જો અમે તમને કહીએ કે 16 કરોડ રૂપિયાનો બંગલો માત્ર ૫ પાઉન્ડ એટલે કે ૪૫૦ રૂપિયામાં તમારો થઇ શકે છે, તો શું તમે વિશ્વાસ કરશો? જાહેર એવી વાત છે કે તમને લાગશે કે આ ખોટું છે અરે કોઈ પોતાની આટલી મોંઘી મિલકત કોડીના ભાવે શા માટે આપવા માંગે છે અને તમને તે વાત ઉપર જરાપણ વિશ્વાસ નહી આવે. પણ તમને જણાવી આપીએ કે આ એકદમ સાચું છે. ખાસ કરીને બ્રિટેન માં એક વ્યક્તિ પોતાનો 16 કરોડ રૂપિયાનો બંગલો માત્ર ૪૫૦ રૂપિયામાં પોતાના નામ ઉપર કરવાનો મોકો આપી રહેલ છે. પણ તે એટલો મુર્ખ નથી કે જેટલો તમે વિચારી રહ્યા છો તેણે તેની પાછળ ઘણું મગજ દોડાવેલ છે. આવો તમને જણાવીએ છેવટે બંગલાનો માલિક આવું કેમ કરી રહેલ છે.
નહોતો મળતો કોઈ ખરદનાર
તમને જણાવી આપીએ કે બર્ટન હોલ નામનો આ બંગલાના માલિકનું નામ જોન રોટન છે અને તે ૨૦૧૪ થી જ આ આલીશાન બંગલાને વેચવા નો પ્રયાસ કરી રહેલ છે. જોન રોટન ને આ બંગલાને સાડા ૧૬ કરોડ રૂપિયામાં બુક કરાવેલ હતો. પણ તેને આ બંગલાનો કોઈ ખરીદનાર ન મળ્યો. ત્યાર પછી તેમણે બંગલાની કિંમત ઘટાડવાનો નિર્ણય કર્યો અને છેલ્લા વર્ષથી તેમણે બંગલાની કિંમત એક કરોડ ઘટાડીને તેની કિંમત સાડા ૧૫ કરોડ કરી નાખી. પણ ફરી એક વખત તેને નિરાશ થવું પડ્યું અને કોઈ પણ આ બંગલાને લેવા માટે તૈયાર ન થયું ત્યાર પછી જોન ઘણો ઉદાસ થઇ ગયો. ત્યાર પછી તેમણે આ બંગલાને વેચવાનો એક નવો ફોર્મ્યુલા બહાર પાડ્યો.
લોટરી સીસ્ટમ દ્વારા શોધી રહેલ છે બંગલાનો નવો માલિક :
જયારે ઓછી કિંમત કરવા છતાં પણ બંગલો ન વેચાયો તો જોને પોતાના દીકરા સાથે મળીને લોટરી સીસ્ટમ દ્વારા તેના નવા માલિકને શોધવાનો નિર્ણય કર્યો. જણાવી આપીએ કે આ શાનદાર બંગલાને પોતાના નામ કરવા માટે ૫ પાઉન્ડ એટલે ૪૫૦ રૂપિયાની લોટરી ની ટીકીટ ખરીદવું ફરજીયાત છે અને જો તમારું નસીબ સારું રહ્યું તો લકી ડ્રો માં લોટરી તમારા નામ ઉપર નીકળશે તો આ ૧૬ કરોડ ની કિંમતનો બંગલો તમારા નામે થઇ જશે. જણાવી આપીએ કે તેમાં લોટરીનું સંપૂર્ણ પાલન કરવામાં આવેશે. તેના દ્વારા ટીકીટ ખરીદનારને નોલેજ બેસ્ડ સવાલ જવાબ પણ આપવા જરૂરી રહેશે. જોન રોટલ અને તેના કુટુંબને આશા છે કે આવતા વર્ષ સુધી પાંચ પાઉન્ડ એટલે ૪૫૦ રૂપિયા કિંમત વાળી ૩૯૯,૦૦૦ લોટરી ટીકીટ વેચાઈ જશે, તેવામાં પોતાના બંગલાની પૂરી કિંમત મળી જશે.
ઘણો આલીશાન છે આ બંગલો :
બંગલાના આલીશાન ફોટા જોઇને તમે અંદાઝ લગાવી શકો છો કે આ કેટલો આલીશાન બંગલો છે અને જે આ બંગલાનો માલિક બનશે તે કેટલો નસીબદાર હશે. જણાવી આપીએ કે આ બંગલા માં કાર પાર્ક કરવા માટે મોટું ગેરેજ બનાવેલ છે. ૩૪૦૦ ચોરસ ફૂટ માં બનેલ આ બંગલામાં ૫ મોટા બેડરૂમ, ૪ બાથરૂમ, ૪ મ્યુઝીક રૂમ, બે રસોડા, લોન્ડ્રી રૂમ અને ૧.૫ એકર જમીન છે. તે ઉપરાંત લોટરી વિજેતાને બંગલાના કેમ્પસમાં જ શાનદાર બગીચા સાથે ઝીલ ની પણ મઝા લેવાનો લાભ મળશે. આમ તો મકાન માલિકે જણાવેલ છે કે આ બંગલામાં તકલીફ એ નથી કે તેની જાળવણી ઉપર વર્ષના ૧ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.