જાણો મિસ ઇન્ડિયાનો તાજ જીતી ચૂકેલી અભિનેત્રી નૂતનની એવી વાતો જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે

અનિલ કુમાર લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 4 જૂન, 1948 ના રોજ ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો હતો. તેમણે દિલ્હીની સેન્ટ કોલંબા સ્કૂલ અને સેન્ટ સ્ટીફન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તે પછી તેમણે એસ્ટુરિયાઝ બિઝનેસ સ્કૂલ, યુ.કે. સાથે જોડાયા. અનિલ શાસ્ત્રીએ સત્તર વર્ષ સુધી વોલ્ટાસ અને‌ ટાટા જેવી અગ્રણી કંપની સાથે પણ વરિષ્ઠ હોદ્દા પર કામ કર્યું હતું.

તેઓ 1989-1991 માં વારાણસીથી જનતા દળથી લોકસભા સભ્ય બન્યા હતા અને ભારત સરકારના નાણાં મંત્રાલયમાં પ્રધાન હતા. તે સ્પષ્ટવક્તા તરીકે જાણીતા છે. હાલમાં તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિના વિશેષ આમંત્રિત સભ્ય અને હિન્દી વિભાગના અધ્યક્ષ છે. લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં અનિલ શાસ્ત્રીનું નામ શામેલ છે.

ખાસ કરીને મેનેજમેન્ટના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમનુ મહત્વપૂર્ણ યોગદાન છે. તે માટે તેઓ 4 સંસ્થા ચલાવે છે, લાલ બહાદુર શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, દિલ્હી, લાલ બહાદુર શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેક્નોલોજી, બરેલી, લાલ બહાદુર શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ, ઇન્દોર અને લાલ બહાદુર શાસ્ત્રી પોલિટેકનિક, માંડા, અલ્હાબાદ ખાતે છે. તેમના પુત્ર આદર્શ શાસ્ત્રી 2015 થી દ્રારકા, દિલ્હી સીટથી આમ આદમી પાર્ટી તરફથી વિધાનસભ્ય છે.

તેમની સાથે જ આજે નૂતન સમર્થનો પણ જન્મ દિવસ છે. તેમનો જન્મ ૪ જૂન ૧૯૩૬ ના દિવસે થયો હતો. બાળપણમાં તેમને પાતળી અને કદરૂપી જેવા વિશેષણોથી નવાજવામાં આવતાં હતાં. તેઓ ફિલ્મ નિર્દેશક અને કવિ એવા કુમારસેન સમર્થ અને અભિનેત્રી શોભના સમર્થ ના પુત્રી હતા. શરૂઆતમાં તેમની ફિલ્મો સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ હતી.

નૂતને હમારી બેટી (૧૯૫૦) માં ચૌદ વર્ષની વયે અભિનેત્રી તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 1951 માં મિસ ઇન્ડિયાનો તાજ જીત્યા હતા. તેમણે 70 થી વધુ ફિલ્મો કરી હતી અને તેમાં તેમને 6 જેટલા ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતાં. જેના રેકોર્ડની બરાબરી માત્ર તેમની ભત્રીજી કાજોલ કરી શકી છે. 1931 મા નૂતને ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર રજનીશ બહલ સાથે લગ્ન કર્યા હતા. જાણીતા બોલીવુડ એક્ટર મોહનીશ બહલ તે એમના પુત્ર છે.

નૂતનને શિ કારનો શોખ હતો. સંજીવકુમારે એવું કહ્યું હતું કે “નૂતન ને તેના માટે લાગણી છે.“ તે વાત તેમને સંજીવ કુમારે પોતાની કરિયર વધારવા તેમજ નૂતનની પારિવારિક ખરાબ અસર પડશે તેમ લાગતાં તેમણે એકવાર જાહેરમાં સંજીવ કુમારને થ પ્પડ મારી હતી છે. ઈ. સ. ૧૯૯૦ માં તેમને સ્તન કેન્સરની જાણ થઈ હતી. 21 ફેબ્રૂઆરીના 1991ના દિવસે હોસ્પિટલ બ્રિચ કેન્ડીમા તેમણે છેલ્લો શ્વાસ લીધો હતું, ત્યારે તેઓ ગર્જના અને ઈન્સાનિયત ફિલ્મનો ભાગ હતા જેનું શુટિંગ ચાલી રહ્યું હતું. તેમની યાદગાર ફિલ્મોનુ એક નાનું લીસ્ટ આ રહ્યું.

નગીના અને હમલોગ (બંને ૧૯૫૧), સીમા (૧૯૫૫) માં તેમની ભૂમિકા (૧૯૫૫) એ તેમને વ્યાપક ઓળખ અને શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો ફિલ્મફેર એવોર્ડ મેળવી આપ્યો. તેમણે ૧૯૬૦ થી ૧૯૭૦ ના દાયકાના અંત સુધી ફિલ્મોમાં અગ્રણી ભૂમિકાઓ ભજવી હતી અને ત્યાર બાદ સુજાતા (1959), બંદિની (1963), મિલન (1967) અને મૈં તુલસી તેરે આંગન કી (૧૯૭૮) માં તેમની ભૂમિકા માટે તેમને અન્ય ચાર એવોર્ડ મળ્યા.

આ સમયગાળાની તેમની અન્ય કેટલીક ફિલ્મોમાં અનારી (1959), છાલિયા (1960), તેરે ઘર કે સામને (1963), સરસ્વતીચંદ્ર (1968), અનુરાગ (1972) અને સૌદાગર (1973) નો સમાવેશ થાય છે. ૧૯૮૦ ના દાયકામાં, નુતને ચરિત્ર ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું અને તેમના જીવનના અંતિમ તબક્કાના થોડા સમય પહેલા સુધી તેમણે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમણે સાજન કી સહેલી (1981), મેરી જંગ (1985) અને નામ (1986) જેવી ફિલ્મોમાં મોટે ભાગે માતાની ભૂમિકાઓ ભજવી કરી હતી. મેરી જંગમાં તેના અભિનયથી તેમને તે વખતે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી શ્રેણીમાં છઠ્ઠો અને છેલ્લો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

લેખન અને સંકલન માહિતી : વિકી મહેતા.

ફોટો સૌજન્ય : ગુગલ