40 ની ઉમરમાં આ હિરોઈનોએ સ્ટાર્સ કિડ્સને પણ પાછળ છોડ્યા, પાર્ટીમાં પોતાના લૂકથી લગાવી આગ

બોલિવૂડ દુનિયામાં એકથી વધીને એક અભિનેત્રીઓ છે જે પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના મહાન અભિનય માટે પણ ઓળખાય છે. જો કે આજકાલ ઈંડસ્ટ્રીમાં હોટ અભિનેત્રીઓની કોઈ ઉણપ નથી પરંતુ એવી ઘણી અભિનેત્રીઓ હજુ પણ રહેલી છે જે હાલ ફિલ્મોથી થોડી દૂર જરૂર છે પણ પોતાની સુંદરતા અને સ્ટાઈલને લઈને હમેશાં ચર્ચામાં બની રહે છે. માત્ર આટલું જ નહી પરંતુ વધતી ઉંમરની પણ તેમના પર કોઈ અસર દેખાતી નથી.

જી હા, અમે વાત કરી રહ્યા છીએ ૪૦ વર્ષની ઉંમર પાર કરી ચુકેલી ખુબ જ હીટ અને હોટ અભિનેત્રી રવીના ટંડન અને તબ્બુની જેમણે પોતાની આવડતના દમ પર હિંદી સિનેમા જગતમાં એક અલગ ખ્યાતી મેળવી છે. આવો જાણીએ આ અભિનેત્રીઓ વિષે અમુક ખાસ વાતો જે આટલી ઉંમર થઇ ગયા પછી પણ ખુબ આકર્ષક દેખાય છે અને જેમની સામે ૨૨-૨૫ વર્ષની અભિનેત્રીઓ પણ પાણી ભરતી દેખાય છે.

રવીના ટંડન

૯૦ના દાયકાની ખુબ ચર્ચિત અને જાણીતી અભિનેત્રીઓના લીસ્ટમાં રહેલી મોસ્ટ પોપ્યુલર અભિનેત્રી રવીના ટંડનની સુંદરતાની ના માત્ર બોલીવુડ પરંતુ આખી દુનિયા દીવાની છે. મોટા પડદા પર જેવી તેમની એંટ્રી થતી તેવા જ લોકો તો બસ બેકાબુ થઇ જતા હતા. રવીના અને ગોવિંદાની જોડી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ખુબ હીટ રહી છે.

રવીનાએ ઘણા મોટા-મોટા કલાકારો જેમ કે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટીની સાથે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, જે આજની તારીખમાં પણ ખુબ પસંદ કરવામાં આવે છે. જણાવી દઈએ કે હાલમાં જ ૪૫ વર્ષીય રવીનાના અમુક ખુબ જ ગ્લૈમરસ ફોટા સોશલ મીડિયા પર ખુબ ઝડપથી વાઈરલ થયા હતા.

વાસ્તવમાં વીતેલા દિવસોમાં રવીના ટંડન એક પાર્ટીમાં પહોચી હતી જ્યાં ઘણા ફિલ્મી સ્ટાર જેવા કે કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર, ઋતિક રોશન, અનીલ કપૂર, અનન્યા પાંડે, વગેરે પણ હાજર હતા. આ દરમિયાન રવીનાના કપડા એટલા સુંદર હતા કે દરેકની નજર વારંવાર તેમના પર જઈને અટકી જતી હતી

ઓછો મેકઅપ, લાલ લીપસ્ટીક અને ઓપન હેર રવીનાના બ્લેક ડ્રેસ પર એટલા બંધબેસતા હતા કે શું કહેવું! તેમની આ સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા તેમના બ્લેક કલરના લોંગ ગન બુટ્સ. પાર્ટીમાં રવીનાએ મીડિયાની સામે ઘણા અલગ-અલગ પોઝ પણ આપ્યા.

તબ્બુ

વાત કરીએ બોલીવુડની જાણીતી અભિનેત્રી તબ્બુની, તો તમને એક વાત પહેલા જ જણાવી દઈએ કે તબ્બુ ના માત્ર એક જામેલી કલાકાર છે પરંતુ હમેશાંથી તે પોતાના સુંદર લુકને લઈને હેડલાઈન્સમાં બની રહે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ૪૮ વર્ષની તબ્બુ પણ રવીનાની સાથે તે જ પાર્ટીમાં નજર આવી અને જ્યાં તબ્બુ જાય ત્યાં તેમના લુકની ચર્ચા ન હોય, એવું કઇ રીતે થઇ શકે.

બોલીવુડ સેલેબ્સની આ પાર્ટીમાં તબ્બુ એક ખુબ જ આકર્ષક બ્લેક કલરના કપડામાં નજર આવી જેના પર તેમના સુંદર મેકઅપ અને લાલ લીપસ્ટીકે તો માહોલમાં આગ જ લગાવી દીધી. તબ્બુએ મીડિયાને પોતાના ચર્ચિત સ્ટાઇલીશ અંદાજમાં ઘણા બધા પોઝ પણ આપ્યા. તમને એ પણ જણાવી દઈએ કે અત્યારે હાલમાં જ તબ્બુ અજય દેવગનની સાથે ‘દે દે પ્યાર દે’ ફિલ્મમાં દેખાઈ હતી અને લોકોએ તેમના અભિનયની ઘણી પ્રશંસા પણ કરી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.