400 વર્ષ બરફ સહન કરીને પણ અડીખમ ઉભું છે કેદારનાથ મંદિર, જાણો 2013 ની આફતમાં પણ મંદિરને વાળ વાંકો ના થયો.

જાણો કેદારનાથ મંદિર કેમ બનાવવામાં આવ્યું છે, તેની પૌરાણિક કથા અને કુદરતી આફતમાં તેને નુકશાન ન થવા પાછળનું રહસ્ય. મંદાકિની નદી, લીલાછમ જંગલ અને બરફથી ઢંકાયેલી શિખરોના સુંદર દ્રશ્યો કેદારનાથ આવવા વાળા દરેક પ્રવાસીને મંત્રમુગ્ધ કરી દે છે. પોતાની ધાર્મિક માન્યતાઓને લઈને આ સ્થળનુ વિશેષ મહત્વ છે. દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો સમૂહ ભગવાન શિવના દર્શન કરવા અહિયાં આવે છે. આવો તમને કેદારનાથ મંદિર સાથે જોડાયેલા થોડા રોચક કિસ્સા જણાવીએ.

કેદારનાથ મંદિરનો ઈતિહાસ – કેદારનાથ મંદિરની ઉત્પતી ઘણી અલગ અલગ માન્યતાઓ ઉપર આધારિત છે. ઘણા લોકો કહે છે કે આ મંદિરનું નિર્માણ 8મી સદીમાં આદિ શંકરાચાર્યના હાથે થયું હતું. જયારે ઘણા લોકોનું માનવું છે કે બીજી સદીના માલવાના રાજા ભીજે તેનું નિર્માણ કરાવરાવ્યું હતું. પરંતુ કેદારનાથ મંદિર કેમ બનાવવામાં આવ્યું? તેને લઈને પણ ઘણી કથાઓ છે.

તેનો એક રોચક કિસ્સો મહાભારત સાથે પણ જોડાયેલો છે. કહેવામાં આવે છે કે કુરુક્ષેત્ર નરસંહાર પછી પાંડવ તેના પાપોના પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન શિવના શરણમાં ગયા હતા. પરંતુ શિવ તેને દર્શન આપવા માંગતા ન હતા. એટલા માટે તેમણે ગુપ્તકાશીમાં નંદી બળદનું રૂપ ધારણ કરી લીધું. આમ તો પાંડવોએ આ રૂપમાં પણ શિવને ઓળખી લીધા. ભગવાન શિવ ત્યાંથી ગુમ થઇ ગયા અને પાંચ અલગ અલગ સ્થાનો ઉપર તેના પાંચ અંગ ફરી થી પ્રગટ થયા. રુદ્રનાથમાં મુખ, તુંગનાથમાં હાથ, મધ્યમેશ્વરમાં પેટ, કલ્પેશ્વરમાં જટાઓ અને કેદારનાથમાં કુંબડ પ્રગટ થયા.

બીજી કહાની નારા નારાયણ સાથે જોડાયેલી છે. એક હિંદુ દેવતા જે પાર્વતીની પૂજા કરવા ગયા હતા, પરંતુ ત્યાં ભગવાન શિવ પ્રગટ થઇ ગયા. નારા-નારાયણે ભગવાન શિવ પાસે માનવતાના કલ્યાણ માટે મૂળ રૂપમાં ત્યાં રહેવાનો આગ્રહ કર્યો. ભગવાન શિવે તેની ઈચ્છા પૂરી કરી અને કેદારનાથને જ પોતાનું ઘર માની લીધું.

400 વર્ષ બરફની નીચે – જીયોલોજીસ્ટ દાવો કરે છે કે કેદારનાથનું મંદિર લગભગ 400 વર્ષ બરફમાં દબાયેલું રહ્યું. 1300-1900 ઈ.સ. ની આસપાસ તે સમયે જેને હિમયુગના રૂપમાં માનવામાં આવતો હતો. ‘વાડિયા ઇન્સ્ટીટયુટ ઓફ હિમાલયન જીયોલોજી’ દેહરાદુનના વૈજ્ઞાનિક કહે છે, મંદિરની દીવાલો ઉપર પીળી રેખાઓ તે વિસ્તારમાં હિમનદી કાર્યરત તરફ ઈશારો કરે છે.

રીપોર્ટ મુજબ, આ મંદિર ન માત્ર 400 વર્ષ સુધી બરફના ઊંડાણમાં દબાયેલું રહ્યું પરંતુ હિમનદીના મોજાથી થનારી ક્ષતિથી પણ પોતાને બચાવતુ રહ્યું. વૈજ્ઞાનિકો કહે છે કે હિમનદીના મોજાનો સંકેત મંદિરની અંદર પણ જોવા મળે છે. અહિયાં પથ્થરોમાં ઘણી ચમક છે. વૈજ્ઞાનિકોએ આ વાસ્તુકળાનું અધ્યયન કર્યું અને તે એ નિષ્કર્ષ ઉપર પહોચ્યા કે મંદિર બનાવતી વખતે બનાવનારાના મગજમાં બરફ અને ગ્લેશીયરનો ભય પણ રહેલો હશે. ત્યારે તેમણે કુદરતી આપત્તિઓ સામે મંદિરની મજબુતીને ધ્યાનમાં રાખી હશે.

2013નું હોનારત – કેદારનાથમાં આવેલું વર્ષ 2013માં પ્રલયકારી પુર સદીઓ સુધી લોકોના મગજમાં રહેશે. આ આપત્તિમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા, ઘણા ઘરોના નામ નિશાન મટી ગયા.

કેદારનાથ અને તેના તીર્થસ્થાન બંને આ કુદરતી આપત્તિની ઝપેટમાં આવ્યા હતા, પરંતુ જળ પ્રલયમાં પણ મંદિરને કોઈ નુકશાન નથી થયું. ઘણા લોકો કહે છે કે એક શીલાખંડે મંદિર તરફ વધી રહેલા પુરનો રસ્તો બ્લોક કરી દીધો હતો અને આ રીતે ભગવાન શિવનું આ મંદિર સુરક્ષિત રહી ગયું. આ મહાન વાસ્તુકલાનો જ એક ચમત્કાર હતો કે એટલી આપત્તિ વચ્ચે પણ કેદારનાથ મંદિરનો વાળ વાંકો ન થયો.

આર્કીયોલીજીકલ સર્વે ઓફ ઇંડિયા (ASI) પણ એ વાતને ધ્યાનમાં રાખે છે કે પોતાના ઓરીએંટેશન અને કન્ટ્રક્શન સ્ટાઈલને કારણે જ કેદારનાથનું મંદિર આટલી ભીષણ આપત્તિ સહન કરી ગયું. મંદિરના ઘુમ્મટ લોખંડના જોડાણથી એક બીજા સાથે ઇન્ટરલોક કરવામાં આવ્યા છે. એ કારણ છે કે તે આજે પણ સલામત છે. મંદિરની અંદર રહેલા પથ્થરો ઉપર સામાન્ય એવો ફરક પડ્યો છે.

આ મંદિરનો એક બીજો દુર્લભ ભાગ તેની ઉત્તર-દક્ષીણ દિશા પણ છે. સામાન્ય રીતે મંદિરોના મુખ્ય દ્વાર પૂર્વ કે પશ્ચિમ દિશા તરફ હોય છે. પરંતુ આ મંદિરનું દ્વાર દક્ષીણ તરફ છે, જે ઘણું ઓછું જોવા મળે છે. ASI ના એડીશનલ ડાયરેક્ટર બીઆર મનીનું કહેવું હતું કે 100 ની ગણતરીએ આ મંદિર 99 ટકા સુધી સુરક્ષિત છે. તસ્વીરોમાં આપણે જોયું હતું કે તેના એક મંડપનો દરવાજો તૂટી ગયો હતો.

પાછળની તરફથી થોડા પથ્થર નીકળી ગયા હતા. મંદિરની એક તરફ ઇશાન ખૂણો રહેતો હતો, જે હોનારત પછી તસ્વીરોમાં જોવા નથી મળતો, સમુદ્ર કાંઠાથી લગભગ 3,969 ની ઊંચાઈ ઉપર સ્થિત કેદારનાથનું મંદિર રેખા- શીખારા શૈલીમાં બનેલું છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.