આ 4 રાશિઓના લોકો માટે મુશ્કેલ હોય છે પાર્ટનરને છોડવો

બ્રેકઅપનું દુઃખ બધા માટે સરળ નથી હોતું. જેમાં ઘણા લોકો માટે માત્ર થોડા દિવસોમાં જ બધું સામાન્ય થઇ જાય છે, અને અમુક લોકોને તે ભૂલવામાં વર્ષો લાગી જાય છે. ઘણા લોકો એક સંબંધ માંથી નીકળતા જ બીજી રીલેશનશીપમાં જવા માટે એકદમથી તૈયાર હોય છે, અને ઘણા લોકો ફરી વખત કોઈને ડેટ કરતા પહેલા ઘણું વિચારે છે. ઘણા લોકો બ્રેકઅપ પછી એકદમ તૂટી જાય છે.

આવો પંડિત અરુણેશ કુમાર શર્મા પાસેથી જાણીએ કે ખરેખર કઈ રાશિના લોકો બ્રેકઅપ પછી ઘણા વધુ દુઃખી થઇ જાય છે અને તેમને જુના સંબંધ માંથી બહાર નીકળવામાં સમય લાગે છે.

મીન રાશી

આ રાશિના લોકો પ્રેમના બદલામાં પ્રેમ ઈચ્છે છે. આ રાશીના લોકો પોતાની ભાવનાઓની કદર કરવામાં સંકોચ નથી રાખતા. તેવામાં જો કોઈ તેમની ભાવનાઓને ધ્યાન બહાર કરે છે તો તેમને ઘણું ખોટું લાગે છે. મીન રાશિના લોકો પોતાના સાથી પ્રત્યે ઘણા સમર્પિત હોય છે એટલા માટે આ રાશી વાળા બ્રેકઅપથી એકદમ તૂટી જાય છે.

મીન રાશી વાળા લોકો પોતાની રીલેશનશીપને જ પોતાનું સર્વસ્વ માની બેસે છે અને સંબંધ પૂરો થવાનો અર્થ તેમના માટે દુનિયા પૂરી થઇ જવા જેવું છે. આ રાશી વાળા લોકોને પોતાના જુના સંબંધો માંથી નીકળવામાં ઘણો સમય લાગે છે.

વૃષભ રાશી

વૃષભ રાશીના લોકો પોતાનું જીવન એકદમ ખુલ્લા મનથી જીવે છે. તે લોકો જલ્દી કોઈ ઉપર વિશ્વાસ નથી કરતા, પણ એક વખત તેને પોતાના જીવનસાથી મળી ગયા તો તે સંપૂર્ણ રીતે તેની ઉપર નિર્ભર બની જાય છે. આ રાશી વાળા લોકો એક વખત રીલેશનશીપમાં આવી જાય તો પછી તેના માટે સિંગલ રહેવું મુશ્કેલ બની જાય છે. બ્રેકઅપ પછી આ રાશીના લોકો પોતાને ક્યાંક ખોવાયેલા અનુભવે છે. બ્રેકઅપના દુઃખમાંથી બહાર આવવામાં આ રાશિના લોકોને સમય લાગે છે.

કર્ક રાશી

આ રાશિના લોકો ઉપર બ્રેકઅપની સૌથી વધુ અસર રહે છે. દિલની બાબતમાં કર્ક રાશિના લોકો ઘણા નબળા હોય છે, તેની સંપૂર્ણ દિનચર્યા પોતાના સાથીના હિસાબે જ ચાલે છે. દિલ તૂટ્યા પછી તે પોતાને વિખરાયેલા અનુભવે છે. આ રાશિના લોકો બ્રેકઅપમાંથી એટલા માટે જલ્દી બહાર નથી આવી શકતા કેમ કે તે લોકો ભવિષ્ય તરફ જોવાને બદલે વારંવાર ભૂતકાળ તરફ એક આશા લગાવી રાખે છે. બ્રેકઅપ પછી પણ તે લોકો જુના સંબંધો સાથે જોડાયેલી વાતો યાદ કરતા રહે છે જેથી તેને દુઃખ થતું રહે છે.

વૃશ્ચિક રાશી

વૃશ્ચિક રાશી વાળાનો પ્રેમ ઝનુનથી ભરેલો હોય છે. પ્રેમની બાબતમાં તે મર્યાદા ઉપર વિશ્વાસ નથી રાખતા અને ખુલીને પોતાની ભાવનાનો સ્વીકાર કરે છે, તે લોકો પોતાના સાથીની ઇચ્છાઓ પૂરી કરવા માટે કાંઈપણ કરવા તૈયાર રહે છે. આ રાશી વાળા લોકો બ્રેકઅપ પછી ન માત્ર દુઃખી રહે છે પરંતુ પોતાની ઉપરથી સંયમ પણ ગુમાવી દે છે. બ્રેકઅપ પછી આ રાશી વાળાને ઘણું સભાળવું પડે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.