ક્યારેય નહિ આવે શારીરિક કમજોરી, બસ આ વસ્તુની પરેજી રાખો જાણો યુવા રહેવાની ટેકનીક

‘સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનો વિકાસ થાય છે.’..તે કહેવત તો તમે ઘણી વાર સાંભળી હશે પરંતુ તમારું શરીર સ્વસ્થ રહે તે માટે હાડકા મજબુત હોવા પણ ખુબ જ જરૂરી છે.

આજકાલ બદલાયેલા સમય વચ્ચે લોકો ખાવા પીવા ની બાબતમાં બેદરકારી રાખીને ઘણી એવી વસ્તુઓનું સેવન વધુ કરવા લાગ્યા છે જે હાડકાઓને વહેલા નબળા બનાવી દે છે તો આવો તમને જણાવીએ કે કઈ એવી પાંચ વસ્તુ છે જે વધુ ખાવી ખતરનાક બની શકે છે.

ચોકલેટ :

ચોકલેટ બધાને ગમે છે પણ તેનો વધુ સેવનથી તમારા હાડકાઓને દીવસે ને દિવસે નબળા કરી નાખે છે. ચોકલેટ ખાવાથી શરીરમાં શુગર અને ઓકશેલેટ નું પ્રમાણ વધી જાય છે તેથી કેલ્શિયમ સારી રીતે અબ્જોર્બ થતું નથી અને હાડકા નબળા થઇ જાય છે.

કોફી :

કોફીમાં રહેલું કેફીન બોન માંસ ડેન્સીટી ને ઓછું કરી નાખે છે. તે સાથે જ શરીરમાં તેનું પ્રમાણ વધુ હોવાથી હાડકા નબળા થઇ જાય છે.

જરૂર કરતા વધુ ગળ્યું ખાવું

વધુ ગળ્યું ખાવું પણ આરોગ્ય માટે નુકશાન કારક હોય છે. તેમાં ફોસ્ફેરિક એસીડ જેવા કેલ્શિયમ નું પ્રમાણ હોય છે તે હાડકાઓને નબળા બનાવી નાખે છે.

સોલ્ટી ભોજન (વધુ નમક)

સોલ્ટી ભોજન પણ હાડકાઓ ને નબળા બનાવી દેતા હોય છે. તે વસ્તુમાં ચિપ્સ, દાળમોઠ, ચટપટા જેવું સ્નેક્સ રહેલ છે જેમાં સોડીયમ નું પ્રમાણ ખુબ હોય છે. તેનું સેવન વધુ કરવાથી શરીરનું કેલ્શિયમ યુરીન દ્વારા બહાર નીકળી જાય છે અને હાડકા નબળા પડવા લાગે છે.

આલ્કોહોલ

હાડકાઓ ની મજબુતી માટે કેલ્શિયમ અને વિટામીન ડી જરૂરી હોય છે પરંતુ દારૂનું વધુ પડતું સેવન કરવાથી આ બન્ને વસ્તુની શરીરમાં ઉણપ થઇ જાય છે અને હાડકા નબળા થવા લાગે છે.

ઉનાળા માં થાક, નબળાઈ જેવી તકલીફ હવે વધતી જાય છે. ઉત્તરાખંડ આયુર્વેદિક વિશ્વવિદ્યાલય હરદ્વાર ના સ્વસ્થવૃત્ત વિભાગના એચઓડી ડો.અવધેશ મિશ્રાના જણાવ્યા મુજબ આયુર્વેદ માં આ સીઝન માં નબળાઈ દુર કરવા માટે ઘણા ઘરેલું નુસ્ખા બતાવવામાં આવ્યા છે. ડો. મિશ્રા નું કહેવું છે કે નિયમિત આ નુસખાના ઉપયોગ થી ફક્ત શરીરમાં જ ઠંડક નથી મળતી પરંતુ નબળાઈ અને થાક દુર કરશે અને શક્તિ પણ મળશે.

આગળ ૧૦ મુદ્દા માં જાણો ક્યાં આયુર્વેદિક નુસ્ખા થી દૂર થશે શરીરની નબળાઈ…

૧. ગુલકંદ : રોજ સવાર સાંજ ઠંડા દુધમાં ૨ ચમચી ગુલકંદ ભેળવીને પીઓ, નબળાઈ દુર થશે.

૨. કેળા,દૂધ અને મધ : રોજ સવારે અને સાંજે એક ગ્લાસ દુધમાં ૧ કેળું અને એક ચમચી મધ ભેળવીને પીઓ.

૩.દાડમ નું જ્યુસ : દાડમનું જ્યુસ દરેક પ્રકારની નબળાઈ દુર કરે છે. સવાર સાંજ એક ગ્લાસ તાજું જ્યુસ પીઓ.

૪. દ્રાક્ષનું જ્યુસ : તેમાં રહેલા એન્ટીબાયોટિકસ નબળાઈ દુર કરીને શક્તિ આપે છે. સવાર સાંજ પીવાથી ફાયદો થાય છે.

૫. સૂકી દ્રાક્ષ નું પાણી : રાત્રે ચોખ્ખા પાણીમાં ૫ સૂકી દ્રાક્ષ પલાળો સવારે આ પાણી પીઓ અને દ્રાક્ષ ને ચાવીને ખાઈ લો.

૬. દહીં ને મધ : દિવસમાં બે અથવા એક કટોરી દહીં માં એક ચમચી મધ ભેળવીને ખાવ, નબળાઈ દુર થશે અને શક્તિ મળશે.

૭. બદામ અને અંજીર : રાત્રે બે બે બદામ અને અંજીર પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને પીઓ અને બદામ અને અંજીર ચાવીને ખાઈ લો.

૮. કાળા ચણા : રાત્રે ચોખ્ખા પાણીમાં એક મુઠી કાળા ચણા પલાળી દો. સવારે ઉઠીને આ પાણી પીઓ અને ચણા ચાવીને ખાઈ લો.


Posted

in

, ,

by