્યું કે એક-એક ટીવી લગભગ 32 હજાર રૂપિયાનું છે, તો તે રહેલા ગ્રાહક ભડકી ગયા અને સસ્તી કિંમત પર ટીવી આપવાની માંગ કરવા લાગ્યા.

સસ્તી ટીવી ખરીદવા માટે દુકાનમાં આટલી ભીડ જમા થઇ ગઈ કે દુકાન માલિકે પોલીસ બોલાવી પડી. દુકાન માલિકની સાથી પોલીસે પણ લોકોને સમજાવ્યું કે પ્રાઈઝ બોર્ડ પર તે કિંમત ભૂલથી લાગી ગઈ હતી પરંતુ લોકો માનવા તૈયાર નથી અને તે તે જ કિંમત પર ટીવી આપવાની માંગ પર અટકી રહ્યા.

દુકાન બંધ થવાના સમય પછી પણ ગ્રાહક સુપરમાર્કેટથી જવા તૈયાર નહોતા. તેના પછી પોલીસે ત્યાં પહુચીને બધા લોકોને દુકાન જલ્દીથી જલ્દી ખાલી કરવાની ચેતવણી આપી. જેના એક કલાક પછી લોકોએ ધીમે ધીમે દુકાન ખાલી કરી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.