3500 વર્ષ જૂનું છે મીનાક્ષી મંદિરનું ગર્ભગૃહ, જાણો આ મંદિર સાથે જોડાયેલ રોચક વાતો

તમિલનાડુ રાજ્યમાં આવેલું મીનાક્ષી મંદિર ઘણું જ લોકપ્રિય મંદિર છે. આ મંદિર મદુરાઈ શહેરમાં આવેલું છે અને આ મંદિરની શિલ્પકારી ઘણી જ સુંદર પ્રકારથી કરવામાં આવી છે. આ મંદિર એક પ્રાચીન મંદિર છે અને એવું માનવામાં આવે છે કે આ મંદિરની અંદર બનેલું ગર્ભગૃહ ૩૫૦૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ભગવાન શિવજી અને દેવી પાર્વતીને સમર્પિત છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં આવીને પૂજા કરવાથી સાચા જીવનસાથી મળે છે અને જીવનના તમામ કષ્ટ દુર થઇ જાય છે.

મીનાક્ષી મંદિર સાથે જોડાયેલી કથા

મીનાક્ષી મંદિર સાથે જોડાયેલી કથા મુજબ મીનાક્ષી માં પાર્વતીના અવતાર હતા અને શિવજીએ સુંદરેશ્વરનું રૂપ લઈને મીનાક્ષી સાથે વિવાહ કર્યા હતા. શિવજી સુંદરેશ્વરનું રૂપ લઈને સૌથી પહેલા આ જગ્યા ઉપર આવ્યા હતા. આ મંદિર ૪૫ એકરમાં ફેલાયેલું છે અને આ મંદિરમાં માં પાર્વતીના મીનાક્ષી રૂપની પૂજા કરવામાં આવે છે.

આ મંદિરની અંદર ઘણા બધા મંદિર પણ રહેલા છે. આ મંદિરમાં સુંદરેશ્વર અને મીનાક્ષી ઉપરાંત ભગવાન ગણેશ, મુરુગન, લક્ષ્મી, રુક્ષ્મણી, સરસ્વતી દેવીની પણ મૂર્તિ રાખવામાં આવી છે. આ મંદિરમાં લગભગ ૧૦૦૦ સ્થંભ લગાવેલા છે અને આ સ્થંભો ઉપર સિંહ અને હાથી બનેલા છે.

૪૫ એકરમાં ફેલાયેલા આ મંદિરમાં એક તળાવ પણ બનાવવામાં આવ્યું છે જેને તમિલ ભાષામાં ‘પોર્થ મરાઈ કુમલ’ કહેવામાં આવે છે. જેનો અર્થ સોનાના કમળ વાળું તળાવ થાય છે. આ તળાવમાં એક કમળ બનાવવામાં આવ્યું છે જે ૧૬૫ ફૂટ લાંબુ અને ૧૨૦ ફૂટ પહોળું છે. આ કમળનું ફૂલ તળાવની વચ્ચે બનેલું છે. એવું માનવામાં આવે છે કે આ તળાવ ભગવાન શિવનું નિવાસ સ્થાન છે.

લખવામાં આવી છે શિવની પૌરાણીક કથા

આ મંદિરની અંદર ઘણા બધા સ્થંભ બનેલા છે અને આ સ્થંભ ઉપર ભગવાન શિવની પૌરાણીક કથાઓ લખેલી છે. સાથે જ ઘણા સ્થંભો ઉપર દેવી લક્ષ્મીજીની મૂર્તિ પણ બનેલી છે. આ મંદિરમાં કુલ ૪ મુખ્ય દ્વાર છે અને આ તમામ મુખ્ય દ્વાર એકબીજા સાથે જોડાયેલા છે. આ મુખ્ય દ્વારો ઉપર ઘણું જ સુંદર કાર્ય કરવામાં આવ્યું છે અને દેવી દેવતાઓની સુંદર આકૃતિઓ બનાવવામાં આવી છે.

સોનામાંથી બનેલી છે મૂર્તિ

મંદિરના ગર્ભગૃહમાં મીનાક્ષી દેવી અને સુંદરેશ્વર ભગવાનની સોનાની મૂર્તિ રાખવામાં આવી છે અને આ મૂર્તિઓને દર શુક્રવારના દિવસે ઝૂલામાં ઝૂલાવવામાં આવે છે. શુક્રવારના દિવસે આ મંદિરમાં ઘણી બધી ભીડ જોવા મળે છે અને હજારોની સંખ્યામાં ભક્ત આ મંદિરમાં આવે છે.

કેવી રીતે જવું

તમીલનાડુ રાજ્ય રોડ રસ્તે, વિમાન રસ્તે અને રેલ રસ્તે સરળતાથી પહોચી શકાય છે.

ક્યા રોકાવું

આ મંદિર પાસે જ ઘણી બધી ધર્મશાળાઓ અને હોટલ આવેલી છે. જ્યાં તમે રોકાઈ શકો છો. આમ તો તમે પહેલાથી જ ધર્મશાળા કે હોટલમાં તમારું બુકિંગ જરૂર કરાવી લો.

ક્યારે જવું મીનાક્ષી મંદિર

ચોમાસા દરમિયાન તમે તમીલનાડુ રાજ્ય ન જાવ. કેમ કે તે દરમિયાન આ રાજ્યમાં ઘણો વધુ વરસાદ થાય છે. મીનાક્ષી મંદિર જવાનો સૌથી ઉત્તમ સમય સપ્ટેમ્બરથી મે સુધીનો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.