100 થી ઓછા ઘરો વાળા આ ગામડામા છે 47 થી વધારે IAS અને IPS, જાણો સફળતાનો મંત્ર

જો તમે ક્યારેક ધ્યાન આપ્યું હશે તો તમને ખબર હશે કે આખા દેશમાં જો કોઈ સૌથી વધુ મોટા ઓફીસર એટલે કે આઈએએસ નીકળે છે તો તે છે પૂર્વાચલ અને તેમાં પણ બિહાર આગળ છે. તે વાત માત્ર જોવા કે સાંભળવામાં નથી આવતી પરંતુ તેની સાક્ષી રૂપે એક એવું ગામ છે જ્યાં ગણ્યા ગાંઠ્યા ૭૫ થી ૧૦૦ જેવા ઘર છે અને સૌથી વિશેષ વાત એ છે કે આ બધા ઘરો માંથી ૪૭ ઘર એવા છે જ્યાંથી આઈએએસ ઓફીસર બન્યા છે.

ખરેખર અમે અહિયાં જે ગામની વાત કરી રહ્યા છીએ, તે ઉત્તર પ્રદેશના જોનપુર જીલ્લાના એક ગામની છે જેનું નામ માધોપટ્ટી છે. તમને જાણીને નવાઈ થશે કે રાજપૂતોના આ ગામમાં ૧૦૦ થી પણ ઓછા ઘર છે પરંતુ ૭૫ ઘરોના આ ગામ માંથી હાલમાં અત્યાર સુધી કુલ ૪૭ આઈએએસ અને આઈપીએસ ઓફિસર બની ચુક્યા છે.

આ ગામના યુવકોમાં અંગ્રેજોના જમાનાથી જ હરીફાઈઓ માટે તૈયારીઓ શરુ થઇ ગઈ હતી. પહેલી વખત મુસ્તુફા હુસેન નામનો યુવક આ ગામમાંથી વર્ષ ૧૯૧૪ માં પીસીએસમાં પસદગી પામ્યો હતો પછી વર્ષ ૧૯૫૨ માં ઇન્દુ પ્રકાશ સિંહ આઈએએસમાં ૧૩ નો રેન્ક લાવ્યા અને પછી તો આ નાના એવા ગામમાં જેવા કે આઈએએસ પીસીએસ બનવાની હરીફાઈ જ થઇ ગઈ.

આ ગામના નામે છે ઘણા રેકોર્ડ

તમને એ સાંભળીને નવાઈ લાગશે કે એક જ ગામ માંથી આટલા બધા આઈએએસ. પરંતુ તમને એ સાંભળીને વધુ આશ્ચર્ય થશે કે આ ગામના એક કુટુંબના ચાર ચાર ભાઈઓએ IPS ની પરીક્ષા પાસ કરી નવો રેકોર્ડ બનાવી લીધો હતો.

સૌથી પહેલા વર્ષ ૧૯૫૫માં મોટા ભાઈ વિનયે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને બિહારના મુખ્ય સચિવના હોદ્દા ઉપર પસંદગી પામ્યા. ત્યાર પછી તેના નાના ભાઈ છત્રપાલ સિંહ અને અજય કુમાર સિંહે પણ વર્ષ ૧૯૬૪માં આ પરીક્ષા પાસ કરી અને તેમના માર્ગદર્શન હેઠળ તેના સૌથી નાના ભાઈ શશીકાંત સિંહે ૧૯૬૮માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી નવો રેકોર્ડ બનાવી લીધો.

મજાની વાત તો એ છે કે વર્ષ ૨૦૦૨ માં તેના ઘરમાં એક બીજા આઈએએસના પાંચમાં આઈએએસ બન્યા, જે હતા શશીકાંતના દીકરા યશસ્વી જેણે આ પરીક્ષામાં ૩૧ નો રેન્ક પ્રાપ્ત કર્યો. આમ તો અહિયાંના દીકરા જ આ કમાલ કરવામાં આગળ નથી પરંતુ આ ગામની દીકરીઓ અને ત્યાં સુધી કે વહુઓએ પણ ગામનું ગૌરવ વધાર્યું છે.

આશા સિંહ ૧૯૮૦ માં, ઉષા સિંહ ૧૯૮૨ માં, કુંવર ચંદ્રમોલ સિંહ ૧૯૮૩ માં અને તેની પત્ની ઇન્દુ સિંહ ૧૯૮૩ માં, અમિતાભના દીકરા ઇન્દુ પ્રકાશ સિંહ ૧૯૯૪ માં આઈપીએએસ બન્યા તો તેની પત્ની સરિતા સિંહ ૧૯૯૪ માં આઈપીએસના હોદ્દા ઉપર પસંદગી પામ્યા છે.

આ ગામની ઓળખ આમ તો અહીયાના આઈએએસ ઓફિસરોને કારણે જ છે પરંતુ તમારી જાણકારી માટે જણાવી આપીએ કે માત્ર આઈએએસ જ નહિ પરંતુ અહિયાં પીસીએસ ઓફિસરોની પણ કમી નથી બીજું તો ઠીક અહિયાંના પ્રતિભાશાળી યુવક યુવતીઓ વૈજ્ઞાનિક અને લેખક પણ છે.

કોલેજ સમયથી શરુ કરી દે છે તૈયારી

આઈએએસ/આઈપીએસ બનવા માટે ગામના લોકો સિવિલ પરીક્ષાની તૈયારી કોલેજ સમયથી જ શરુ કરી દે છે. બેઝીક તૈયારી કોલેજથી શરુ કર્યા પછી તે પૂરી તૈયારી સાથે પરીક્ષામાં બેસે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહિયાંના લોકો વચ્ચે અભ્યાસને લઈને ઘણું ઝનુન જોવા મળે છે. તેમાં શિક્ષણ પ્રત્યે પ્રતિસ્પર્ધા જોવા મળે છે અને તે કારણ છે કે મોટાભાગના લોકો સિવિલ સર્વિસની પરીક્ષામાં પાસ થાય છે.

તમને એ જાણીને ઘણી નવાઈ થશે કે આટલા હોંશિયાર અને પ્રતિભાશાળી લોકોથી ભરેલા આ ગામમાં હંમેશા સરકારી ગાડીઓ જોવા મળે છે પરંતુ અહિયાં પાયાની સુવિધાઓ ઘણી ઉણપ જોવા મળશે. આ ગામ ભલે શિક્ષણ ક્ષેત્રે શ્રીમંત હોય પરંતુ સ્વચ્છ પાણી, સ્કુલ, હોસ્પિટલ વગેરે જેવી ઘણી જરૂરી સુવિધાઓ ની ઉણપ અહિયાં આજે પણ છે. આ ગામમાં અને આજુબાજુ નથી કોઈ એટીએમ અને સારવાર માટે આ ગામના લોકોને લગભગ ૧૦ કી.મી.થી પણ વધુ મુસાફરી કરી હોસ્પિટલ સુધી જવું પડે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.