ઉદયપુરના એક પેલેસમાં ભારતના સૌથી પૈસાદાર બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન થઇ રહ્યા છે. તે દરમિયાન મીડિયા પોતાનું કવરેજ તેના લગ્ન માટેના એક એક સમાચાર ઉપર રાખે છે. ભારતના સૌથી મોટા બિઝનેસમેન કહેવાતા મુકેશ અંબાણી પોતાના બિઝનેસ પાર્ટનર પીરામલના દીકરા આનંદ પીરામલ સાથે પોતાની લાડલીના લગ્ન કરી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે ૩૩ હજાર કરોડ છે ઈશા અંબાણીના સાસરીયાની મિલકત. અને ઈશા આનંદની ઉંમરમાં કેટલો ફરક છે તે સમાચારને પણ તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ. આમ તો આનંદ પીરામલ પણ કોઈ રાજકુમારથી ઓછા નથી અને તેની નેટ વર્થ પણ ઈશા અંબાણીથી ઓછી નથી.
જો કે ઈશા અંબાણી પોતાના ખાનદાનની એકમાત્ર દીકરી છે, તો આનંદ પણ તેના માતા પિતાનો એકમાત્ર દીકરો છે. સોશિયલ મીડિયા ઉપર તેના લગ્નનો ઝગમગાટ છે, અને તેના વિષે ઘણી બધી વાતો સામે આવી રહી છે. પરંતુ તે બન્નેમાં કઈ સમાનતાઓ છે તેના વિષે પણ લોકોમાં ઘણી વાતો થઇ રહી છે. ૨૩ ઓક્ટોમ્બર, ૧૯૯૧ ના રોજ જન્મેલી ઈશા અંબાણીની ઉંમર ૨૭ વર્ષ છે, જો કે ૨૫ ઓક્ટોમ્બર, ૧૯૮૫ ના રોજ આનંદનો જન્મ થયો અને તે ૩૩ વર્ષના છે એટલે આ બન્નેની ઉંમરમાં પુરા ૬ વર્ષનો તફાવત છે.
આ બન્નેની રાશીઓ જુદી જુદી છે, પરંતુ બન્નેનો જન્મ દિવસ ઓક્ટોમ્બરમાં જ આવે છે તો છેલ્લા ૨ વર્ષોથી તે પોતાનો બર્થડે ઓક્ટોમ્બરમાં જ સેલીબ્રેટ કરે છે. ઈશાની રાશી વૃષભ છે તો આંનદની રાશી વૃશ્ચિક છે. ઈશા અંબાણી અને આનંદના લગ્નમાં બોલીવુડ સાથે સાથે ઘણા ઇન્ટરનેશનલ વ્યક્તિઓ પધાર્યા છે. અને ૧૨ ડીસેમ્બરના રોજ લગ્નમાં તમામ હાજર થયા. મુકેશ અંબાણીની દીકરીના લગ્નનું કવરેજ દુનિયાભરની મીડિયા ચેનલો ઉપર દેખાડ્યું અને વેબસાઈટ વાળા તેના વિષે લખી રહ્યા છે, તેનાથી તમે અંદાજો લગાવી શકો છો અંબાણી ખાનદાનનો રૂઆબ.
વર-વહુ બન્ને જ છે કમાલના બિઝનેસ પર્સન :
ઈશા અંબાણી પોતાના પિતાનો રિલાયન્સ બિઝનેસનો મોટો પ્રોજેક્ટ જીયોને સંભાળે છે. આમ તો ઈશાનું સપનું હતું કે તે એક ઉત્તમ ટીચર બને પરંતુ તેના પિતાએ તેને જીયો સંભાળવાની ઓફર કરી અને તેણે તેનો સ્વીકાર કર્યો. જીયોમાં જેટલા પ્લાન આવ્યા એ બધા અને તેમાં ફ્રી સ્કીમ આપવાના આઈડિયા ઈશાના જ રહ્યા છે. ઈશાએ પોતાની ફેમીલી માટે તેનો બિઝનેશ પસંદ કર્યો અને પુરા ડેડીકેશન સાથે કરે છે. તે આનંદ શરૂઆતથી સ્ટાર્ટઅપ બિઝનેસમાં વધુ રસ ધરાવે છે અને તે પીરામલ ઇન્ડસ્ટ્રીમાં એકઝીકયુટીવ ડાયરેક્ટર છે. ઈશા અંબાણી રિલાયન્સ જીયો ઈંફોકોમ અને રિલાયન્સ રીટેલ વેંચરના નિર્દેશક સભ્યો માંથી એક છે, અને તેની પોતાની નેટ વર્થ ૧૧.૫ કરોડ અમેરિકન ડોલર છે. અને બીજી તરફ આનંદ પીરામલની નેટ વર્થની વિશેષ જાણકારી તો નથી પરંતુ તેનો રીયલ એસ્ટેટ બિઝનેસ ૨૭૦૦ કરોડ રૂપિયાનો છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.